ત્રણ મહિના માટેની ઉનાળુ નોકરી, આર્થિક સર્વે માટે એક લાખ લોકોની જરૂર.

આજના સમયમાં યુવાનો નોકરી માટે ઘણી હાડમારી ભોગવતા જોવા મળી રહ્યા છે, નાની એવી નોકરી માટે પણ લાખો યુવાનોની લાઈન લાગી જાય છે. હાલમાં જ એક નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે,

સર્વે માટે મોબાઈલ ફોન એપ્લીકેશનનો થશે ઉપયોગ

સર્વે માટે કુલ ૯ લાખ ગણતરી કરવા વાળાની જરૂરિયાત, ૮ લાખ ગણતરી કરવાવાળાને પસંદગીનું કામ પૂર્ણ

કોમન સર્વિસ સેન્ટરના બીએલર્ડની ઈચ્છા ધરાવનાર ઉમેદવાર સંપર્ક કરી શકે છે.

દેશનો ૭મો આર્થિક સર્વે ૧ જુનથી શરુ થવા જઈ રહ્યો છે. આ કામ માટે ૩ લાખ સુપરવાઈઝર અને ૯ લાખ ગણતરી કરવાવાળાની જરૂરિયાત છે. આ કામની જવાબદારી આઈટી વિભાગની આગેવાની હેઠળ કોમન સર્વિસ સેન્ટર (સીએફસી)ને સોપવામાં આવી છે. સીએસસીના સીઈઓ દિનેશ ત્યાગીએ મની ભાસ્કરે જણાવ્યું કે આર્થીક સર્વેનું કામ ત્રણ મહિના સુધી ચાલશે.

આ કામમાં સીએસસી માટે પહેલેથી કામ કરી રહેલા ૩ લાખ વિલેજ લેવલ ઈંટ્રેપ્રેન્ચોર (બીએલઈ) સુપરવાઈઝરની કામગીરી કરશે. અને ૯ લાખ ગણતરી કરવા વાળા તેમની દેખરેખમાં ઘરે ઘરે સર્વેનું કામ કરશે. તેમણે જણાવ્યું કે ૯ લાખ ગણતરી કરવાવાળામાંથી ૮ લાખ ગણતરી કરવા વાળાઓને ત્રણ મહિના માટે રાખી લીધા છે.

હજુ એક લાખ ગણતરી કરવા વાળા બીજા રાખવામાં આવશે. ત્યાગીએ જણાવ્યું કે જે કોઇ ઉમેદવાર આ કામ કરવા માંગે છે તે પોતાના વિસ્તારના બીએલઈનો સંપર્ક કરી શકે છે. આ કામ માટે બેઝીક શેક્ષણિક યોગ્યતાની જરૂર છે.

ત્યાગીએ જણાવ્યું કે ગણતરી કરવાવાળાને સર્વેના કામના આધારે મહેનતાણું આપવામાં આવશે. એક ઘરનો સર્વે કરવા ઉપર તેમને ૧૦ રૂપિયા મળશે. જો તે ઘર રહેણાંક સાથે ધંધાકીય પણ છે, તો ૧૬ રૂપિયા મળશે. એક ધંધાકીય એકમનો સર્વે કરવા ઉપર ૨૦ રૂપિયા મળશે. જાણકારોના જણાવ્યા મુજબ એક દિવસમાં સરળતાથી ૨૦-૨૫ એકમનો સર્વે કરી શકાય છે.

સર્વે માટે મોબાઈલ ફોન એપ્લીકેશનનો થશે ઉપયોગ :-

સર્વેનું કામ મોબાઈલ એપ્લીકેશન દ્વારા કરવામાં આવશે. જેથી સર્વેની યાદી કરવા અને ચોક્કસ સમયમર્યાદાની અંદર સચોટ પરિણામ મેળવી શકાય. મોબાઈલ એપ્લીકેશનમાં જ સર્વે સાથે જોડાયેલા ઘણા પ્રકારના પ્રશ્નો હશે. ત્યાગીએ જણાવ્યું કે સુપરવાઈઝર અને કામ માટે તૈયાર થયેલા ગણતરી કરવાવાળાની તાલીમ શરુ થઇ ગઈ છે.

તેમણે જણાવ્યું કે ૧૨ લાખ લોકોને તાલીમબદ્ધ કરવાનું કામ શરુ થઇ ગયું છે અને તાલીમનું કામ આ મહિનામાં પૂર્ણ થઇ જશે. સર્વે હેઠળ તમામ પ્રકારના બિજનેશને જોડવામાં આવ્યા છે. જેથી જુદા જુદા ક્ષેત્રોનું સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઇ શકે. સરકાર જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરવા વાળા કારીગરોનો પણ સર્વે અને રજીસ્ટ્રેશન કરવા જઈ રહી છે. જેથી તેના આધારે એક યુનિક નંબર આપી શકાય. આ નંબર દ્વારા તે સરકાર મળતી સુવિધાઓનો લાભ મેળવી શકે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.