શું તમે જાણો છો જયારે ટ્રેન ત્રણ હોર્ન વગાડે છે તો, તેનો શું અર્થ થાય છે? કારણ કરી દેશે ચકિત.

ટ્રૈનની લાંબી મુસાફરી હોય અને અને આપણી પોતાની કન્ફર્મ સીટ હોય તો મુસાફરીની મજા જ કંઈક અલગ જ હોય છે. ભાગ્યેજ કોઈ એવી વ્યક્તિ હશે જેમને ટ્રૈનની મુસાફરી ગમતી નહી હોય. ટ્રૈનની મુસાફરીનો પોતાનો એક પ્રકારનો જુદો જ આનંદ હોય છે. આમ તો ઘણા લોકોને આ મજાની ખબર નથી હોતી. ભારતમાં દુનિયાનું સૌથી મોટું ટ્રૈનનું નેટવર્ક છે. ભારતની અડધાથી વધુ વસ્તી ટ્રૈનમાં મુસાફરી કરે છે.

કોઈપણ વાહનમાં હોર્નનું કામ અવાજ કરવાનું નહિ પણ સમજાવવા માટેનું હોય છે. ખાલી ખાલી હોર્ન નથી વગાડાતો. ટ્રેનમાં બ્રેક ફેલ કે કોઈ અન્ય ખામી હોય તો કઈ રીતનાં હોર્ન વગાડાય છે. ગાડી ધોવા મોકલવા કયા પ્રકારનો હોર્ન વગાડાય છે. આ અલગ અલગ જાતનાં હોર્ન પરથી તમે પણ ટ્રેનની મુશ્કેલીમાં અપાતા સંદેશને ઓળખી શકશો.

ટ્રૈન દ્વારા મુસાફરી કરવા વાળા અને ટ્રૈનને જતી જોવાવાળા લોકોએ ટ્રૈનનો હોર્ન તો સાંભળ્યો જ હશે. પણ ઘણા ઓછા લોકો છે જે ટ્રૈનના હોર્ન ઉપર ઊંડાણ પૂર્વક વિચારે છે. શું તમે ક્યારેય એ વાત ઉપર ધ્યાન આપ્યું છે કે ટ્રૈનના હોર્ન આપવાનો અર્થ શું છે? ઘણી વખત ટ્રૈન બે વખત, ત્રણ વખત અને ચાર વખત સતત હોર્ન વગાડે છે, તમે તેના વિષે વિચાર્યું છે કે આવું કેમ થાય છે? તમને જાણીને ખુબ નવાઈ થશે કે ટ્રૈનના દરેક હોર્નનો એક અર્થ હોય છે. ટ્રૈનના ડ્રાઈવર હોર્નની મદદથી એક મેસેજ કમ્યુનિકેટ કરે છે.

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ટ્રૈનના ક્યાં હોર્નનો શું અર્થ થાય છે? તેનાથી તમે હોર્ન વિષે સંપૂર્ણ રીતે માહિતગાર થઇ જશો અને તમે ભવિષ્યમાં સમજી શકશો કે ટ્રૈનના ડ્રાઈવર શું સંદેશ આપવા માંગે છે. તેનાથી તમે પોતે તો જાણી જ જશો સાથે જ પોતાની આજુ બાજુના લોકોને પણ ટ્રૈનના હોર્નના અર્થ વિષે જણાવી શકશો.

જાણો ટ્રૈનના હોર્નનો અર્થ :

જયારે કોઈ ટ્રૈન નાનો હોર્ન વગાડી રહેલ છે તો સમજી લેવું કે તે ટ્રૈનને ધોવા કે સફાઈ માટે યાર્ડમાં લાવવામાં આવી રહી છે. યાર્ડમાં જ ટ્રૈનને આગળની ટ્રીપ માટે તૈયાર કરવામાં આવે છે. જયારે કોઈ ટ્રૈનનો ડ્રાઈવર બે નાના નાના હોર્ન વગાડે છે તો તેનો અર્થ છે તે ટ્રૈન ચાલુ કરવાનો સિગ્નલ આપી રહ્યો ત્યારબાદ ગાર્ડ જાગૃત થઇ જાય છે.

આ હોર્નનો અર્થ બીજા બધા હોર્નથી એકદમ જુદો હોય છે. ટ્રૈનનો ડ્રાઈવર આ હોર્નનો ઉપયોગ ભાગ્યેજ કરતા હશે. પણ જયારે કરે છે તો ખુબ મોટી મુશ્કેલી આવી હોય છે. હા ત્રણ હોર્નનો અર્થ થાય છે કે ટ્રૈનનો ડ્રાઈવર ટ્રૈન ઉપરનો કાબુ ગુમાવી ચૂકેલ છે. હવે ટ્રૈન તેના કાબુમાં નથી. તેનાથી ટ્રૈન ઘણી વખત અકસ્માતનો ભોગ બની જાય છે. આવી સ્થિતિમાં તરત જ વેક્યુમ બ્રેકનો ઉપયોગ કરવાનો હોય છે.

જ્યાર કોઈ ટ્રૈનનો ડ્રાઈવર ચાર નાના નાના હોર્ન વગાડી રહેલ છે, તો સમજી લો કે ટ્રૈનમાં કોઈ ટેકનીકલી તકલીફ છે અને ટ્રૈન આગળ નહી જઈ શકે.

જ્યારે કોઈ ટ્રૈન ડ્રાઈવર એક લાંબો અને નાનો હોર્ન વગાડે છે તો તેનો અર્થ તે થાય છે કે તે ગાર્ડને બ્રેક પાઈપ સીસ્ટમ તૈયાર કરવાનો સિગ્નલ આપી રહેલ છે. તે એન્જીન ચાલુ થવાથી જ તરત પહેલા કરવામાં આવે છે.