ટ્રેનમાં નાના બાળક સાથે આ છોકરીઓની સેલ્ફીની કહાની જાણી ને થઈ રહ્યા છે વખાણ જાણો સુ છે

ભારતીય સેના ઉપર તો લોકો ગર્વ અનુભવે જ છે, પરંતુ હાલમાં જ ભારતીય સેનાની મહિલાઓએ કાંઈક એવું કરી દેખાડ્યું, કે લોકો પ્રસંશા કરતા થાકતા નથી. ખાસ કરીને ભારતીય સેનાની ડોક્ટર મહિલાઓએ કંઈક એવું કરી બતાવ્યું કે, લોકોએ તેમની પ્રસંશા કરવાનું શરુ કરી દીધું છે. અને તમને તેના વિષે ખબર પડશે, તો તમે પણ પ્રસંશા કર્યા વગર નહિ રહી શકો. ભારતીય સેનાની આ બે ડોકટર મહિલાઓએ ચાલતી ટ્રેનમાં એક મહિલાને ડીલીવરી કરાવી અને તેનો ખોળો પ્રેમથી ભરી દીધો.

મીડિયા અહેવાલ મુજબ, એક ગર્ભવતી મહિલા હાવડા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહી હતી. થોડી વાર મુસાફરી કર્યા પછી અચાનક તેને પ્રસુતિની પીડા શરુ થઇ ગઈ. સ્ટેશન આવવામાં ઘણો સમય હતો એટલા માટે તેને હોસ્પિટલ લઇ જવી લગભગ અશક્ય હતું. આ સ્થિતિમાં જો તરત કાંઈ ન કરવામાં આવે તો બાળક અને માતા બંને પોતાના જીવ જઈ શકતા હતા. તે મહિલા પ્રસુતિની પીડાને કારણે જોર જોરથી બુમો પાડી રહી હતી. ત્યારે અચાનક તેનો અવાજ તે ડબ્બામાં મુસાફરી કરી રહેલી ભારતીય સેનાની ૧૭૨ના મિલેટ્રી હોસ્પિટલની બે મહિલા ડોક્ટર સુધી પહોંચ્યો.

ચાલતી ટ્રેનમાં કરાવી ડીલેવરી :

મહિલાનો પીડાદાયક અવાજ સાંભળીને ડોક્ટર કેપ્ટેન અમનદીપ મહિલાની પ્રસુતિ કરાવવા માટે તૈયાર થઇ ગઈ, અને બંનેએ મહિલાની સુરક્ષિત ડીલીવરી કરાવી. ડીલીવરી સફળ થઇ અને મહિલાએ ચાલતી ટ્રેનમાં જ એક બાળકને જન્મ આપ્યો. ટ્રેનમાં રહેલા તમામ પ્રવાસીઓએ ડોક્ટર મહિલાઓની સમજદારીની પ્રસંશા કરી. એટલું જ નહિ સફળ ડીલીવરી ઉપર સેનાએ અધિક મહાનિર્દેશકના સેનાના ટ્વીટર હેન્ડલ ઉપરથી ટ્વીટ કરીને માં અને દીકરાના આરોગની જાણકારી આપી.

લોકો કરી રહ્યા છે પ્રસંશા :

જેવા આ સમાચાર ટ્વીટર ઉપર આવ્યા કે તરત જ વાયરલ થઈ ગયા. હવે દરેક લોકો સેનાની મહિલા ડોક્ટરની પ્રસંશા કરી રહ્યા છે, અને સાથે જ તેનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. બાળકની માતાએ પણ બંને ડોકટરોનો આભાર વ્યક્ત કર્યો છે. આજના સમયમાં લોકો પોતાના લોકોની મદદ નથી કરતા, તેવામાં જયારે કોઈ અજાણ્યાની મદદ કરે છે તો તે આનંદને શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ બની જાય છે. આમ પણ સેના તો સામાન્ય લોકોની મદદ કરવા માટે ઓળખાય છે.

સેનાને મળવી જોઈએ દરેક સુવિધા :

ભારતીય સેનાની મહિલા હોય કે પુરષ, બંને હંમેશા પોતાની જવાબદારી નિભાવવા માટે તત્પર રહે છે. જેવી રીતે સેનાના લોકો સામાન્ય લોકોની મદદ કરવા માટે તૈયાર રહે છે, તેવી રીતે સરકારે પણ તેનું ધ્યાન રાખવું જોઈએ. કદાચ આ લોકોની ડ્યુટી દુનિયામાં સૌથી અઘરી હોય છે. તેવામાં તે સરકારની જવાબદારી બને છે કે, તે તેમને ઉત્તમ પ્રકારની સુવિધા પૂરી પાડે. સરકારે માત્ર તેમનો પગાર ન વધારવો જોઈએ પરંતુ સાથે સાથે તેમને તે તમામ સુવિધાઓ મળવી જોઈએ તેના તે હક્કદાર છે.

હાલમાં જ ભારતીય સેનાના એક જવાનનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં તે જણાવે છે કે, તેને ખાવા માટે કેટલી ખરાબ ક્વોલેટીનું ખાવાનું આપવામાં આવે છે. તેવામાં સરકારે તેની તકલીફ સાંભળવી જોઈએ અને તેના માટે ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. તેના વિષે તમારું શું કહેવું છે? મહેરબાની કરીને તમારું મંતવ્ય અમને જરૂર શેયર કરશો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.