ટ્રાઈએ આપ્યું મોટું ગિફ્ટ, માર્ચથી કેબલ ટીવી ગ્રાહકોને મળશે 130 રૂપિયામાં 200 ચેનલ

ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ) એ કેબલ ટીવી ગ્રાહકોને મોટી રાહત આપતા કિંમતોમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવે આગામી 1 માર્ચ 2020 થી ગ્રાહકોને 130 રૂપિયામાં 200 ચેનલ મળશે. તેમજ 12 રૂપિયાથી વધારે કિંમતવાળી બધી ચેનલ કોઈ પણ બુકેનો ભાગ નહિ હોય.

પહેલા મળતી હતી 100 ફ્રી ચેનલ :

પહેલા કેબલ ટીવી ગ્રાહકોને 130 રૂપિયામાં ફક્ત 100 ફ્રી ટુ એયર ચેનલ મળતી હતી. ટેક્સ જોડીને આ કિંમત 154 રૂપિયાની આસપાસ પહોંચે છે. એમાંથી 26 ચેનલ ફક્ત પ્રસાર ભારતીની હતી. ટ્રાઈએ નિયમોને પોતાની વેબસાઈટ પર અપલોડ કરી દીધા છે.

કંપનીઓએ ટેરિકની જાણકારી 15 જાન્યુઆરીએ વેબસાઈટ પર નાખવી પડશે. એના સિવાય પોતાની મનપસંદ ચેનલને જોવા માટે નક્કી કરેલી રકમનું પેમેન્ટ કરવું પડી શકે છે. બધા પ્રમુખ બ્રોડકાસ્ટર્સે પોતાના પેકેજ એનાઉન્સ કરી રાખ્યા છે.

બ્રોડકાસ્ટર 19 રૂપિયા વાળી ચેનલ બુકેમાં નથી આપી શકતા. 12 રૂપિયાથી ઓછી કિંમતની ચેનલ જ બુકેમાં આપી શકશે. ઉપભોગતા માટે લગભગ 33 ટકા ડિસ્કાઉન્ટ થશે.

અત્યાર સુધી આ વ્યવસ્થા હતી :

તેમજ એનએફસી આ વાત પર નિર્ભર કરે છે કે, યુઝર્સ કેટલી ફ્રી-ટુ-એયર ચેનલ જોઈ રહ્યા છે. સાથે જ એ-લા-કોર્ટે (અલગથી પસંદ કરેલી ચેનલ) ચેનલ પેકની કિંમત મોંઘી થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટના આધાર પર કહી શકાય છે કે, ટ્રાઈ આ ચેનલ પેકના ભાવને ઓછું કરવાનો વિચાર કરી રહી છે, જેનાથી યુઝર્સ ઓછી કિંમતમાં વધારે ચેનલ જોઈ શકે.

40 ટકા ઓછું થશે બીજા ક્નેક્શનનું ભાડું :

ટ્રાઈએ એક જ ઘર અથવા ઓફિસમાં એકથી વધારે કનેક્શન લેવા પર 40 ટકા છૂટ આપવાની વાત કહી છે. હવે કેબલ કંપનીઓએ એવા કનેક્શન આપવા પર કિંમતોમાં ઘટાડો કરવો પડશે. અત્યારે આવા કનેક્શન પર પણ એનએફસી પહેલા કનેક્શન જેવી જ રહે છે.

15 જાન્યુઆરી સુધી કરવા પડશે બ્રોડકાસ્ટરે પરિવર્તન :

બ્રોડકાસ્ટર 15 જાન્યુઆરી સુધી પોતાની ચેનલોના ભાવમાં પરિવર્તન કરશે. 30 જાન્યુઆરી સુધી ફરીથી બધી ચેનલના ભાવની યાદી પબ્લિશ થશે. 1 માર્ચ 2020 થી નવા દરો લાગુ થશે. ટ્રાઈએ ચેનલ માટે ટૈરિજ ફી 4 લાખ રૂપિયા નક્કી કરી છે.

આપવો પડશે કંટેન્ટ ચાર્જ :

આ સમયે યુઝર્સે ટીવી જોવા માટે બે પ્રકારના બિલની ચુકવણી કરવી પડે છે, જેમાં એનએફસી અને કંટેન્ટ ચાર્જ શામેલ છે. યુઝર્સ તરફથી આપવામાં આવેલો કંટેન્ટ ચાર્જ બ્રોડકાસ્ટરના એકાઉન્ટમાં જાય છે, તો બીજી તરફ એનએફસી ચાર્જ ડીટીએચ અથવા કેબલ ટીવી કંપનીને આપવામાં આવે છે. આ ચાર્જમાં યુઝર્સે 100 ચેનલ માટે 153 રૂપિયા આપવા પડે છે.

આ માહિતી અમરઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.