વિશ્વાસ નહિ થાય, પણ iPhone ની કિંમત કરતા ઘણું સસ્તુ છે આ 21 દેશોમાં ફરવું

iPhone લેતા પહેલા એક વખત આ ફોરેન લોકેશન વિષે જાણી લો. કેમ કે iPhone ની કિંમતથી પણ ઓછી છે આ ફોરેન લોકેશન ઉપર જવાની કિંમત. ખાસ કરીને ૫૦ હજારમાં તમે ફરી શકો છો તમારા મનપસંદ સ્થળે. વિશ્વાસ નથી આવતો તો, જોઈ લો.

૧. થાઈલેન્ડ :

નાઈટ લાઈફ સારી લાગે છે, તો માત્ર ૩૫ હજાર રૂપિયામાં તમે અહિયાં ૬ દિવસ પસાર કરી શકો છો. તેની સાથે જ પટાયા અને બેંકોકની નાઈટ લાઈફને પણ એન્જોય કરી શકો છો. અને હા થાઈલેન્ડ કોરલ આઈલેન્ડ એકદમથી મિસ ન કરશો. અહીની હોટલ્સનું ભોજન તો કરશો જ, પણ થાઈલેન્ડનું સ્ટ્રીટ ફૂડ પણ એક વખત જરૂર ટ્રાઈ કરી લો.

૨. સિંગાપુર :

માત્ર ૪૨ હજારમાં તમે સિંગાપુરની ૪ દિવસની ટ્રીપ પ્લાન કરી શકો છો. અહિયાં ઘણા ફૂડ સેન્ટર્સ છે, જેવા કે ચાઇનાટાઉન ફૂડ સેન્ટર, મેક્સવેલ ફૂડ સેન્ટર અને હોકર સેન્ટર્સ. અહિયાં તમે સ્વાદિષ્ટ ખાવાનું ટ્રાઈ કરી શકો છો. તે ઉપરાંત અહિયાં સિંગાપુર ક્રુઝ, નેશનલ મ્યુઝીયમ ઓફ સિંગાપુર અને શોપિંગ માટે Orchad Road અને Dhoby Ghaut જઈ શકો છો. સાથે જ અંડરવોટર વર્લ્ડ અને ડોલ્ફિન લગુન પણ જઈ શકો છો.

૩. વિયતનામ :

૬ દિવસ વિયતનામમાં તમારી ફેમીલી કે મિત્રો સાથે પસાર કરીને આવો. તે પણ માત્ર ૪૦ હજાર રૂપિયામાં. સાથે જ અહિયાંની પારંપરિક વાનગીઓનો પણ સ્વાદ ચાખો.

૪. શ્રીલંકા :

જો સપનું છે શ્રીલંકા જવાનું, તો હવે તેને હકીકતમાં બદલવાનો સમય આવી ગયો છે. તમે ૩૫ હજારમાં ૫ દિવસ માટે શ્રીલંકા જઈ શકો છો. જો તમે રામાયણ કાળને જીવવા માંગો છો, તો એક વખત અહિયાં સીતા એલીયા ગાર્ડન જરૂર જશો. સાથે જ ફરવા માટે કોલંબો અને કેન્ડી પણ જઈ શકો છો. માત્ર ફરવામાં ન રહેતા ત્યાંના ટેસ્ટી ભોજનનો સ્વાદ પણ ચાખજો.

૫. ઇન્ડોનેશિયા :

ઘણી વખત લોકોને કહેતા સાંભળ્યા હશે કે ઇન્ડોનેશિયા જવું છે. તો હવે એક કામ કરો તેની સાથે તમે પણ તમારી ઇન્ડોનેશિયાની ટ્રીપ પ્લાન કરી લો. ગભરાશો નહિ આ ટ્રીપ એકદમ તમારા બજેટમાં જ છે. માત્ર ૪૫ હજાર રૂપિયા માં. હવે જલ્દી રજા લઇ લો અને બાલી, જાવા, યોગ્યકર્તા, જકાર્તા અને સુમાત્રા જાવ અને તમારા જુના ફેસબુક ફોટાને બદલી નાખો.

૬. નેપાળ :

માત્ર ૨૫ હજાર રૂપિયામાં ૭ દિવસ માટે નેપાળ જઈ શકો છો. આ બજેટમાં તમે ઇઝારયલી બેસ્ડ રેસ્ટોરન્ટના ખાવાનો આનંદ માણી શકો છો. તે ઉપરાંત નગરકોટ, કાઠમંડુ, ભક્તપુર અને પોખરા જઈ શકો છો. અહિયાં ઘણી એડવેંચરેસ વસ્તુ કરી શકો છો.

૭. ભૂતાન :

ભૂતાન પોતાની સુંદરતા માટે દુનિયાભરમાં ફેમસ છે. તમે માત્ર ૩૫ હજારમાં અહિયાં ૬ દિવસ પસાર કરી શકો છો, અને આ ૬ દિવસોમાં તમે પારો નામની જગ્યા જ્યાં સોનમ ટ્રોફેલ રેસ્ટોરન્ટ છે, એમાં ૭ પ્રકારના પકવાન ટ્રાઈ કરી શકો છો. તે ઉપરાંત પારો, થીમ્પુ, પુનાખા અને હા ઘાટી જઈ શકો છો. ભૂતાનનું મુખ્ય આકર્ષણ મઠ, મંદિર, ફાર્મહાઉસ, રાષ્ટ્રીય સ્મારક ચોરન, તાકીન પ્રાણી સંગ્રહાલય અને લોક વિરાસત સંગ્રહાલય છે, એ જગ્યા ઉપર જરૂર જાવ.

૮. મલેશિયા :

૪૦ હજારમાં ૪ દિવસ રહેવાની સાથે સાથે કુઆલાલમ્પુરની ફેમસ ડીશ નસી કંદરનો સ્વાદ લઇ શકો છો. તેના માટે તમે મલેશિયાના સરવન ભવન અને તમન પેરામાઉંટ નાઈટ માર્કેટ જઈ શકો છો. તે ઉપરાંત કુઆલાલમ્પુર, સરવાક, પંગકોર અને રેડંગ ફરવા માટે જાવ.

૯. હોગ-કોંગ :

આમ તો હોંગ-કોંગ મોંઘો દેશ છે. પરંતુ એક વ્યક્તિ ૪૦ હજાર રૂપિયામાં આરામથી અહિયાં ફરી શકે છે. આ બજેટમાં અહિયાં ફરવાની સાથે સાથે તમે ખાવા માટે સ્ટ્રીટ ફૂડ ટ્રાઈ કરી શકો છો. ફરવા માટે અહિયાં પ્રસિદ્ધ ડ્રેગન બેસ ટ્રેલ, એવેન્યુ ઓફ સ્ટાર્સ, હોગ-કોંગ મ્યુઝીયમ ઓફ આર્ટ જઈ શકો છો.

૧૦. મ્યાનમાર :

દોડધામ ભરેલા જીવનમાંથી બ્રેક લેવા માંગો છો, તો માત્ર ૩૫ હજાર રૂપિયા ખર્ચ કરીને મ્યાનમારની પાંચ દિવસની ટ્રીપ પ્લાન કરી શકો છો. અહિયાં ખાવાનું એટલું મોંઘુ નથી. તે ઉપરાંત ત્યાંના તળાવ કે બોટનો આનંદ લઇ શકો છો. યાંગુનના શ્વેડેગન પેગોડા (Shwedagon Pagoda) નો અનુભવ કરી શકો છો, અને બગીચા કે ઘણા મંદિરોમાં જઈ શકો છો.

૧૧. કેન્યા :

બજેટ વધુ નથી અને કોઈ સારું સ્થળ શોધી રહ્યા છો, તો એક વખત કેન્યા જરૂર જાવ. અહિયાં તમને ફરતી વખતે ભૂખ લાગે તો એકદમ ઘર જેવું ખાવાનું પણ મળી જશે. સાથે જ કેન્યામાં સફારી માટે મુખ્ય વન્યજીવ રીઝર્વ મસાઈ મારા છે. તમે મસાઈ મારા, લેક નકુર અને નેરોબી જઈ શકો છો.

૧૨. ઇજીપ્ત :

૪૦ હજારમાં તમે એક અઠવાડિયું ઇજીપ્તમાં ફરી શકો છો. ઇજીપ્તના રેસ્ટોરન્ટ ઘણા જ સ્વચ્છ છે. અહિયાં તમે ગીઝાના પીરામીડ, અલેક્ઝાન્ડર, અસવાન, લાલ સાગર અને સિનાઈ જઈ શકો છો.

૧૩. કતર :

દરરોજ ૯ થી ૫ જોબથી કંટાળી ગયા છો, તો આજે જ રજાની અરજી કરો અને કતર જાવ. અહિયાં તમે ૯ થી ૧૦ હજાર રૂપિયામાં સારી રહેવાની વ્યવસ્થા કરી શકો છો. તે ઉપરાંત દોહા, ઢાલ અલ મિસફિર, ખોર અલ અડીદ નેચરલ રીઝર્વ અને જુબેર કિલ્લો જઈ શકો છો. સાથે જ હેલીકોપ્ટરની સવારી, સમુદ્ર કાંઠો, ટીબ્બાની સવારી અને ઊંટની સવારીનો અનુભવ પણ લઇ શકો છો.

૧૪. યુનાઈટેડ અરબ સ્ટેટ્સ :

આ દેશમાં ૫૦ હજાર રૂપિયામાં ૬ દિવસ આરામથી પસાર કરી શકો છો. મગજને શાંત કરવા માટે રાત્રે દુબઈ મરીના અને બુર્જ ખલીફાના ઉત્તમ દ્રશ્યોનો આનંદ ઉઠાવવા સાથે જ અલ-સત્વ અને જરીનમાં રાવી જેવા રેસ્ટોરન્ટનું સ્વાદિષ્ટ ખાવાનું પણ જરૂર ખાવ. બધું જ તમારા બજેટમાં જ રહેશે.

૧૫. કંબોડિયા :

૪૫ હજારમાં એક અઠવાડિયુ અહિયાં રહી શકો છો. સાથે જ અહિયાંના કંબોડિયા ભોજન પણ તમારા બજેટમાં રહેશે. તે ઉપરાંત ફરવા માટે સીમ રીપ, નોમ પેન્હ, ઓટ્સ બીચ અને કમ્પોટ જાવ.

૧૬. તુર્કી :

૫૦ હજાર રૂપિયામાં પાંચ દિવસની એક ટ્રીપ બનાવી શકો છો. જો તમે ઓછા બજેટમાં સારું ખાવાનું ખાવા માંગો છો, તો અહિયાંનું સ્થાનિક ખાવાનું સ્વાદિષ્ટ ડ્યુરમ સેન્ડવીચ ખાઈ શકો છો. તે ઉપરાંત ફરવા માટે બેયોગ્લુ અને બોસ્ફોરસ શહેર જાવ.

૧૭. ચીન :

તેની કળા-સંસ્કૃતિ અને ટેકનીક માટે ચીન ઘણું ફેમસ છે. તેની સુંદરતા અને ટેકનીકને નજીકથી અનુભવવા માંગો છો, તો આગળની લોકેશન ચીનના નામે, તે પણ માત્ર ૪૦ હજાર રૂપિયામાં. આ બજેટમાં તમે પાંચ દિવસ અહિયાં પસાર કરી શકો છો. આ દેશની સંસ્કૃતિને જાણવી છે તો બીજિંગની મહાન દીવાલ અને શિઆનની ટેરાકોટા વારીયર્સ જરૂર જાવ. તેની સાથે જ ચીનની સ્વાદિષ્ટ વાનગીનો સ્વાદ જરૂર લેજો.

૧૮. તાઈવાન :

માત્ર ૪૦ હજાર રૂપિયામાં ૫ દિવસ તાઈવાનમાં રહી શકાય છે. અહિયાં રાત્રે જોવા મળતા સ્ટ્રીટ ફૂડ રસ્તા અને ઘણા સારા હોય છે. તેની સાથે જ ફરવા માટે દક્ષીણમાં તાઈવાન અને કાઉશુંગના ઉત્તરમાં તાઈપે જઈ શકો છો.

૧૯. લેબનાન :

૪૫ હજાર રૂપિયામાં પાંચ દિવસ લેબનાનમાં પસાર કરવાની સાથે સાથે અહિયાં આવેલા મહત્વના વિશ્વ વિખ્યાત સ્થળો ઉપર જઈ શકો છો. તેની સાથે જ ત્રિપોલી, બેટ્રોન (Batroun) અને ડિર એક કમર પણ જઈ શકો છો.

૨૦. ઓમાન :

તમારા આ બજેટમાં ઓમાન પણ છે. ત્યાં મસ્કટ, મુત્તર, પશ્ચિમી હજાર અને મિસ્ફટ અલ એબ્રેઈન (Misfat Al Abreyeen) જાવ.

૨૧. સાઉથ કોરિયા :

iPhone લેવાથી સારું સાઉથ કોરિયા જતા રહો. ઓછામાં ઓછું થોડી મીઠી યાદો તો એકઠી થઇ જશે. ત્યાં જાવ તો ત્યાં કોચીન ટોકાત્સુ નામનું છે એક રેસ્ટોરન્ટ છે તેનું ખાવાનું જરૂર ટ્રાય કરો.

હવે આગળની રજાઓ ક્યાં પસાર કરવાવા જેવી છે તે તો અમે જણાવી દીધું, બસ તમારે વેકેશન પ્લાન કરવાનું છે.