આખે આખી ટ્રેન પણ ભાડેથી મળી શકે છે, પણ તેના માટે આટલા રૂપિયા ભાડું આપવું પડે છે.

બસ અને કારની જેમ ટ્રેન પણ ભાડેથી લઇ શકાય છે, જાણો તે કેવી રીતે મળે છે અને કેટલો ખર્ચ થાય છે.

સર… મારે ટ્રેનના 15 કોચ ભાડેથી જોઈએ છે. હું પ્રાઈવેટ ટ્રેન ચલાવીને મુસાફરોને પુરી સુધી લઈ જઈશ. આ અરજી ગોરખપુરના એક બિઝનેસમેનની છે. તે બિઝનેસમેને રેલવેની ભારત ગૌરવ યાત્રા યોજના હેઠળ પરંપરાગત બોગી (કોચ) ને ભાડેથી લેવા માટે અરજી કરી છે.

બિઝનેસમેનનું કહેવું છે કે, ગોરખપુરથી પુરી સુધી કોઈ સીધી ટ્રેન સેવા નથી. આવી સ્થિતિમાં તે પુરી સુધી ખાનગી ટ્રેન ચલાવશે. આ ટ્રેન દ્વારા વૃદ્ધોને ભગવાન જગન્નાથના દર્શન કરાવવામાં આવશે. બિઝનેસમેનનો હેતુ વૃદ્ધ મુસાફરોને વધુમાં વધુ છૂટછાટ સાથે પુરી સુધી મુસાફરી કરાવવાનો છે.

બિઝનેસમેનની અરજી મળ્યા બાદ હવે રેલ્વે વિભાગ કોચ ઉપલબ્ધ કરાવવાની સાથે ઔપચારિકતા પુરી કરવામાં વ્યસ્ત છે. વાણિજ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, એક વેપારીએ પુરી માટે 15 કોચની માંગણી કરી છે. અન્ય કેટલાક લોકોએ પણ ભાડેથી ટ્રેન લેવા અંગે ઓફિસમાં પૂછપરછ કરી છે.

પુરી જ શા માટે? અરજીની સાથે બિઝનેસમેને લખ્યું છે કે, થોડા સમય પહેલા તેમની સોસાયટીના લોકોને પુરી સુધી યાત્રા કરવાની હતી. ગોરખપુરથી કોઈ સીધી ટ્રેન ન હોવાથી તેમણે વારાણસી જવું પડ્યું. બસ દ્વારા વારાણસી જતી વખતે કેટલાક લોકોનો સામાન ચોરાઈ ગયો હતો. તેઓ પુરી ગયા વગર જ પાછા ગોરખપુર આવી ગયા. એ પછી ઘણી વખત ગોરખપુરથી પુરી સુધી સીધી ટ્રેન દોડાવવા માટે રેલ્વેને પત્ર લખવામાં આવ્યો પરંતુ કંઈ થયું નહીં. આ સમયે ટ્રેનના કોચ ભાડે લઈને પુરી જવાની સારી તક છે.

કેટલું ભાડું ચૂકવવું પડશે?

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતી વખતે અરજદારે એક સમયે એક લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે. આ પૈસા રિફંડપાત્ર નથી.

રજીસ્ટ્રેશન પછી ઉપયોગના અધિકાર માટે 15 કોચ (6 થર્ડ એસી, 6 સ્લીપર, 2 એસએલઆર 2 અને 1 પેન્ટ્રીકાર) ના ઉપયોગ માટે એક સામટી 37,61,004 રૂપિયાની રકમ ચૂકવવી પડશે.

એ પછી આ 15 કોચ માટે 2,52,94,606 રૂપિયા લીઝ ફી (15 વર્ષ) તરીકે ચૂકવવા પડશે.

આ બધા પછી દરેક ટ્રીપ માટે 900 રૂપિયા પ્રતિ કિલોમીટરની ઓપરેટિંગ ફી આપવી પડશે.

યાત્રાળુઓને મળશે સુવિધા : આઈઆરસીટીસી દ્વારા ચલાવવામાં આવતી ભારત દર્શન ટ્રેનો મોટાભાગે ખીચોખીચ ભરેલી હોય છે. ત્રણેય વિભાગોના મુખ્ય સ્ટેશનો પરથી સારી સંખ્યામાં મુસાફરો ભારત દર્શન માટે ટિકિટ બુક કરાવે છે. આવી સ્થિતિમાં, જ્યારે આવી ટ્રેનો દોડશે ત્યારે મુસાફરો જ્યારે ઇચ્છે ત્યારે આરામથી મુસાફરી કરી શકશે.

ટેરિફ અને રૂટ પોતે નક્કી કરી શકશે : ભાડે લેવાનો સમયગાળો કોચના જીવનકાળ સુધી લંબાવી શકાય છે. મહત્વની વાત એ છે કે, રસ ધરાવનાર પક્ષ પોતે બિઝનેસ મૉડલ (રૂટ, યાત્રા કાર્યક્રમ, ટેરિફ વગેરે) નો વિકાસ અથવા નિર્ણય લેશે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.