જલ્દી જ ટોલ પ્લાઝા પર ઓછા ખર્ચ થશે પૈસા, સરકાર કરી રહી છે ટોલ ટેક્સ ઓછો કરવાની તૈયારી

દેશભરના દરેક ટોલ પ્લાઝા પર આવતા વર્ષથી ટોલના દર ઓછા કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આના માટે કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયે ટોલના દરો ઓછા કરવા માટે ડ્રાફ્ટ પણ તૈયાર કરી દીધો છે. સરકાર હમણાં કુલ કિમીના દસ ગણાના હિસાબથી ટોલ ટેક્સ વસુલ કરે છે. ત્યાં આમાં ઘટાડો થવાથી સામાન્ય જનતાના ખિસ્સા પર ઓછો ભાર પડશે.

હવે પાંચ ગણો વસુલવામાં આવશે ટેક્સ :

એનએચએઆઈના અધિકારીઓના જણાવ્યા અનુસાર સડક પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રલાય ટોલ ટેક્સના દર ઓછા કરવા જઈ રહી છે. આના માટેનો ડ્રાફ્ટ પણ તૈયાર થઇ ચુક્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે, પહેલા સ્ટ્રક્ચરની લંબાઈ અનુસાર દસ ગણો ટેક્સ વસુલવામાં આવતો હતો, પરંતુ નવા નિયમ આવવા પર પાંચ ગણો ટેક્સ વસુલવામાં આવશે.

આ છે ટોલનું ગણિત :

જો કોઈ એક્સપ્રેસ-વે પર 7 કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ છે, તો દસ ગણાના હિસાબે એટલે કે ચાલક પાસેથી 70 કિલોમીટરનો ટોલ વસુલવામાં આવતો હતો. પરંતુ હવે નવા નિયમ અનુસાર ચાલકો પાસેથી પાંચ ગણાના હિસાબથી જ ટોલ વસુલવામાં આવશે. એટલે કે હવે ચાલક 35 કિલોમીટરનો જ ટોલ આપશે. ટોલના દર ફક્ત એલિવેટેડ રોડ અને ફ્લાયઓવર માટે જ ઓછા કરવામાં આવ્યા છે. સામાન્ય રસ્તાઓ માટે ટોલના દરોમાં કોઈ ફેરફાર આવશે નહિ.

એનએચઆઈના અધિકારીનું શું કહેવું છે?

એનએચઆઈના અધિકારીએ નવા ટોલ નિયમોને લઈને જણાવ્યું કે, આ વર્ષના અંતમાં કે પછી આવતા વર્ષની શરૂઆતમાં આને લાગુ કરી દેવામાં આવશે. આ નિયમ આવ્યા પછી લોકોને ટોલ ભરવામાં ખુબ રાહત મળશે. સરકાર જો આ નિયમ લાગુ કરે છે તો શહેરોની અંદર બનેલ એલિવેટેડ રોડ્સ પર ખુબ ફાયદો મળશે અને લોકોએ ઓછા પૈસા ખર્ચ કરવા પડશે. સાથે જ રસ્તાઓ પરથી ભાર પણ ઓછો થશે. કારણ કે લોકો પૈસા બચાવવાના ચક્કરમાં એલિવેટેડસ રોડનો ઉપયોગ કરતા નથી, તો આનાથી તેનો ઉપયોગ કરવા વાળની સંખ્યામાં વધારો થશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.