ખીચામાં 25 હજાર રૂપિયા હોય તો તમે આખું અડવાડીયુ ફરી શકો છો આ દેશોમાં, આવવા જવાનું અને ત્યાંનો ખર્ચો બધું 25 હજારમાં

આજના દોડધામ વાળા યુગમાં લોકો કામથી કંટાળીને વેકેશન અને રજાઓમાં ફરવા લાયક સ્થળોએ પ્રવાસે જવાના કાર્યક્રમનું આયોજન જરૂર કરતા હોય છે. આજે અમે તમારા માટે પણ એક એવી જ વાત લઇને આવ્યા છીએ જે તમને ફરવાના કાર્યક્રમમાં જરૂર ઉપયોગી થશે.

શું તમે પણ શિયાળામાં વિદેશ ફરવાનું મન બનાવી રહ્યા છો. પણ મોંઘા પેકેજના કારણે પ્લાન કેન્સલ કરી રહ્યા છો. તો અહી તમને જણાવી રહ્યા છીએ એવા બજેટ ટુર પેકેજ જેની કિંમત 25,000 રૂપિયાથી શરુ છે. તમે 25,000 રૂપિયાના બજેટમાં થાઇલેન્ડ, સિંગાપુર, દુબઈ ફરી શકો છો.

ખાસ નોંધ : મિત્રો, અલગ અલગ દેશની કરંસીનો ભાવ સમયે સમયે બદલાતો રહે છે. એટલે આ લેખમાં જણાવેલા કિંમતમાં વધારો ઘટાડો થતો રહે છે. તમને ભાવમાં ઓછા વત્તા ધોરણે ફરક જોવા મળશે. એટલા માટે ફરવા જતા પહેલા કરંસી કન્વર્ટરની મદદ જરૂર લેવી.

થાઇલેન્ડ : ભારતીયો વચ્ચે થાઈલેન્ડનું બેન્કોક સૌથી વધુ ફેમસ છે. 25,000 રૂપિયાના બજેટમાં તમે કોરલ આઇસલૅન્ડ અને બેન્કોક ફરી શકો છો. અહી ભારતીયોને વીઝા ઓન અરાઈવલની સુવિધા છે. દિલ્લીથી થાઇલેન્ડ આવવા જવાની એયરટીકીટ 13,600 રૂપિયામાં મળી રહી છે. થાઇલેન્ડમાં તમને બજેટ હોટલ સરળતાથી મળી જશે.

કોરલ આઇસલૅન્ડ અને બેન્કોક, 3 રાત અને 4 દિવસ માટેનો ટુર કોસ્ટ : પેકેજની શરુઆત 25,000 રૂપિયા, વિઝા ઓન અરાઈવલ – 1,909 રૂપિયા.

શું છે સમાવિષ્ટ? તો એમાં એયર ટીકીટ અને ટેક્સ તેમજ બેન્કોકમાં 2 રાત માટે હોટલ અને પટાયામાં 2 રાત માટે હોટલ મળે છે.

શ્રી લંકા : ભારતીયો વચ્ચે ફરવા માટે શ્રીલંકા સૌથી વધારે ફેમસ છે. શ્રીલંકા ખુબ સુંદર દેશ છે. અહીની કરન્સી ભારતની સરખામણીમાં સસ્તી છે. દિલ્લીથી શ્રીલંકા આવવા જવાની ટીકીટ 13,210 રૂપિયામાં મળી રહી છે. 3 રાત અને 4 દિવસ માટે ટુર કોસ્ટ ગણીએ, તો એના પેકેજની શરુઆત 25,000 રૂપિયા.

શું છે સમાવિષ્ટ? તો એમાં એયર ટીકીટ અને ટેક્સ અને હોટલ સ્ટે આવી જાય છે.

દુબઈ : દુબઈને શોપિંગનો હબ કહે છે. અહી રેડીમેડ ગારમેન્ટથી લઈને જ્વેલરી શોપિંગના ઘણા બધા વિકલ્પ છે. દુબઈમાં પાલ્મ ટ્રી, બુર્જ ખલીફા, બીચ અને દુબઈ નાઇટ સફારી જેવા ઘણી બધી ફરવાની જગ્યા છે. દિલ્લીથી દુબઈ આવવા જવાની ટીકીટ 13,512 રૂપિયામાં મળી જશે.

અહી 3 રાત અને 4 દિવસ માટેના પેકેજની કોસ્ટ છે 25,000 રૂપિયા.

જો તમે ઓછા ખર્ચે વિદેશ ફરવા માંગો છો, તો આ ત્રણ દેશ તમારા માટે ઘણા સારા છે. અને શ્રીલંકા એટલા માટે વધારે સારું છે કારણ કે અહી કુદરતી દ્રશ્યો સારા છે અને ત્યાં આપણા રૂપિયાની કીમત વધારે હોવાની તમને ઘણો ફાયદો રહેશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે, અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.