ટ્રેકટર પર આખી દિલ્હીમાં ફેરવવામાં આવી હતી પહેલી પરેડ. 99% લોકો નહી જાણતા હોય.

1950 માં જયારે ભારત ગણરાજ્ય ઘોષિત કરવામાં આવ્યું તો પ્રજાસત્તાક દિવસની પહેલી પરેડ નીકાળવામાં આવી. આ પરેડમાં સશસ્ત્ર બળની સાથે ત્રણ હજાર જવાન અને સો લડાકુ વિમાનનો સમાવેશ કરવામાં આવ્યા હતા. જાણો કેવી હતી પહેલી પરેડ? અને દશક પછી દશક તેમાં શું બદલાવ થયો તે જાણો.

આઝાદી પછી તત્કાલીન ગવર્નર સી.રાજગોપાલાચારીએ 26 જાન્યુઆરી 1950ની સવારે 10 વાગ્યેને 18 મિનિટ પર ભારતને ગણરાજ્ય (પ્રજાસત્તાક) ઘોષિત કર્યું. છ મિનિટની અંદર જ ડો. રાજેન્દ્ર પ્રસાદે પહેલી રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધી. પ્રજાસત્તાક દિવસ સમારોહ પહેલાથી જ નક્કી હતું. બોપોરે 2 વાગ્યાને 30 મિનિટ પર રાજેન્દ્ર પ્રસાદ બગ્ઘી(કોચ) માં સવાર થઈને ગવર્મેન્ટ હાઉસ (રાષ્ટ્રપતિ ભવન) થી નીકળ્યા. કનોટ પ્લેસ જેવા નઈ દિલ્હીના વિસ્તારનો ચક્કર લગાવતા 3 વાગ્યાને 45 મિનિટ પર જુના કિલ્લાની પાસે સ્થિત નેશનલ સ્ટેડિયમ પહુંચ્યા.

નેશનલ સ્ટેડિયમ ત્યારે ઇરવિન સ્ટેડિયમ કહેવાતું હતું. રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ જે શાહી બગ્ઘી(કોચ) સવાર થયા હતા, તે સમયે તે 35 વર્ષ જૂની હતી. 6 ઓસ્ટ્રેલિયાઈ ઘોડાઓ તેમની બગ્ઘીને ખેંચી રહ્યા હતા. પરેડ સ્થળ પર રાષ્ટ્રપતિને સાંજના સમયે 31 તોપોની સલામી આપવામાં આવી હતી. 1950માં થયેલ આ પહેલી પરેડમાં સરકારે જનતાને પણ શામિલ કરી હતી.

તે દરમિયાન જાણતા આશા કરી રહી હતી કે રાજા અને રજવાડોની શાહી શાન પરેડમાં દેખાઈ આવશે. આ જ કારણે સરકારે કેટલાક વર્ષોમાં આની રૂપરેખા બદલી નાખી અને હાથી-ઘોડો, ઊંટ અને સેનાની શક્તિ દેખાવવા લાગી. પહેલી પરેડ દિલ્હીના પ્રમુખ વિસ્તારોથી થઈને નેશનલ સ્ટેડિયમ પહુંચી હતી. ઘણા વર્ષો સુધી આની જગ્યા અને રૂટ નક્કી કરવામાં આવ્યા નહિ. પરિણામ એ રહ્યું કે આ અલગ-અલગ જગ્યાઓથી થઈને નીકળી.

1950 થી 1954 સુધી પરેડ ઇરવિન સ્ટેડિયમ, કિંગ્સવે (રાજપથ), લાલકિલ્લા અને રામલીલા મેદાન પર થતી હતી. 1955 થી નક્કી થયું કે પરેડ રાજપથથી નીકળશે અને લાલકિલ્લા સુધી જશે. પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિને બોલાવવાની પરંપરા પહેલી પરેડથી જ હતી. ભારત સરકાર અતિથિ તરીકે કોઈ દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ કે શાસકને આમંત્રિત કરે છે. 1956 થી રેડિયો પર 14 ભાષાઓના રચનાકારોનું કવિ સંમેલન પ્રસારિત કરવામાં આવવા લાગ્યું.

કવિ સંમેલનમાં મૈથિલીશરણ ગુપ્ત, સુમિત્રાનંદન પંત, મહાદેવી વર્મા, સૂર્યકાંત ત્રિપાઠી નિરાલા, રામધારી સિંહ દિનકર, હરિવંશ રાય બચ્ચન, ફિરાક ગોરખપુરી અને સાહિર લુધિયાનવી જેવા દિગ્ગજોની રચનાઓ સાંભળવામાં આવી. 1962 માં ભારત-ચીન જંગ પછી પરેડમાં સેનાની ટુકડીઓની સંખ્યા ઓછી કરવામાં આવી.

એકતાની મિસાલ પેશ કરવા માટે પંડિત નેહરુએ સાંસદોનો એક દળની સાથે પરેડનું નેતૃત્વ કર્યું. આગળ નહેરુ, તેમની પાછળ મંત્રીમંડળના સભ્યો, સંસદ અને રેલીઓ હતી. તે જ વર્ષ લતા મંગેશકરે “એ મેરે વતન કે લોકો” ગીત ગાયું હતું. લતા અને દિલીપ કુમારના કાર્યક્રમ કરી પ્રધાનમંત્રી રાહત કોષ માટે પૈસા ભેગા કરતા હતા. આ ગીતે જવાનોની સાથે પુરા દેશવાસીઓમાં દેશની રક્ષા માટે જોશ ભરવાનું કામ કર્યું હતું.

ધીરે-ધીરે પરેડમાં સિપાઇઓની ટુકડી વધતી ગઈ. 1962 થી પરેડ જોવા માટે 50 પૈસા, 3 રૂપિયા અને 5 રૂપિયાની ટિકિટ નક્કી કરવામાં આવી. સાથે જ હાથીઓ પર બાળકોને બેસાડવાની શરૂઆત થઇ. ચીન યુદ્ધના 7 વર્ષ પછી 1969 માં થયેલ પરેડમાં વાયુસેનાના 164 વિમાનોની ફ્લાઈ પાસ્ટમાં હિસ્સો લીધો હતો.

પહેલી વાર મિગ 21 શ્રેણીનો લડાકુ વિમાન પરેડમાં જોડાયો હતો. પણ આવનારા વર્ષોમાં વિમાનોની સંખ્યા ઓછી કરી દીધી. હથિયારોને પણ રાજપથ પર લાવવાની પરંપરા પૂર્ણ થઇ ગઈ. 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ પછી પ્રજાસત્તાક દિવસ સમારોહની સુરક્ષાને લઈને ઘણા બદલાવ કરવામાં આવ્યા. 1973 ના સમારોહથી તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ પર જઈને શ્રદ્ધાંજલિ આપવાની પરંપરા શરુ કરી હતી.

ત્યારથી આ પરંપરા છે કે પરેડની શરૂઆતના પહેલા દરેક પ્રધાનમંત્રી અમર જવાન જ્યોતિ પર જાય છે. 80 ના દશકથી ભારત આતંકવાદી અને ઉગ્રવાદનો શિકાર થતો રહ્યો. આ કારણે પરેડમાં લોકોની સંખ્યા સીમિત રાખવાની વ્યવસ્થા કરવામાં આવી. સુરક્ષા વર્ષોને વર્ષો કડક થવા લાગી.

80 ના દશકમાં થયેલ પ્રજાસત્તાક દિવસ પરેડમાં જોડાનારા અતિથિઓમાં લૈટિન અમેરિકી અને પશ્ચિમ યુરોપના નેતાને આમંત્રિત કરવામાં આવ્યું. 1982 માં પહેલી વાર પ્રજાસત્તાક દિવસ રંગીન વિડિઓ રિકોડિંગ થઇ હતી. 26 જાન્યુઆરી 1988 ના રોજ પરેડમાં પહેલી વખત બોફોર્સ તોપને શામિલ કરવામાં આવ્યું હતું. 1996માં થયેલ 47માં પરેડમાં પહેલી વખત પૃથ્વી મિસાઈલને પરેડમાં લાવવામાં આવી હતી.

90ના દશકની પરેડમાં નીકળવા વાળા ઝાકીયો(ફ્લોટ્સ)માં મોટું પરિવર્તન લઈને આવ્યું. ખાસ કરીને દિલ્હીની ઝાકીયો (ફ્લોટ્સ)માં. આમાં ગંગા-જમના સંસ્કૃતિ, ભારતીય મેળો, ત્યોહાર, વિરાસત (વારસો) અને શિક્ષાની થીમને લેવામાં આવવા લાગી. 2000માં વરસાદના ટીપાઓની વચ્ચે પ્રજાસત્તાક દિવસ પરેડની ગોલ્ડન એનિવર્સીરી સેલિબ્રેટ કરવામાં આવી. કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યા પછી રેલીઓમાં વીરોને શૌર્ય ગાથા પેશ કરવામાં આવી

યુદ્ધમાં મુખ્ય ભૂમિકા ભજવવા વાળા MI-8s હેલીકૉપટર ફૂલોનો વરસાદ કરતા જાય છે. આમાં ભારતીય તિરંગા સાથે આર્મી, નેવી અને ઍરફોર્સના ધ્વજ લહેરાવવામાં આવે છે. 2004 માં થયેલ પરેડમાં સફેદ, લીલા અને કેસરિયા રંગના ફુગ્ગાની સાથે ધ્વજ છોડવામાં આવ્યું હતું. ફુગ્ગા સાથે હોવાના કારણે ધ્વજ હવામાં લહેરાવવા લાગ્યું હતું. વર્ષોને વર્ષો પરેડની ભવ્યતા વધતી ગઈ. એક આંકડા મુજબ 2001 થી 2014 વચ્ચે થયેલ પરેડમાં 54.51 ટકા વધારો થયો છે.