જો તમારે આ રૂટ પર ટ્રેનની ટિકિટ જોઈએ છે તો રવિવાર સુધી રોકાઈ જાવ, જાણો કેમ?

દશેરો પતી ગયો છે. હવે લોકો પાછા વળવા માટે પરેશાન છે. પ્રયાગરાજથી દિલ્હી, મુંબઈ, કલકત્તા, પુના જવાવાળી ટ્રેનોમાં જબરદસ્ત ભીડ રહેશે. યાત્રીઓ ટ્રેનમાં ઘુસવા મારામારી કરી રહ્યા છે. જનરલ કોચ સાથે જ સ્લીપરની પણ એવીજ ખરાબ પરિસ્થિતિ છે. કોઈ પણ ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળતી નથી. હમણાં રવિવાર સુધી યાત્રીઓને રાહત મળે તેમ નથી.

સ્પેશિયલ ટ્રેનો તો ચાલી રહી છે, પણ કન્ફર્મ ટિકિટ મળતી નથી :

ટ્રેનોમાં ભીડભાળ વધારે રહેવાથી રેલવેએ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન તો કર્યું છે, પણ તેમ છતાં કોઈ પણ ટ્રેનમાં લોકોને કન્ફર્મ ટિકિટ મળી રહી નથી. નવી દિલ્હી જવા માટે પ્રયાગરાજ એક્સપ્રેસ, હમસફર એક્સપ્રેસ, રીવા એક્સપ્રેસ, બ્રહ્મપુત્ર મેલ, શિવગંગા એક્સપ્રેસ, મડુંવાડિહ એક્સપ્રેસ, મગધ એક્સપ્રેસ સહિત બધી જ ટ્રેનોમાં સ્લીપર કોચથી માંડી વાતાનુકુલીત શ્રેણીના કોચ સુધી બધામાં સીટ માટે મારામારી થઈ રહી છે. સ્લીપર કોચમાં વેટિંગ ૧૦૦ થી વધુ ચાલી રહ્યું છે.

વાતાનુકુલીત શ્રેણીમાં પણ ટિકિટ કન્ફર્મ નથી :

વાતાનુકુલીત શ્રેણીમાં ટિકિટ કન્ફર્મ નથી થતી. મુંબઈ જવાવાળી કામાયની એક્સપ્રેસ, દરભંગા એક્સપ્રેસ, ગોરખપુર – લોકમાન્ય તિલક ટર્મિનસ, મહાનગરી, પવન એક્સપ્રેસ સહિત અન્ય ટ્રેનોમાં લોકોને જનરલથી માંડીને સ્લીપર કોચમાં ઘણી મુશ્કેલીથી જગ્યા મળી રહી છે. અલ્હાબાદ જંકશન, અલ્હાબાદ છિવકી, અલ્હાબાદ સીટી, પ્રયાગઘાટ, પ્રયાગ જંકશન પર યાત્રીઓની જબરદસ્ત ભીડ થઈ રહી છે.

બોલ્યા એનસીઆરના સીપીઆરઓ :

ઉત્તર મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી અજિત કુમાર સિંહનું કહેવું છે કે, વધારે ટ્રેનનું સંચાલન કરી શકાય છે. આનાથી વધારે પ્રમાણમાં સ્પેશિયલ ટ્રેનનું સંચાલન કરવાથી નિયમિત ટ્રેનની સમયબદ્ધતા પર પ્રતિકૂળ પ્રભાવ પડશે.

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.

અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.