ત્રંબકેશ્વર મંદિર નાં શિવલિંગ ની આંખ તરીકે જડેલો હીરો ”આઇડોલ આઈ” અંગ્રેજો કેવીરીતે લુંટી ગયા વાંચો

 

બાર જ્યોતિલિંગોમાંથી એક કેવા ત્રંબકેશ્વર પર ખૂબ જ કિંમતી એવા નાસક હીરા ને નાના સાહેબ પેશ્વા દ્વારા
અંગ્રેજોએ ત્રીજા આંગ્લ મરાઠા યુદ્ધ દરમ્યાન નાસિકની નજીક ત્ર્યંબકેશ્વર શિવ મંદીરમાંથી ચોર્યો હતો. આ હીરો ઇસવિસન 1500 થી 1817 સુધી ભગવાન શિવની આંખના રૂપે મૂર્તિમાં લગાવ્યો હતો. હાલ તે ગ્રીનવિચ, અમેરિકાના લેબનાનના રોબર્ટ મોઉવાદ સંગ્રહાલયની શોભા વધારી રહ્યું છે.

ત્રંબકેશ્વર ના ટ્રસ્ટી લલિતા શિંદે દેશમુખએ પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ તેમજ વિદેશ મંત્રીને પત્ર લખીને આ હીરો પરત મેળવવાની માંગણી કરી છે. લલિતાના જણાવ્યા મુજબ આ અત્યંત કિંમતી હીરાને ભગવાન “શિવનું નેત્ર” પણ કહેવામાં આવતું હતું. આ હીરાને “આઇડોલ આઇ” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની કિંમત જો આંકવામાં આવે તો કોહીનૂર હીરા જેટલી જ તેની કિંમત હતી.

કહેવામાં આવે છે કે આંધ્રપ્રદેશના મહેબૂબનગર (હવે તેલંગાણામાં) ની નજીક સ્થિત અમરગીરી ની ખાણ માંથી આ હીરો મેળવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તે મૈસુર સામ્રાજ્યના ખજાનામાં રહ્યો. મૈસૂરના ખજાનામાંથી તેને મુગલો દ્વારા લૂંટવામાં આવ્યો અને દિલ્હી લાવવામાં આવ્યો. મરાઠાઓના દિલ્હી પર હુમલા બાદ આ હીરો ત્યારબાદ મરાઠાઓના ખજાનામાં પહોંચ્યો.

એવું પણ કહેવામાં આવે છે કે ત્યાર બાદ મરાઠાઓના રાજા નાના સાહેબ પેશ્વાએ ત્ર્યંબકેશ્વર કિલ્લા પર કબ્જા માટે મન્નત માંગી હતી. જોકે આ મન્નત પૂરી થયા બાદ વર્ષ ૧૭૨૫ માં તેઓએ ત્ર્યંબકેશ્વર મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો તેમજ ભગવાન શિવની સેવામાં આ અત્યંત કિંમતી હીરો પણ અર્પિત કર્યો.

ત્યારથી લઈને ૧૮૧૭ સુધી જલગાંવની નજીક થઈ ગયેલ તૃતિય મરાઠા અંગ્રેજ યુદ્ધ સુધી આ હીરો ત્ર્યંબકેશ્વર માં ભગવાન શિવની સંપત્તિના સ્વરૂપમાં જ સુરક્ષિત રહ્યો. ત્ર્યંબકેશ્વર મંદિર નાસિક શહેરની નજીક હોવાના કારણે આ હીરાની ખ્યાતી “નસાક” હીરા ના રૂપમાં જ થઈ.

 

કહેવામાં આવે છે કે અંતિમ પેશવા બાજીરાવ દ્વિતીયએ ૧૮૧૮ માં અંગ્રેજોથી પરાજિત થયા બાદ આ હીરો અંગ્રેજ કર્નલ જે. બ્રિગ્સને સોંપી દીધું. બ્રિગ્સએ આ હીરો પોતાના અધિકારી ફ્રાન્સિસ રાઉડન હોસ્ટિંગસને સોંપી દીધો. હોસ્ટિંગસ ના હાથ હેઠળ આ હિરો ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સંપત્તિ બન્યું અને વેચાણ માટે લંડના હીરા બજારમાં પહોંચી ગયો. જ્યાં તે દિવસોમાં અણઘડ સ્વરૂપમાં હોવા છતાં ૮૯ કેરેટ (૧૭.૮ ગ્રામ) ના આ હિરાની કિંમત ૩૦૦૦ પાઉન્ડ લગાવવામાં આવી.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ આ હીરો બ્રિટિશ જ્વેલરી કંપની રંડેલ એન્ડ બ્રિજને વેચ્યો હતો. ઘાટ આપ્યાના ૧૩ વર્ષ બાદ કંપનીએ આ હીરાને ઈમૈનુઅલ બ્રધર્સને ૭૦૦૦ પાઉન્ડમાં વેચી દીધો હતો. ૧૮૮૬ માં આ હીરાની કિંમત ૩૦ થી ૪૦ હજાર પાઉન્ડ (વર્તમાનના લગભગ ૪૦ લાખ પાઉન્ડ એટલે લગભગ ૩૪ કરોડ રૂપિયા) આંકવામાં આવી હતી.

ધાર્મિક નગરી ત્ર્યંબકેશ્વર ની ટ્રસ્ટી રહી ચૂકેલ લલિતા કહે છે કે ભગવાન ત્ર્યંબકેશ્વર ના ખજાનામાં રહેલ આ ખૂબ જ કિંમતી હીરો આપણા સૌની માટે એક ધાર્મિક ધરોહર છે. ભારત સરકારે આ હીરાને પરત લાવવા માટે કોઇ કસર બાકી ન રાખવી જોઈએ. લલિતા ત્ર્યંબકેશ્વર મંદિરની પ્રથમ મહિલા ટ્રસ્ટી છે. આ પદ મેળવવા માટે તેમણે સુપ્રીમ કોર્ટ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. તે હવે ત્ર્યંબકેશ્વર મંદિરની પૌરાણિક ધરોહરને પરત લાવીને એક ઇતિહાસ રચવા માંગે છે.

ત્રંબકેશ્વર એ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના ત્રંબક શહેરમાં આવેલું પ્રાચીન હિંદુ મંદિર છે. ત્રંબક નાસિક શહેરથી ૨૮ કિમી દૂર આવેલું છે. ત્રંબકેશ્વર શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું એક છે.

મંદિરના પરિસરમાં આવેલો કુંડ કુશાવર્ત ગોદાવરી નદીનો સ્ત્રોત ગણાય છે. ગોદાવરી નદી દખ્ખણ પ્રદેશમાં આવેલી સૌથી લાંબી નદી છે. હાલનું મંદિર પેશ્વા બાલાજી રાવ (નાનાસાહેબ) દ્વારા બાંધવામાં આવ્યું હતું.

આ મંદિર પંદરેક ફૂટ ઊંચા કિલ્લાથી રચાયેલ છે. ઉત્તરમાં આવેલ સિંહદ્વારમાંથી દાખલ થતાં જ વિશાળ પટાંગણ આવે છે. અને તેની વચ્ચે ૯૦ ફૂટ પહોળું, ૧૧૫ ફૂટ લાંબુ અને ૯૫ ફૂટ ઊંચુ અદ્ભૂત કોતરણીવાળું કાળમીંઢ પથ્થરનું ભવ્ય મંદિર આવેલ છે. આ જયોર્તિલિંગ પરંપરાગત શિવલિંગ જેવું નથી. ગર્ભગૃહની અંદર વિશાળ થાળામાં અડધો ફૂટ પહોળો અને દોઢેક ફૂટ ઊંડો ખાડો છે. જે મોટેભાગે આ જયોર્તિલિંગના પેટાળમાં વહેતી ગૌતમી નદીના પાણીથી ભરાયેલો જ રહે છે. એથી જયાંથી જળનો સ્ત્રાવ થાય છે, તે મુખને હાથથી બંધ કરી દેવામાં આવે તો તેની અંદરની દિવાલ પર થોડા ઊંડે આવેલ મોટા લીંબુ જેવડા ત્રણ લિંગો અને ચોથો ખાડો સ્પષ્ટ દેખાય છે.

કથાસાર પ્રમાણે, હજારો વર્ષ પહેલાં મહાન ૠષિ ગૌતમ અને તેમની પત્ની અહલ્યા આશ્રમમાં બીજા ૠષિઓ સાથે રહેતા હતા. પરંતુ એક વખત ઝઘડો થતાં બીજા ૠષિઓએ ગૌતમ ૠષિને હેરાન કરવા શ્રી ગણેશજીને રીઝવવા તપ કર્યું. ગણપતિજી પ્રસન્ન થયા ત્યારે આ આશ્રમમાંથી ગૌતમ ૠષિને કાઢી મૂકવાનું વરદાન માંગ્યુ.

ત્યારે ગણેશજીએ નિર્બળ ગાયનું રૂપ ધારી ગૌતમ ૠષિ પાસે પડેલું ધાન ખાવા ગયા. જેવા ગૌતમ ૠષિએ ઘાસના પૂળાથી ગાયને અટકાવી કે તરતજ ગાય જમીન પર પડીને મૃત્યુ પામી આ સમયે અન્ય ૠષિઓ દોડી આવ્યા અને કહ્યું કે તે ગૌહત્યા કરી છે, માટે સપરિવાર અહીંથી ચાલ્યો જા ત્યારે ગૌતમૠષિ એ ગૌહત્યાના પાપ-નિવારણનો ઉપાય પૂછતાં ૠષિઓએ જવાબ આપ્યો કે ગંગા નદી ને અહીં બોલાવીને તેમાં સ્નાન કરવું તેમજ ૧૧ વખત બ્રહ્મગિરિ પર્વતની પ્રદક્ષિણા કરીને જો પાર્થિવ શિવલિંગને એ ગંગાજળથી સ્નાન કરાવશો તો પાપશુદ્ધિ થશે આ પ્રમાણે ગૌતમ તથા અહલ્યાએ કર્યું.

આથી ભગવાન શંકર પ્રસન્ન થઈને પ્રકટ થયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે ૠષિએ તેમને પાપ મુકત કરવા કહ્યુ, આ પછી મહર્ષિ ગૌતમની ભકિતપૂર્ણ યાચનાથી બ્રહ્મગિરિના પર્વત ઉપરથી ગંગાજી નીચે ઊતર્યા અને ૠષિના આશ્રમ પાસે થઈને વહેવા લાગી, જયારે તેને કિનારે ભગવાન શંકર, બ્રહ્મા, વિષ્ણુ અને ઈન્દ્ભ એમ ચાર શિવલિંગોના બનેલા જયોર્તિલિંગ સ્વરૂપે શિવજી અહીં સ્થિત થયા.

અહીં આ ગંગા નદી ગૌતમીના નામથી પૂજાવા લાગી, એક વખત ઈન્દ્ર એ અહલ્યાના રૂપથી મોહિત થઈને તેને છેતરીને તેનો ઉપયોગ કર્યો, તેની સજારૂપે ભગવાન શંકરે જયોર્તિલિંગના સ્થાનમાંથી ઈન્દ્ભને કાઢી મૂકયા. તેથી ત્યા ખાડો રહ્યો, આમ ત્રણ લિંગનું બનેલુ આ જયોર્તિલિંગ ત્ર્યંબકેશ્વર કહેવાય છે.

નાસિક-ત્ર્યંબક અવિભાજય બની ગયેલા અંગ છે. ગોદાવરી નદીના તટે વસેલું નાસિક દક્ષિણનું બનારસ પણ કહેવાય છે. કારણ કે અહીં સંખ્યાબંધ મંદિરો છે. જોવાલાયક મંદિરોમાં સુંદરનારાયણ મંદિર, કાલારામ મંદિર, ગોરારામ મંદિર, મુકિતધામ, પંચવટી અને તપોવન મુખ્ય છે. દર બાર વર્ષે અહીં કુંભમેળો ભરાય છે.