156 વર્ષ જૂની છે Nokia કંપની, સૌથી પહેલા વેચતી હતી કાગળ, જાણો દુનિયાની 8 ટોપ કંપનીના ઇતિહાસ.

YouTube હતું ડેટિંગ પ્લેટફોર્મ તો Netflix વેચતી હતી DVD, જાણો 8 પ્રસિદ્ધ બ્રાંડ પહેલા શું કરતી હતી.

એમેઝોનથી લઈને નેટફ્લીક્સ સુધી કઈ કંપની અત્યારે શું કામ કરે છે એ તો તમે બધા સારી રીતે જાણતા જ હશો. નોકિયાનું નામ સાંભળતા જ તમારા મગજમાં શું આવે છે? બધાનો જવાબ હશે મોબાઈલ ફોન, પણ એવું નથી.

આવી રીતે જ LG કંપનીનું નામ સાંભળતા જ ટીવી અને ફ્રીઝ તેમજ કોલગેટ કંપનીનું નામ સાંભળતા જ મગજમાં ટુથપેસ્ટનો ફોટો આવી જાય છે. પણ દુનિયાની આ પ્રસિદ્ધ કંપનીઓએ શરુઆત કેવી રીતે કરી હતી તેના વિષે આજે પણ મોટાભાગના લોકો નથી જાણતા. શરુઆતમાં આ કંપનીઓ શું કામ કરી હતી તેનાથી પણ લોકો હજુ સુધી અજાણ છે.

(1) YouTube હતું ડેટિંગ પ્લેટફોર્મ : વર્ષ 2005 માં યુટ્યુબની શરુઆત થઇ ત્યારે તે એક ડેટિંગ પ્લેટફોર્મ હતું. તે દરમિયાન લોકો પોતાના ડ્રીમ પાર્ટનર વિષે વિડીયો બનાવતા હતા અને પછી તેને YouTube ઉપર અપલોડ કરી દેતા હતા. ત્યાર પછી લોકો વિડીયો જોઇને પોતાના પાર્ટનર પસંદ કરી લેતા હતા. આજે તે દુનિયાનું સૌથી મોટુ વિડીયો શેરીંગ પ્લેટફોર્મ છે.

(2) Netflix શરુઆતમાં રેન્ટ ઉપર આપતી હતી DVD : દુનિયાના નંબર 1 ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લીક્સની શરુઆત 29 ઓગસ્ટ 1997 ના રોજ થઇ હતી. નેટફ્લીક્સ શરુઆતમાં રેંટ ઉપર DVD આપવાનું કામ કરતી હતી. લગભગ 1 દશક પછી તેણે પોતાના બિઝનેસ મોડલને બદલ્યું અને આજે ઓનલાઈન સ્ટ્રીમિંગની સૌથી મોટી કંપનીઓ માંથી એક છે.

(3) એમેઝોન ઉપર વેચાતા હતા માત્ર પુસ્તકો : જેફ બેજોસે 5 જુલાઈ 1994 ના રોજ એમેઝોનની શરુઆત કરી હતી. ત્યારે આ સાઈટ ઉપર માત્ર પુસ્તકો વેચાતા હતા. વર્ષ 1998 પછી તેણે બીજી વસ્તુ પણ ઉમેરવાનું શરુ થયું અને આજે એમેઝોન દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની બની ગઈ છે.

(4) LG બનાવતી હતી બ્યુટી પ્રોડક્ટ્સ : દુનિયાની પ્રસિદ્ધ ઈલેક્ટ્રોનિક કંપની LG ની શરુઆત 5 જાન્યુઆરી 1947 ના રોજ સાઉથ કોરિયામાં થઇ હતી. શરુઆતના સમયમાં આ કંપની હાઈજીન અને કોસ્મેટીક્સ પ્રોડક્ટ બનાવતી હતી. ત્યાર પછી વર્ષ 1958 થી કંપનીએ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટસ બનાવવાનું શરુ કર્યું અને આજે તે આ ક્ષેત્રની મોટી કંપનીઓમાં જોડાયેલી છે.

(5) પેપર બનાવવાથી થઇ નોકિયાની શરુઆત : ટેલીકોમ સેક્ટરની મોટી કંપની નોકિયાની શરૂઆત 1865 માં થઇ હતી. નોકિયા શરુઆતમાં પેપર મિલ ચલાવતી હતી. ત્યાર પછી આ કંપનીએ ઘણા બીજા બિઝનેસમાં પણ હાથ અજમાવ્યો, છેવટે 1960 માં નોકિયાએ મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો.

(6) કોલગેટ કંપની બનાવતી હતી સાબુ : ઓરલ હાઈજીન પ્રોડક્ટ બનાવવા વાળી કંપની કોલગેટની શરુઆત 1806 માં થઇ હતી. તે દરમિયાન કંપની શરુઆતમાં સાબુ અને મીણબત્તીઓ બનાવતી હતી. પણ 1873 પછી તેણે ઓરલ હાઈજીન પ્રોડક્ટ (ટુથપેસ્ટ, ટુથબ્રશ, માઉથવોશ, અને ડેંટલ ફ્લોસ) બનાવવાની શરુઆત કરી.

(7) તમાકુ અને સિગરેટ વેચતી હતી ITC : આઈટીસીની શરુઆત 24 ઓગસ્ટના રોજ ઈંપીરીયલ ટોબેકો કંપની ઓફ ઇંડિયા લીમીટેડના નામથી થઇ હતી. ત્યાર પછી 1970 માં ઇંડિયા ટોબેકો કંપની લીમીટેડ અને પછી 1974 માં તેનું નામ I.T.C. Limited કરી દેવામાં આવ્યું. શરુઆતમાં તે તમાકુ અને સિગરેટ વેચવાના બિઝનેસ માં હતી. આજે તે FMCG, હોટલ, પેપર બોર્ડ, એજ્યુકેશન અને લાઈફસ્ટાઇલ કેટેગરીની મોટી કંપની છે.

(8) ફોટોગ્રાફીથી ફોટોકોપી બની ઝેરોક્ષ : દુનિયાની પ્રસિદ્ધ ડિજિટલ પ્રિન્ટીંગ કંપની ઝેરોક્ષનો પાયો 18 એપ્રિલ 1906 માં અમેરિકામાં નખાયો હતો. ઝેરોક્ષ શરુઆતમાં ફોટોગ્રાફિક પેપર અને ફોટોગ્રાફીની વસ્તુ બનાવતી હતી. વર્ષ 1959 માં પહેલી વખત કંપનીએ ઝેરોક્ષ 914 મશીન બનાવ્યું અને ફોટોકોપીની સૌથી મોટી કંપની બની ગઈ.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.