તોડ-ફોડ વિના દૂર કરો ઘરનું વાસ્તુદોષ, આ સ્થાન પર લગાવો સ્વસ્તિક અને ત્રિશુળ.

તમે બાથરૂમમાં વાટકીમાં ભરીને દરિયાઈ મીઠું મુકો અને તેને દર ૧૫ થી ૨૦ દિવસના અંતરે બદલતા રહો. તે ઉપરાંત તમે બાથરૂમની બહાર ઉત્તરી કે પૂર્વી દીવાલ ઉપર સમતલ અરસો લગાવી શકો છો. ઘર બનાવવું દરેક વ્યક્તિ માટે એક ઘણું જ મોટું સપનું હોય છે, ઘર બનાવતા પહેલાથી લઇને તેના નિર્માણ થવા સુધી અને તેમાં પ્રવેશ કરી જવા સુધી તે માણસના મનમાં ઘણી બધી વસ્તુ ચાલતી રહે છે અને અંદરથી એક અલગ જ ખુશી થાય છે, તેણે પોતાનું ઘર બનાવી લીધું છે અને હવે તે પોતાના પરિવાર સાથે રહેશે.

પોતાના નાના એવા ઘરમાં પણ ઘરનું સુખ જે હોય છે. તે કોઈપણ આલીશાન ઘર નથી આપી શકતું. પરંતુ જો નવા નવા ઘરમાં પ્રવેશ કરવાના થોડા જ સમય પછી જો તમારી સાથે રહીને ઘણા પ્રકારની સમસ્યાઓ આવવા લાગે, ઘરમાં અણબનાવ થવા લાગે, ધનની તંગી થવા લાગે કે ઘણા પ્રકારની તકલીફો આવવા લાગે. જેથી તમે પહેલા ક્યારે પણ જાણતા ન હતા.

તો શું કારણ હોઈ શકે છે? ચોક્ક્સ રીતે વાસ્તુદોષ. વાસ્તુદોષ જો તમે તમારું ઘર બનાવતી વખતે વાસ્તુનું યોગ્ય ધ્યાન નથી આપ્યું અને વાસ્તુને અનુરૂપ ઘરનું નિર્માણ નથી કરાવ્યું. તો તમારા નવા ઘરમાં તમને સુખથી વધુ દુ:ખ જ મળશે.

કેવી રીતે મેળવશો વાસ્તુદોષથી છુટકારો :-

ઘણી વખત એવું થાય છે કે મોટાભાગના લોકો અજાણે એવું નિર્માણ કાર્ય કરી દે છે, જેથી તેમાં વાસ્તુ દોષ રહી જાય છે અને તેને કોઈપણ દિવસે વાસ્તુ દોષથી પીડિત થવું પડે છે. જો આ પ્રકારની સમસ્યાથી તમે પીડિત છો, તો તમારા મકાનમાં તોડફોડ કર્યા વગર એવા ઉપાય કરી શકો છો. જેનાથી તમારા ઘરમાં વાસ્તુ દોષની અસર ઘને અંશે ઓછી થઇ જશે. તો આવો જાણીએ ક્યા છે તે ઉપાય.

ઉત્તર પશ્ચિમ ખૂણામાં હોય મુખ્ય દ્વાર તો કરો આ ઉપાય :-

સૌથી પહેલા તો જો તમારું મુખ્ય દ્વાર ઉત્તર પશ્ચિમ ખૂણામાં છે તો તેવી સ્થિતિમાં તમે તમારા ઘરના દરવાજાની બન્ને તરફ ૐ, સ્વસ્તિક અને ત્રિશુલ લગાવી લો અને તે ઉપરાંત દરવાજાની બહાર પીરામીડ લગાવો, તેનાથી વસ્તુ દોષ દુર થઇ જાય છે.

જો રસોડુ છે ઉત્તર પૂર્વમાં :-

જો તમારા ઘરમાં રસોડું ઉત્તર પૂર્વની દિશામાં છે. તો તે વાસ્તુ મુજબ યોગ્ય નથી તેવામાં આ દોષને ઠીક કરવા માટે તમે તમારા રસોડાની બહાર કે પછી ઉપરની દિશામાં દીવાલ ઉપર ૧૮ બાય ૧૮ સમતલ અરસો લગાવી લો અને તેની સાથે સાથે ઉતર પૂર્વ ખૂણામાં એક પીરામીડ પણ મૂકી શકો છો.

બાથરૂમની ઉત્તર પૂર્વમાં હોવું માનવામાં આવે છે દોષપૂર્ણ :-

ઘરમાં બનેલા બાથરૂમની દિશા ઉત્તર પૂર્વમાં ન હોવી જોઇએ કેમ કે આ દિશામાં દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. આ વસ્તુ દોષને દુર કરવા માટે તમારે જોઈએ કે તમે તમારા બાથરૂમમાં વાટકામાં દરિયાઈ મીઠું ભરીને રાખો અને દર ૧૫ થી ૨૦ દિવસના અંતરાલ ઉપર બદલતા રહો. તે ઉપરાંત તમે બાથરૂમની બહાર ઉત્તરી કે પૂર્વી દીવાલ ઉપર સમતલ અરસો લગાવી શકો છો. તેનાથી તમારા ઘરના વાસ્રું દોષ દુર થશે.