શું તમને ખબર છે કે આ નંબર કેમ લખવામાં આવે છે ? નથી ખબર તો જુઓ

તેમાં કોઈ શંકા નથી કે આપણામાંના દરેકે ક્યારેક ક્યારેક તો ટ્રેઈનની મુસાફરી તો જરૂર કરી હશે. આમ તો દેશમાં ઘણા લોકો એવા પણ છે જે એક કે બે દિવસ નહી, પણ રોજ ટ્રેઈનમાં મુસાફરી કરે છે. જેમ કે મુંબઈ માં રોજ ઓફીસ જવા આવવા વાળા ટ્રેઈનનો જ ઉપયોગ કરે છે. ખરેખર જે લોકો ટ્રેઈન માં મુસાફરી કરે છે વિશ્વાસથી કહી શકાય કે તેમણે ક્યારેય ટ્રેઈનના ડબાના નંબર ઉપર વિચાર નહિ કર્યો હશે, કેમ કે ટ્રેઈનમાં ભાગ દોડ જ એટલી હોય છે કે પોતાને સંભાળવા પણ મુશ્કેલ બની જાય છે. છતાં તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તે નંબરમાં તમારી ટ્રેઈનની સંપૂર્ણ જાણકારી રહેલી હોય છે.

જી હા ખરેખર આજે અમે તમને તેના વિષે થોડું વિગતવાર જણાવવા માંગીએ છીએ. તેવામાં તમે ટ્રેઈનનો નંબર જાણ્યા પછી તેની સંપૂર્ણ જાણકારી સરળતાથી કાઢી શકો છો.

સૌથી પહેલા તો અમે તમને જણાવી દઈએ કે ભારતીય રેલ્વેની દરેક ટ્રેઈન લગભગ એક જેવી હોય છે. હકીકતમાં દરેક ટ્રેઈનની ડીઝાઇન અને સુવિધાઓમાં બસ થોડો ફરક હોય છે. તે ઉપરાંત દરેક ટ્રેઈન ઉપર પાંચ આંકડાનો નંબર લખેલો હોય છે, જેના વિષે તમે બધા જાણો જ છો. ખરેખર તે કોઈ નથી જાણતા, કે આ નંબર કેમ લખવામાં આવે છે. તો ચાલો જાણીએ સૌથી પહેલા અમે તમને ટ્રેઈનના નંબરો વિષે જણાવીએ છીએ.

જે ટ્રેઈનનો પહેલો અક્ષર ઝીરોથી શરુ થાય છે, તે સ્પેશ્યલ ટ્રેઈન હોય છે. જી હા જેમ કે મીની વેકેશન કે સ્પેશીયલ રજાઓ માટે હોય છે. ત્યાર પછી જેનો નંબર એક થી શરુ થાય છે, તે થોડી લાંબા અંતરની ટ્રેઈન હોય છે. તે ઉપરાંત જે ટ્રેઈનનો બે થી શરુ થાય છે, તે પણ વધુ લાંબા અંતરની ટ્રેઈન હોય છે.

જણાવી દઈએ કે જે ટ્રેઈનનો નંબર ત્રણ થી શરુ થાય છે, તે કલકત્તા સબ અર્બન ટ્રેઈન વિષે જણાવે છે. જી હા ત્યાર પછી નંબર ચાર ચેન્નાઈ, નવી દિલ્હી, સીકંદરાબાદ અને બીજી કોઈ મેટ્રો શહેર દર્શાવે છે. ત્યાર પછી નંબર પાંચ કન્વેન્શનલ કોચ વાળી પેસેન્જર ટ્રેઈન દર્શાવે છે. એના પછી નંબર છ થી તે ખબર પડે છે કે તે મેમુ ટ્રેઈન દર્શાવે છે.
તે ઉપરાંત નંબર સાત ડુએમયુ અને રેલકાર સર્વિસ માટે હોય છે. એના પછી નંબર આઠ આરક્ષિત સ્થિતિ વિષે જણાવે છે. તેની સાથે નંબર નવ મુંબઈ વિસ્તારની સબ અર્બન ટ્રેઈન વિષે જણાવે છે. તમારી જાણકારી માટે જણાવી આપું કે કોઈપણ ટ્રેઈન નો બીજા અને તેની પછીના નંબરનો અર્થ પહેલે થી જ નક્કી કરવામાં આવે છે. જેમ કે જો કોઈ ટ્રેઈનનો પહેલો આકડો ઝીરો, એક કે બે થી શરુ થાય તો બાકીના નંબર ટ્રેઈનનો ઝોન ને દર્શાવે છે. જી હા અમે તમને પણ જણાવી આપીએ કે ઝોનનો શું નંબર હોય છે.

તેમાં ઝીરો નંબર વાળો કોંકણ રેલ્વે, એક નંબર વાળા સેન્ટ્રલ, વેસ્ટ સેન્ટ્રલ અને નોર્થ સેન્ટ્રલ રેલ્વે, બે નંબર વાળા આંકડા સુપરફાસ્ટ, શતાબ્દી અને જન શતાબ્દી ને દર્શાવે છે. તે ઉપરાંત ત્રણ નંબર વાળા ઇસ્ટર્ન અને ઇસ્ટ સેન્ટ્રલ રેલ્વેને, ચાર નંબર વાળા નોર્થ, નોર્થ સેન્ટ્રલ અને નોર્થ વેસ્ટર્ન રેલ્વે અને પાંચ નંબર વાળા નેશનલ ઇસ્ટર્ન અને નોર્થ ઇસ્ટ ફન્ટીયર રેલ્વે ને દર્શાવે છે. તેની સાથે છ નંબર વાળા સાઉથર્ન અને સાઉથર્ન વેસ્ટર્ન રેલ્વે, સાત નંબર વાળા સાઉથર્ન ઇસ્ટર્ન અને ઇસ્ટ કોસ્ટલ રેલ્વે અને નવ નંબર વાળા આંકડા વેસ્ટર્ન, નોર્થ વેસ્ટર્ન અને વેસ્ટર્ન સેન્ટ્રલ રેલ્વેને દર્શાવે છે.


Posted

in

,

by

Tags: