ઠંડી રોટલી પણ જળવાઈ રહેશે સોફ્ટ, જાણો રોટલી સાથે જોડાયેલી 3 ઘણી કામની ટ્રીક્સ.

મોટાભાગના લોકોની એ સમસ્યા હોય છે કે રોટલી ઠંડી થઇ ગયા પછી સોફ્ટ નથી રહેતી. આ સમસ્યા માટે તમે આ ટ્રીક અપનાવી જુવો.

ગરમ અને તાજી રોટલીઓ ખાવાની વાત જ કાંઈક ઓર હોય છે. ખરેખર ભારતીયો માટે તાજી રોટલીઓ કોઈ ખજાનાથી ઓછી નથી હોતી. ગોળ અને નરમ રોટલી બનાવવા માટે તો તેના માટે તાલીમ લે છે. રોટલી સાથે લોકોનો લગાવ એટલો છે કે જો છોકરી ગોળ રોટલી બનાવવાનું શીખી જાય તો છોકરીઓ માટે સંબંધ જોવાની વાત પણ શરુ થઇ જાય છે. પણ રોટલીઓ જો થોડી ટ્રીક સાથે સારી બનાવવા લાગો, તો તમને સારું તો લાગશે જ. ગોળ અને તાજી રોટલીઓ બનાવવા માટે ઘણા લોકો મહેનત કરે છે, તેમ છતાં પણ તે ઠંડી થઇ ગયા પછી કડક થઇ જાય છે અને એટલી સોફ્ટ નથી રહેતી. પણ થોડી સારી બનાવવા અને સ્ટોર કરવાની ટ્રીક્સ અપનાવવામાં આવે તો રોટલી લાંબા સમય સુધી સોફ્ટ જળવાઈ રહેશે.

તો અમે તમને જણાવીએ છીએ રોટલીને લાંબા સમય સુધી સોફ્ટ રાખવાની ખાસ ટ્રીક્સ.

લોટ બાંધતી વખતે ઉપયોગ કરો થોડું ઘી, રોટલી રહેશે હંમેશા સોફ્ટ

મોટાભાગના લોકો રોટલી બનાવવાનો લોટ બાંધતી વખતે તેલ અને મીઠાનો ઉપયોગ કરે છે. જેનાથી તેમની રોટલી સોફ્ટ પણ બની જાય અને તેમાં થોડો સ્વાદ પણ અગલ આવી જાય. પણ તમારે રોટલીનો લોટ બાંધતી વખતે તેમાં તેલને બદલે ઘી નો ઉપયોગ કરવાનો છે. તેમાં એ લોજીક લાગશે જેમ કે ગુલાબ જાંબુને સોફ્ટ બનાવવા માટે તેને બેટરમાં મોણ નાખવામાં આવે છે. આ મોણને કારણે સમોસા તળ્યા પછી ક્રિસ્પી બની જાય છે અને કડક નથી બનતા.
રોટલીમાં તેલ માંથી ઘી રિપ્લેસ કરવાના ઘણા ફાયદા છે.

સૌથી પહેલા તો એ કે તેનો લોટ હંમેશા સોફ્ટ બની રહેશે અને બીજો એ કે તેનાથી ઠંડી થયા પછી પણ રોટલી સોફ્ટ બની રહેશે.

તેલની જગ્યાએ ઘી ઘણું વધુ આરોગ્યવર્ધક પણ માનવામાં આવે છે.

તમારે ધ્યાન એ વાતનું રાખવાનું છે કે ઘી ઘણું વધુ ન હોય. બસ અડધી ચમચી ઘી જ પુરતું છે તમારી રોટલીઓ સોફ્ટ બનાવવા માટે.

રોટલી કાળી ન થાય તેના માટે કરો આ કામ

તમારી રોટલી જો શેકાયા પછી કાળી થઇ જાય છે તો તેના માટે તમારે બસ એક જ કામ કરવાનું છે અને તે છે, તમારી રોટલીમાં એક્સ્ટ્રા સુકો લોટ નાખવો પડે છે. તેની સાથે એ પણ ધ્યાન રાખો કે રોટલી વધુ સમય સુધી તાવડી ઉપર ન પડી રહે. જેટલી વધુ હવા લોટમાં લાગશે એટલી વધુ કાળી થતી જશે. રોટલીનો લોટ સોફ્ટ રહે તેના માટે તેને ઢાંકીને રાખવો જરૂરી છે. રોટલી કાળી ન પડે અને લોટ કડક ન થઇ જાય તેના માટે જ બાંધેલા લોટને ભીના કપડાથી ઢાંકીને રાખવામાં આવે છે.

સોફ્ટ રોટલી બનાવવા માટે આ ટીપ્સ જરૂર ધ્યાનમાં રાખો

લોટને ચાળવો પણ જરૂરી છે. જો તમારો લોટ સારી રીતે ચાળેલો નથી હોતો, તો પણ રોટલી કડક બને છે.

રોટલીમાં જો તમે મીઠું ભેળવી રહ્યા છો, તો ધ્યાન રાખો કે તેને ¼ કે ½ ચમચીથી વધુ ન ભેળવો. તેની સાથે, શાક-દાળ વગેરેમાં પણ મીઠાનો ઉપયોગ ઓછો કરો કેમ કે વધુ મીઠું તમારા આરોગ્ય માટે સારું નહિ રહે.

રોટલીનો લોટ હંમેશા સોફ્ટ બાંધો. જો તમે ઘણો વધુ કડક લોટ બાંધો છો તો ક્યારે પણ રોટલી સારી નહિ બને.

રોટલીનો લોટ બાંધતી વખતે પાણી ધીમે ધીમે નાખો, એક સાથે પાણી નાખવાને કારણે લોટ વધુ ઢીલો થઇ જાય છે કે પછી તે વધુ કડક બની જાય છે.

જો તમે લોટ બાંધતી વખતે ઘી ભેળવવાનું ભૂલી ગયા છો, તો બાંધેલા લોટ ઉપર ઘી લગાવીને થોડી વાર કપડાથી ઢાંકીને રાખી દો. તેનાથી પણ લોટ સોફ્ટ થઇ જશે. અને રોટલી સોફ્ટ લાગશે.

આ બધી ટીપ્સ સોફ્ટ રોટલી બનાવવા માટે તમારી મદદ કરી શકે છે. તેને ટ્રાઈ જરૂર કરો અને જો તમને આ લેખ સારો લાગ્યો હોય, તો તેને ફેસબુક ઉપર શેર જરૂર કરો. આ પ્રકારના બીજા રોચક લેખ વાચવા માટે જોડાયેલા રહો તમારી પોતાની વેબસાઈટ હરજિંદગી સાથે.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.