ટ્રેનોના એસી ક્લાસમાં ધાબળાની જગ્યાએ કોટનની ચાદર આપવાની તૈયારી, જાણો વધુ વિગત

ટ્રેનોમાં રેલ્વે બોર્ડ દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી હોય છે, અને આ સુવિધાઓ લોકોને અનુકુળ પડે તે મુજબ પૂરી પાડવામાં આવતી હોય છે. જેમાંથી એક છે એસી કોચમાં આપવામાં આવતી સુવિધા, જેમાં થોડો ફેરફાર કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આવો તેના વિષે જાણીએ.

ભોપાલ. ટ્રેનોના એસી ક્લાસમાં ધાબળાની જગ્યાએ કોટનમાંથી બનેલી બે પડ વાળી ચાદર આપવાની તૈયારી છે. તેમાં સૌથી મોટો ફાયદો એ થશે કે, તેને અઠવાડિયામાં બે થી ત્રણ વખત ધોઈ શકાશે. હાલમાં મળી રહેલા ધાબળાને મહિનામાં માત્ર બે વખત ધોવામાં આવી રહ્યા છે. ધાબળામાં કવર પણ નથી ચડાવવામાં આવતા. તેને કારણે પ્રવાસી ધાબળામાંથી ગંધ આવવાની ફરિયાદ કરતા હતા.

રેલ્વે બોર્ડના એક ઓફિસરે જણાવ્યું કે, દિલ્હી-જમ્મુતવી સહીત બે ટ્રેનોમાં પ્રયોગના રૂપમાં ચાદર આપવામાં આવી રહી છે. આ ટ્રેનોમાં પ્રવાસીઓનો ફીડબેક સારો મળે છે. ત્યાર પછી તમામ ઝોનની અમુક ટ્રેનો નક્કી કરવા માટે કહેવામાં આવ્યું છે. દરેક ઝોનમાં શરુઆતમાં એક બે ટ્રેનોમાં ચાદર આપવામાં આવશે.

પ્રવાસીઓનો અભિપ્રાય લીધા પછી બીજી ટ્રેનોમાં આ સુવિધા શરુ કરવામાં આવશે. ભોપાલ મંડલમાં સૌથી પહેલા હબીબગંજ-હજરત નીઝામુદ્દીન ભોપાલ એક્સપ્રેસમાં આ સુવિધા શરુ કરવાની તૈયારી છે.

ધાબળામાં કવર ચડાવવાની યોજના ફેઈલ ગયા પછી લીધો નિર્ણય :

એક વર્ષ પહેલા રેલ્વે બોર્ડે નિર્ણય લીધો હતો કે, એસી કોચના તમામ વર્ગોમાં ધાબળામાં કવર ચડાવવામાં આવશે. એસી પ્રથમ વર્ગમાં તો આ સુવિધા શરુ કરવામાં આવી ચુકી છે, પરંતુ એસી ૨ અને એસી ૩ કોચમાં આ યોજના લાગુ કરવાથી રેલ્વે ઝોનોએ હાથ ઊંચા કરી દીધા છે.

તેનું કારણ એ છે કે, દરેક ટ્રેનમાં એસી ૨ અને એસી ૩ મળીને ૫ થી ૬ કોચ છે. તેમાં અલગ અલગ જગ્યાએ બેસવા વાળા પ્રવાસીઓ સંખ્યા ૪૦૦ થી ૪૫૦ સુધી રહે છે. એટલા ધાબળામાંથી રોજ કવર કાઢવા અને ધોયા પછી લગાવવા શક્ય ન હતા. હાલમાં દ્વિતીય અને તૃતીય વર્ગના એસી કોચોમાં ધાબળામાં કવર લગાવવાની યોજના શરુ નથી થઈ શકી.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.