ટ્રેનમાં સાસુને બેસાડીને ઘરે આવ્યો જમાઈ, આવતા જ પત્નીને જણાવ્યું એવું કે પત્નીના હોશ ઉડી ગયા.

ટ્રેનમાં સાસુને બેસાડીને ઘરે પાછો ફર્યો જમાઈ, આવતા જ પત્નીને કહ્યું, સામાન બાંધો આપણે જવાનું છે. પત્ની એ એમ જ કર્યું : તેને થયું કે કોઈ જરૂરી કામ હશે, પરંતુ જયારે પતિ એ પોતે જણાવ્યું સત્ય તો રડતા રડતા કહ્યું મને પાછી લઈ જાવ

જમાઈ એ કહ્યું – ૬ વખત કર્યા ઘા, ત્યારે મળી શાંતિ

અમદાવાદ (ગુજરાત) સુરતમાં એક વ્યક્તિએ પોતાની સાસુની હત્યા માત્ર એટલા માટે કરી દીધી કેમ કે તે કોઈપણ દિવસે ઝગડો જ કર્યા કરતી હતી. આરોપીએ સાસુને ટ્રેનમાં બેસાડી અને શાકભાજી કાપવા વાળા ચપ્પુથી તેની ઉપર છ ઘા કર્યા. તેનાથી તેનું સ્થળ ઉપર મૃત્યુ થઇ ગયું. ત્યાર પછી આરોપી ટ્રેન માંથી કુદીને ભાગીને પાછો ઘરે આવ્યો અને પત્નીને કહ્યું સામાન બાંધો આપણે અહિયાંથી જવાનું છે. આવો જાણીએ આખી ઘટના.

પોલીસને મળેલી માહિતી મુજબ હત્યાના આરોપી ૨૦ વર્ષના પીન્ટુ સોનકર ૨૭ માર્ચના રોજ સાસુ સાથે સ્ટેશન ગયો હતો. તે પરિવાર દારુ વેચવાનું કામ કરતા હતા. પીન્ટુની સાસુ રોજ તે બાબત માટે દમણ જતી હતી. એ દિવસે ઘરે આવવા ટ્રેનના ખાલી ડબ્બામાં તે સાસુ માથુરી સાથે બેસી ગયો. પછી જેવી ટ્રેન ઉધનાથી આગળ નીકળી પીન્ટુએ પહેલાથી ખિસ્સામાં રાખેલુ શાકભાજી કાપવાનું ચપ્પુ કાઢીને તેની ઉપર હુમલો કરી ૬ ઘા કરી દીધા. જેથી માથુરીનું ત્યાં મૃત્યુ થઇ ગયું.

ત્યાર પછી પીન્ટુ પીપલોદ આવેલા ઘરમાં આવી ગયો. માથુરીની દીકરી ચંપા સાથે તેના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા. ઘરે આવીને ચંપાને કહ્યું કે સામાન બાંધ આપણે અત્યારે જ ગામ માનીકપુર જવાનું છે. પત્નીને લાગ્યું કોઈ જરૂરી કામ હશે. પત્ની અને ત્રણ વર્ષના દીકરાને લઇને તે સુરતથી મુંબઈ પહોચ્યો, પછી પેસેન્જર ટ્રેન દ્વારા નાગપુર જતો રહ્યો.

નાગપુરમાં ઉતરીને તે વગર ટીકીટ નાગપુર-જયપુર એક્સપ્રેસમાં બેસી ગયો. તે દરમિયાન તેની પત્ની ચંપાને જણાવ્યું કે તેણે પોતાની સાસુની હત્યા કરી નાખી છે. તે સાંભળીને ચંપાના હોંશ ઉડી ગયા. તે રડતી રડતી માં પાસે સુરત જવાનું દબાણ કરવા લાગી. આમ તો તે પહેલા જ પોલીસએ તેને પકડી લીધો. પોલીસે બખૂબી પોતાની કામગીરી બજાવી અને આરોપીની ધરપકડ પણ કરી દીધી.

આવી રીતે આવ્યો પકડમાં :-

સુરતમાં જીઆરપી ક્રાઈમ બ્રાંચના ઉપ નિરીક્ષક વી.કે. ગરાસીયા એ જણાવ્યું કે વલસાડ માધુરી દેવીની લાશ ટ્રેનના ડબ્બા માંથી કબજામાં લીધી હતી. તેનાથી લગભગ ૧૦ કલાક પછી લાશની તપાસ થઇ શકી. તપાસ થયા પછી પોલીસે પીન્ટુ અને ચંપાની તપાસ કરી, પરંતુ ખબર ન મળી. પછી પોલીસે પીન્ટુનો મોબાઈલ નંબર સર્વીલાંસ ઉપર લગાવી દીધો, જેનાથી તેનું લોકેશન ટ્રેસ થઇ ગયું અને પોલીસે તેની ધરપકડ કરી લીધો. પીન્ટુએ પોલીસને જણાવ્યું કે મારી સાસુ હાલતા ચાલતા ઝગડા કરતી હતી, તેથી મેં તેને મારવાનો પ્લાન બનાવ્યો હતો.

કેટલીકવાર ગુસ્સાના આવેગમાં વ્યક્તિ પોતાના ભવિષ્યથી હાથ ધોઈ બેસે છે.