ત્રણ પૂતળાની મદદથી રમકડાંવાળાએ રાજાને આપી મોટી શીખ, જણાવ્યું કેવા લોકો હોય છે અનમોલ.

રાજા અને રમકડાંવાળાની આ સ્ટોરી પરથી જાણો જીવનમાં કોને પોતાના ખાસ બનાવવા અને કેવા લોકોથી રહેવું દૂર. એક રાજા પાસે ઘણા જ બુદ્ધિશાળી મંત્રી હતા. આ મંત્રીઓ પાસે રાજાની દરેક સમસ્યાનો ઉકેલ થઇ જતો હતો. મંત્રીને રાજમહેલના બીજા લોકો પસંદ કરતા નહોતા. કેમ કે રાજા મંત્રી ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરતા હતા. એક વખત રાજાના બીજા મંત્રીઓએ બુદ્ધિશાળી મંત્રીને પાઠ ભણાવવાની યોજના બનાવી દીધી. રાજમહેલના બીજા મંત્રીઓએ વિચાર્યું કે આ વખતે તો બુદ્ધિશાળી મંત્રીને રાજા સામે મુર્ખ સાબિત કરીને બતાવી દઈએ. એમ કરવાથી રાજાના મનમાંથી બુદ્ધિશાળી મંત્રીની હવા ઉતરી જશે અને તે લોકો રાજાની નજીક આવી જશે.

બુદ્ધિશાળી મંત્રી માટે આ બધાએ એક ષડ્યંત્ર રચ્યું. જેમાં તેમણે એક રમકડા વાળાને રાજા પાસે મોકલ્યો. રમકડા વાળાએ રાજમહેલમાં બોલાવીને આ મંત્રીઓએ રાજાને કહ્યું કે આની પાસે ખુબ જ સુદંર પુતળા છે. જે તમને પસંદ આવશે. તમે આ પુતળા ખરીદીને તમારા પુત્રને આપી દો. રાજકુમાર ખુશ થઇ જશે. રાજાએ મંત્રીની વાત માનીને રમકડા વાળાને પુતળા દેખાડવાનો આદેશ આપ્યો.

રમકડા વાળાએ રાજાને કહ્યું કે મારી પાસે ત્રણ પ્રકારના પુતળા છે. તમે તેમાંથી ક્યા પુતળા લેવા માગો છો. રાજાએ રમકડા વાળાને કહ્યું કે તું મને ત્રણે પુતળા દેખાડ. આ પુતળા માંથી જે મને ગમશે તે હું ખરીદી લઈશ. રમકડા વાળાએ રાજા સામે ત્રણે પુતળા મૂકી દીધા. રમકડાવાળાએ રાજાને કહ્યું, પહેલા પુતળાની કિંમત એક લાખ સોનામોહર છે. બીજા પુતળાની તમારે એક હજાર સોનામોહર આપવી પડશે. જયારે ત્રીજાની કિંમત એક સોના મોહર છે.

એ વાત સાંભળીને રાજા ચક્તિ થઇ ગયા અને તેમણે રમકડા વાળાને કહ્યું, આ પુતળાની કિંમતોમાં આટલું બધું અંતર કેમ છે. આ ત્રણે પુતળા દેખાવમાં એક જેવા છે. આ ત્રણેની કિંમત એક જેવી હોવી જોઈએ. રમકડા વાળાએ રાજાને કહ્યું આ ત્રણ પુતળાની એક ખાસિયત છે. જેના વિષે જો તમે મને કહી બતાવો તો હું તમને આ ત્રણે પુતળા મફતમાં આપી દઈશ.

રમકડા વાળાની વાત સાંભળીને રાજાએ સારી રીતે પુતળા જોયા. રાજાને તેમાં કોઈ ફરક ન સમજાયો. વિચારમાં પડ્યા પછી રાજાએ તરત તેના બુદ્ધિશાળી મંત્રીને રાજમહેલમાં બોલાવવાનું કહ્યું. રાજમહેલમાં રહેલા મંત્રી ખુશ થઇ ગયા. તેમને લાગ્યું કે બુદ્ધિશાળી મંત્રી રાજાને આ પુતળામા શું અંતર છે તે નહિ જણાવી શકે. તેથી રાજા તેને મહેલ માંથી કાઢી મુકશે.

demo pic source google

રાજાના આદેશ ઉપર બુદ્ધિશાળી મંત્રી દરબારમાં આવે છે. રાજા તેને બધી વાત જણાવે છે. સંપૂર્ણ વાત સાંભળ્યા પછી બુદ્ધિશાળી મંત્રી એક એક કરીને પુતળા જોયા. પછી દરેક પૂતળાના કાનમાં એક તણખલુ નાખે છે. પહેલા પુતળાના કાનમાં એક તણખલુ નાખવાથી તે સીધું પેટમાં જતું રહે છે. થોડા સમય પછી તેના હોઠ હલવા લાગી જાય છે અને બંધ થઇ જાય છે. બીજા પુતળાના કાનમાં તણખલુ નાખવાથી કાન માંથી બહાર નીકળી આવે છે. ત્રીજા પુતળાના કાનમાં તણખલુ નાખવાથી તેનું મોઢું ખુલી જાય છે અને તે જોર જોરથી હલવા લાગી જાય છે.

બુદ્ધી શાળી રાજાને જવાબ આપતા કહે છે, મહારાજ આ રમકડા વાળાએ આ પુતળાના ભાવ એકદમ યોગ્ય લગાવ્યા છે. ભલે આ પુતળા દેખાવમાં એક જેવા હોય. પરંતુ તેનામાં મોટું અંતર છે. રાજા બુદ્ધિશાળી મંત્રીને અંતર પૂછ્યું તો તેમણે જણાવ્યું કે પુતળા આપણેને ઘણો મોટો બોધ આપી રહ્યા છે. પહેલું પુતળું એ લોકો જેવું છે, જે બીજાની વાત સાંભળીને સમજે છે, તેનું સત્ય જાણે છે, ત્યાર પછી જ કાંઈક બોલે છે. તે લોકો આંખ બંધ કરીને કોઈની વાત ઉપર વિશ્વાસ નથી કરતા. એવા લોકો અણમોલ હોય છે. એટલા માટે આ પુતળાની કિંમત વધુ રાખવામાં આવી છે.

બીજા પુતળા તે લોકો માંથી છે, જે એક કાનથી વાત સાંભળે છે અને બીજા કાનથી કાઢી નાખે છે. ત્રીજું પુતળું તે લોકો જેવું છે, જે કોઈ પણ વાતનું સત્ય જાણ્યા વગર જ પરિણામ ઉપર પહોચી જાય છે. એવા લોકોના પેટમાં કોઈ પણ વાત ટકતી નથી. બુદ્ધિશાળી મંત્રીની એ વાત સાંભળતા જ રમકડા વાળો ખુશ થઇ ગયો અને તેને મફતમાં જ રાજાને ત્રણે પુતળા આપી દીધા. બુદ્ધિશાળી મંત્રીએ આ રીતે બીજા મંત્રીઓની યોજના નિષ્ફળ બનાવી દીધી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.