શું તમે જાણો છો કેવી રીતે બનાવવામાં આવે છે ટૂથપેસ્ટ,નહિ ને? આજે તમને વિડીયો પણ દેખાડસુ

મિત્રો આપણે લોકો બ્રશ કરીએ ત્યારે પેસ્ટનો ઉપયોગ કરીએ છીએ, કોલગેટ, પેપ્સોડેંટ, ક્લોઝ-અપ, સીબાકા, ફોરહંસ વગેરે નો, કારણકે તે શ્વાસની દુર્ગંધ દુર કરે છે, દાંતોનો સડો દુર કરે છે, એવું કહેવામાં આવે છે પ્રચારોમાં. હવે તમે વિચારો કે જયારે કોલગેટ નહોતું, ત્યારે સૌના દાંત સડી જતા હશે? અને બધાના શ્વાસ માંથી દુર્ગંધ આવતી હશે? હવે તમારા દાદા-દાદીના જમાનામાં તો કોલગેટ નહતું તો દાદા-દાદી સાથે બેસતા હતા કે નહિ??? ત્યારે તમેને જવાબ મળશે કે પહેલા બધા લીંબડાનું દાતણ કરતા હશે હમણાના થોડા વરસોથી ટેલીવિઝને કહેવાનું શરુ કરી દીધું કે ભાઈ કોલગેટ ઘસો તો અમે કોલગેટ વાપરવાનું ચાલુ કરી દીધું. હવે જે લીંબડાનું દાતણ કરે છે તેમને કહેવાતા ભણેલા-ગણેલા લોકો મુર્ખ માને છે અને પોતે કોલગેટ વાપરે છે અને પોતાને બુદ્ધીસાળી માને છે,પરંતુ છે ઊંધું. જે લીંબડાનું દાતણ કરે છે તે સૌથી વધુ બુદ્ધીસાળી છે અને જે કોલગેટનો ઉપયોગ કરે છે તે સૌથી મોટા મુર્ખ છે.

કોલગેટ બને છે કેવી રીતે, તમને ખબર છે? કોઈને નથી ખબર, કારણ કે કોલગેટ કંપની ક્યારેય જણાવતી નથી કે તેને આ પેસ્ટ કેવી રીતે બનાવ્યું? કોલગેટની પેસ્ટ દુનિયાની સૌથી ખરાબ પેસ્ટ છે, કેમ? કારણ કે તે પ્રાણીઓના હાડકાઓના ભુકામાંથી બને છે. પેસ્ટ ના ડબ્બા ઉપર સાફ સાફ લખેલું હોય છે ડાઈ કેલ્સિયમ ફોસ્ફેટ!! અને આ ડાઈ કેલ્સિયમ ફોસ્ફેટતો બધા જાણે છે કે પ્રાણીઓના હાડકાઓને બોર્ન ક્રશર મશીનમાં પીસવામાં આવે છે અને પછી તેમાંથી ડાઈ કેલ્સિયમ ફોસ્ફેટ બને છે.

પ્રાણીઓ ના હાડકાઓના પાવડર ની સાથે સાથે તેમાં એજ બીજી ખતરનાક વસ્તુ મેળવવામાં આવે છે, તે છે ફ્લોરાઈડ. ફ્લોરાઈડ નામ તે ઝેરનું છે જે શરીરમાં ફ્લોરોસીસ નામનો રોગ કરે છે અને ભારતના પાણીમાં પહેલેથી જ ફ્લોરાઈડ વધુ પ્રમાણમાં છે. અને કોઈ પણ ટૂથપેસ્ટ જેમાં ફ્લોરાઈડ હોય છે અને ૧૦૦૦ પીપીએમ થી વધુ હોય તો તે ટુથપેસ્ટ ટુથપેસ્ટ નથી રહેતું ઝેર બની જાય છે.

હવે જો એ વાત હું કોર્ટમાં જઈને બોલું તો કોર્ટ મારી વાત માનસે નહિ. તે પૂછશે કે તમારી પાસે દાંતની દાકતરીનું સર્ટીફીકેટ છે કે શું??? જો કે મને ખબર છે કે ૧૦૦૦ પીપીએમ થી વધુ ફ્લોરાઈડ કોઈ ટુથપેસ્ટમાં હોય તો તે ઝેર છે!!! અર્થાત આ દેશનો કાયદો એટલો ખરાબ છે! કે કોર્ટ મારી વાત ત્યારે માનસે જયારે મારી પાસે દાંતો ના દાકતરીની ડિગ્રી હશે અને તે માટે ડેન્ટીસ્ટ બનવું પડશે!! અને જેમની પાસે દાંતની દાકતરીની ડીગ્રી છે તે કોર્ટમાં જઈ રહ્યા નથી! અને જેમની પાસે દાંતોની દાકતરીની ડીગ્રી નથી તે મારી જેમ બહાર બેઠા બેઠા ગુસ્સો કરે છે! અને વગર રોકટોક થી થી આ દેશમાં કોલગેટ વેચાઈ રહ્યું છે.

અવાર નવાર હું લોકોને પુછુ છુ કે તમે કોલગેટ કેમ કરો છો??? તો તે કહે છે કે તેમાં ગુણવત્તા ખુબ જ છે! તો હું પુછુ છુ કે એવું શી ગુણવત્તા છે? તો તે કહે છે કે આમાં ફીણ ખુબ જ બને છે તો હું કહું છુ કે ભાઈ ફીણ તો રીન(કપડાં ધોવાનો પાવડર) માં પણ ખુબ જ બને છે! ફીણ તો એરીઅલમાં પણ ખુબ જ બને છે! અને ફીણ તો શેવિંગ ક્રિમમાં સૌથી વધારે બને છે તો તેનાથી દાંત સાફ કરવાનું રાખો જો તમારે ફીણ જ જોઈતા હોય તો! આ ભણેલા ગણેલા મુર્ખ લોકોનો જવાબ છે! ભણ્યા ગણ્યા વગરનો માણસ ક્યારેય આવો જવાબ આપતો નથી! અને આ જવાબ મને ક્યાં મળ્યો! દિલ્લી યુનીવર્સીટીમાં હું ભાષણ આપી રહ્યો હતો ડીપાર્ટમેંટ ઓફ મેથેમેટિક્સ માં ! ત્યાના પ્રોફેસરે જવાબ આપ્યો કે કોલગેટમાં ખુબ જ સારી ગુણવત્તા છે ફીણ ખુબ બને છે! તો મેં કહ્યું કે પ્રોફેસર સાહેબ તમે ડેન્ટલ ક્રિમથી દાંત સાફ કેમ નથી કરતા?? એરિઅલથી દાંત સાફ કેમ નથી કરતા?? શેવિંગ ક્રિમથી દાંત સાફ કેમ નથી કરતા??? સૌથી વધુ ફીણ તો તેમાં જ બને છે! તો પ્રોફેસર એકદમ ચુપ થઇ ગયા !!

તો બોલ્યા તમે જ જણાવો ક્વોલિટી શું હોય છે? તો મેં કહ્યું પ્રોફેસર સાહેબ તમે મેથેમેટિક્સ ના પ્રોફેસર થઇ ને નથી જાણતા કે ક્વોલિટી શું હોય છે? તો કેમ? બુમો પાડો છો ક્વોલિટી હોય છે. તમે સીધું કહો ને મને ખબર નથી ક્વોલિટી શું હોય છે અમે તો ટીવી માં જાહેરાત જોઇને બસ ઘર ઉપાડી લાવીએ છીએ. તો મેં તેમને કહ્યું કે કોલગેટ ટૂથપેસ્ટ બનાવતી પ્રોસેસ છે તેની ક્વોલિટી શું છે તે સમજવાની જરૂર છે. તો તે મેથેમેટિક્સ ના હતા થોડું કેમેસ્ટ્રી પણ જાણતા હતા. તો મેં કહ્યું કેમેસ્ટ્રી માં એક કેમિકલ હોય છે જેનું નામ છે સોડિયમ લ્યુરલ સલ્ફાઈટ તેનાથી કોલગેટ બને છે. કેમ કે Sodium Lauryl Sulphate નાખ્યા વગર કોઈ પણ ટુથ પેસ્ટ માં ફીણ ઉત્પન નથી થઇ શકતી. તમારામાં થોડા પણ કેમેસ્ટ્રી ભણેલા લોકો છે તો Sodium Lauryl Sulphate વિષે કેમેસ્ટ્રી ની ડીક્ષનરી માં તમે જોઈ લો. તેની સામે લખ્યું છે poison (ઝેર) છે. ૦.૦૫ મીલીગ્રામ માત્રામાં શરીરમાં ઉતરી જાય. તો કેન્સર થઇ જાય છે.અને આ કોલગેટ, પેપ્સોડેંટ, ક્લોઝ-અપ, સીબાકા, માં ભરપુર પ્રમાણમાં નાખવામાં આવે છે.

ધર્મના હિસાબે પણ પેસ્ટ સૌથી ખરાબ છે. બધા પેસ્ટ માં મરેલા જાનવરોના હાડકા ભેળવવામાં આવે છે. તે કોઈ પણ જાનવર હોઈ શકે છે, હું ઇશારાથી તમને જણાવી રહ્યો છું તમે જો શાકાહારી છો કે જૈન ધર્મ ને માનવા વાળા છો તો કેમ તમારો ધર્મ ભ્રષ્ટ કરી રહ્યા છો. મારી પાસે દરેક કંપની ના લેબોરેટરી રીપોર્ટ છે કે કઈ કંપની ક્યાં જાનવરના હાડકા ભેળવે છે અને તે પ્રયોગશાળામાં પ્રયોગ કર્યા બાદ પ્રમાણિત થયા પછી તમને જણાવી રહ્યો છું હું.

અને આ કોલગેટ નામની પેસ્ટ વેચાઈ રહ્યું છે Indian Dental Association ના પ્રમાણપત્ર થી. મને જરા બતાવો કે ક્યારે આ સંગઠને કોઈ બેઠક કરી અને કોલગેટ ઉપર પ્રસ્તાવ પસાર કર્યો કે “અમે કોલગેટ ને પ્રમાણિત કરીએ છીએ કે તે ભારતમાં વેચવી જોઈએ” પરંતુ કોલગેટ ભારતમાં વેચાઈ રહી છે IDA નું નામ વેચીને. “IDA” લખેલ રહે છે Upper Case મોટા અક્ષરમાં અને “Accepted” લખેલું હોય છે નાના અક્ષરમાં. અહિયાં પણ છેતરપીંડી છે,આ “Accepted” લખે છે ને કે ” acceptedcertified ” મને તો નવાઈ લાગે છે ભારતમાં દાંતના ડોક્ટર તેનો વિરોધ કેમ નથી કરતા, કોઈ ડોક્ટર ઉભા થઇ ને આ જુઠ ને જુઠ કેમ નથી કહેતા, કેમ ન તો કોર્ટમાં કેસ કરતા. તમને એક બીજી જાણકારી આપું છું. આ કોલગેટ કંપની જયારે તેના દેશ અમેરિકામાં ટુથ પેસ્ટ વેચે છે. તો તેની ઉપર ચેતવણી લખેલી હોય છે. જેવી રીતે આપણા દેશમાં સિગરેટ ઉપર લખેલું છે ને સિગરેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનીકારક છે!! એવી જ ત્યાં કોલગેટ ઉપર લખેલું હોય છે.

લખે અંગ્રેજીમાં છે, હું તમને ગુજરાતીમાં જાણવું છું “છ વર્ષથી નાના બાળકોને આનાથી દુર રાખશો, તેને ન આપશો” કેમ? કેમકે બાળકો તેને ચાટી લે છે, અને તમા કેન્સર કરવા વાળું કેમિકલ છે, એટલા માટે કહીએ છીએ કે બાળકોને ન આપશો આ પેસ્ટ.( અને આપણે ત્યાં નાના નાના બાળકો પાસે તે કંપની જાહેરાત કરાવે છે.)

અને આગળ લખે છે “જો બાળકે ભૂલથી ચાટી લીધું તો તરત જ ડોક્ટર પાસે લઈને જાઓ” એટલું ખતરનાક છે, અને ત્રીજી વાત તે લખે છે. “જો તમે પુખ્ત છો, ઉંમરમાં મોટા છો તો આ પેસ્ટને તમારા બ્રશ ઉપર વટાણાના દાણા બરોબર ના પ્રમાણમાં લેવાનું”. અને તમે જોયું હશે કે આપણે ત્યાં જે પ્રચાર ટેલીવિઝન ઉપર આવે છે તેમાં બ્રશ ભરીને ઉપયોગ કરતા દેખાડવા માં આવે છે. અને જાણી જોઈને બાળક પાસે જાહેરાત કરાવવમાં આવે છે. અને તે અમેરિકન કંપની ની ચાલબાજી છે.

૧૯૯૧ માં તે ટીવી ઉપર જાહેરાત દેખાતા. સામાન્ય ટુથ પેસ્ટ માં હોય છે મીઠું. લઈલો કોલગેટ સેન્સેટિવ. અને હવે બોલે છે. શું તમારી ટૂથપેસ્ટ માં મીઠું છે?૨-૩ મહિના પછી લઈને આવી ગયા. કોલગેટ ફ્રેશ !! ૨-૩ મહિના તે વેચીને લોકોને મુર્ખ બનાવ્યા !! પછી નામ બદલીને લઇ આવ્યા. કોલગેટ સેન્સેટિવ સર્ટિફાઇન તેને આપણા sensitive દાંતોને મસાજ કરે. અને જાહેરાત એવી બતાવે છે. જેમ કે તે કોઈ સત્યમાં સર્વે કરી રહ્યા હોય. આપણા મગજમાં એક મિનીટ માટે પણ નથી આવતું. કે કંપનીએ જાહેરાતો આપવા માટે લાખો રૂપિયા ખર્ચ કર્યો છે. તો તેઓ તો પોતાના ઝેરને ઉચું જ બતાવવાના છે જ. ૨-૩ મહિના આ નામથી વેચ્યું હવે નામ બદલીને રાખવામાં આવ્યું છે. Colgeate anti cavity . થોડા દિવસો તેને વેચશે ફરી નામ બદલી નાખશે.

આપણા દેશમાં વેચાતા પેસ્ટ ઉપર તે “worning” નથી થતી જે તે કંપની તેના દેશ અમેરિકા માં લખે છે આપણા દેશમાં તેની જગ્યા એ “Directions for use” લખેલું હોય છે, અને તે વાત , જો તે અમેરિકા અને યુરોપ ની પેસ્ટ ઉપર લખે છે, તો અહિયાં ભારત ની પેસ્ટ ઉપર નથી લખતા. અને કોલગેટના ડબ્બા ઉપર ISI નું નિશાન પણ નથી હોતું, તેને Agmark પણ નથી મળ્યું, કેમકે તે સૌથી ખરાબ બનાવટ ની હોય છે. જો અમેરિકા અને યુરોપ ના પેસ્ટ ઉપર લખે છે, તે અહિયાં ભારતની પેસ્ટ ઉપર નથી લખતા. હવે કેમ થાય છે આવું તમને વિચારવા ને માટે મુકું છું અને નિર્ણય પણ તમારે જ કરવાનો છે.

અહિયાં ભારતમાં કાર્યરત કોલગેટ કંપની નો એક પત્ર પણ નાખી રહ્યો છું જે ભાઈ રાકેશજી ના આ પ્રશ્ન ના જવાબમાં હતું કે “અમેરિકા અને યુરોપ ની પેસ્ટ ઉપર જે ચેતવણી તમારી કંપની છાપે છે, તે ભારતમાં ઉપલબ્ધ તેમની પેસ્ટ ઉપર કેમ નથી છાપતી”. તો તેમનો (કંપનીનો) જવાબ કેટલો નીચા સ્તરનો હતો તે જુઓ.

mr.rakesh cjandra rakesh, b 13 everestheights behend joggers, near khalsa dair mr. rakesh, thank you for cotacting colagate-palmolive (icdia) limited.
“the labelling requirements os xosmetic prepararions like toothpaste in india are governned by the drugs and cosmetics requlationd. we are fully coplying with those regulations.in addition we have incrptared an additional direction i.e. dentists recommend parents suprevise brushing with apea size amouvt os roothpaste, discourage swallowing and ensure children spit and rinse afrerwards with aview to guiding the parents of children under 6 years os age using toothlpaste”
we grearlu value your patronage of colgeate-palmokeve prodcts.
regards,
COLGATE PLALMOKIVE INDIA KIMITED

http://wwwડોટnatural-health-information-centre.com/sodium-lauryl-sulfate.html

અને

Toothpastes

આ બન્ને લીનક સમય કાઢીને વાચવાની તકલીફ કરશો તો તમારા માટે સારું રહેશે. તમે જે પણ પેસ્ટ INGREDINT માં આ કેમિકલ નું નામ જુઓ તો તેને મહેરબાની કરીને ઉપયોગ ન કરશો, તમારા નહી તો પત્ની બાળકો નો તો વિચાર કરજો. જો લગ્ન નથી થયા તો તમારા માતાપિતા ને આ વિષે વાત કરજો.

વિકલ્પ (પેસ્ટ ન કરીએ તો શું કરીએ)

અહિયાં મહર્ષિ વાગ્ભટ (૩૦૦૦ વર્ષ પહેલા ભારતમાં થયેલ એક સાધુ ૧૩૫ વર્ષની ઉંમર સુધી જીવિત રહ્યા હતા) ના અષ્ટાંગ હ્રદયમ નો કેટલોક ભાગ જોડું છું, જેમાં તેઓ કહે છે કે દાંતણ કરો. દાંતણ કેવું? તો જે સ્વાદ માં કડવા હોય, અને લીંબડા નું દાંતણ કડવું જ હોય છે. અને એટલા માટે તેમણે લીમંડા ના દાંતણ ના વખાણ કર્યા છે. એક બીજું દાંતણ બતાવ્યું છે. મદાર નું, તે સિવાય બીજા દાંતણ વિષે તમણે બતાવ્યું છે ,અર્જુન છે, આંબો છે, જમરૂખ છે, જાંબુ, આવા ૧૨ વૃક્ષો નામ તેમણે બતાવ્યા છે જેના દાંતણ તમાં કરી શકો છો.

ચૈતર મહિના ની શરૂઆતમાં ઉનાળા સુધી લીંબડો, મદાર કે બાવળ નું દાંતણ કરવા માટે તેઓએ બતાવ્યું છે, શિયાળા માં તેમણે અમરુદ કે જાંબુ નું દાંતણ કરવાનું જણાવ્યું છે, ચોમાસા માં તેઓએ આંબો કે અર્જુન નું દાંતણ કરવા નું કહ્યું છે. તમે ધારો વર્ષો સુધી લીંબડા નું દાતણ કરી શકો છો . પણ તેમાં એક વાતનું ધ્યાન રાખવું ત્રણ મહીના સતત કર્યા પછી લીંબડા ના દાતણ ને બંધ કરો . તે સમયે મંજન કરી લો. દંત મંજન બનાવવાની સરળ રીત તેઓએ જણાવી છે, તેઓ કહે છે તમારે ત્યાં રહેલું ખાવાનું તેલ (સરસો નું તેલ, નારિયેળનું તેલ કે કોઈ પણ જે તમે ખાવામાં ઉપયોગ કરો છો તે,રીફાઇન સિવાય) હાજર મીઠું અને હળદર ભેળવી તમે મંજન બનાવી તેનો ઉપયોગ કરી શકો છો. દાંતણ સૌથી પહેલા સૌથી મોટું શહેર મુબ્માઈ માં મળતું હતું અત્યારે તો ભારત નું કોઈ એવું શહેર નહી હોય કે જ્યાં દાતણ ન મળે.

જતા જતા એક છેલ્લી વાત જયારે રાજીવભાઈ યુરોપમાં ફરતા હતા તો એક વાત જાણવા મળી કે યુરોપના લોકો ના દાંત સૌથી વધુ ખરાબ છે. અને ત્યાં કેવું છે દર બીજા ત્રીજા માણસે એક માણસ દાંતો નો રોગી હોય છે અને સૌથી વધુ સંખ્યા ત્યાં દાંતોના ડોક્ટરો ની જ છે. અમેરિકામાં પણ આજ સ્થિતિ છે. ત્યાં એક ડોક્ટર મને મળ્યો, નામ હતું દો. જુકશર્ણ, મેં પૂછ્યું “તમારે ત્યાં દાંતોના આટલા દર્દી ઓ કેમ છે?” અને આટલા વધુ ડોકટરો કેમ છે? તો તેમણે કહ્યું કે “અહી દાંતોના રોગી એટલા માટે છે કે અમે પેસ્ટ ઘસીએ છીએ ” તો મેં કહ્યું કે ” તો શું ઘસવું જોઈએ?” તો તેમણે કહ્યું કે “અમારે ત્યાં થતી નથી તમારે ત્યાં થાય છે” તો પછી ફરી મેં કહ્યું ” તે શું? તો તેઓએ જણાવ્યું કે “લીંબડા નું દાંતણ તે તમારે ત્યાંથી આવે છે મારા માટે” યુરોપ ના લોકો લીંબડા ના દાંતણ નું મહત્વ સમજે છે અને આપણે જાહેરાત જોઇને “કોલગેટ નું સુરક્ષાચક્ર” અપનાવી રહ્યા છીએ.

આપણા થી મેટા મુર્ખ કોણ હોય. અને અમેરિકા એ લીમડા ઉપર પેટન્ટ લઇ લીધી છે. આ દેશના લોકો દર વર્ષે ૧૦૦૦ કરોડ ટુથ પેસ્ટ નું ઝેર મોઢામાં ફેરવીને પૈસા વિદેશી કંપની ઓને આપી દે છે.અને જો અહિયાં તમે લીંબડા નું દાતણ કરો તો આ ૧૦૦૦ કરોડ દેશના ગરીબ લોકોને મળશે.ખેડૂતોને મળશે જે બિચારા ઓટલા ઉપર બેસીને લીંબડા નું દાતણ વેચે છે. હવે તમે કહેશો બધા લોકો લીંબડા નું દાતણ કરસે તો એક દિવસ લીંબડા ના ઝાડનો નાશ થઇ જશે. તેનો પણ એક ઉપાય છે.

ઘરની બહાર લીંબડા નું ઝાડ ઉગેલું છે તો તેનાથી ૨૦૦ જાતના વાયરસ તમારા ઘરમાં નહી આવે અને એક લીંબડા નું ઝાડ ૧ વર્ષમાં ૧ લાખ રૂપિયાનું ઓક્સીજન આપે છે. જો તમે પ્રતિજ્ઞા કરો કે તમે તમારા દરેક જન્મ દિવસે એક લીંબડા નું ઝાડ વાવીશું. તો (૫૦*૫૦૦૦૦૦ (૧૫ લાખ) : ૭.૫૦ કરોડ તો (સડા સાત કરોડ) ની ઓક્સીજન તમને દેશને દાન કરશો. અને જો કોઈ તમારી પાસે માગી લે કે સાડા સાત કરોડ દેશ માટે આપી દો . તો તમે કહેશો કે નહી. અને આટલા લીંબડા ના ઝાડ હોવાથી દેશમાં વધી રહેલી પદુષણ ની સમસ્યા પણ દૂર થઇ જશે.

વિડીયો – ૧

વિડીયો – ૨