ખેડૂતો માટે આવી ગયું ત્રિશુલ ફાર્મ માસ્ટર જે ઓછા પૈસામાં કરે છે ટ્રેક્ટર જેવા જ દરેક કાર્યો

એક ખેડૂત માટે સૌથી વધુ જરૂરી એક ટ્રેક્ટર હોય છે. પરંતુ મોંધુ હોવાના કારણે દરેક ખેડૂત ટ્રેક્ટર નથી ખરીદી શકતા. કેમ કે નાના માં નાનું ટ્રેક્ટર પણ ઓછા માં ઓછા ૪ લાખથી શરુ થાય છે.

સૌથી નીચે વિડીયો છે ને સાથે નીચે વાંચો આ મશીન વિષે

પરંતુ હવે એક એવું ટ્રેક્ટર આવી ગયું છે જે ટ્રેક્ટર ૪ ગણી ઓછી કીમતે પણ ટ્રેક્ટર જેવા જ દરેક કાર્યો કરી શકે છે. જી હા આ છે ત્રિશુલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ ત્રિશુલ ફાર્મ માસ્ટર (TrishulTrishul FarmFarm) મોટર સાઇકલ જેવું લાગતું આ ટ્રેક્ટર એક નાના ખેડૂતના બધા જ પ્રકારના કામ કરી શકે છે.

ત્રિશુલ ફાર્મ માસ્ટર થી તમે ખેડવાનું, બીજાઈ,નીરાઈ,ગુડાઈ,વજન ઉપાડવું,જંતુનાશક છંટકાવ વગેરે કામ કરી શકે છે. જે ખેડૂતોનું કામ સરળ કરી આપે છે. તેની કીમત લગભગ ૧ લાખ ૪૫ હજાર રૂપિયા છે.

ત્રિશુલ ફાર્મ મશીનની જાણકારી

એન્જીન – ૫૧૦ CC ફોર સ્ટ્રોક inch

લંબાઈ – ૭.૫ ફૂટ. પહોળાઈ – ૩ ફૂટ. ઉચાઇ – ૪ ફૂટ.

વજન – ૪૪૦ કીલોગ્રામ inch

જમીનથી ઉચું – ૧૦ ઇંચ inch

એન્જીન સીલીન્ડર – એક

પ્રકાર -એયર કુલ્ડ ડીજલ એન્જીન

Rated RPM -૩૦૦૦

ડીજલ વપરાશ – ૬૫૦ મી,લી.એક કલાકમાં

ગીયર – ૪ આગળ,૧ રીવર્સ

ડીજલ ટાંકી ની કેપેસીટી -૧૪ લીટર

વિડીયો 

ગુજરાત ના ખેડૂતે માત્ર 2200 રૂપિયામાં સાઈકલને બનાવ્યું સ્પ્રે મશીન, 45 મિનિટમાં એક એકરમાં સ્પ્રે. જાણો એના વિષે.

જરૂરીયાત આવિષ્કારની જનની છે, આ વાત બધા માને છે. ગુજરાતમાં પણ એક ખેડૂતની જરૂરીયાત ને એક નવું સસ્તું, ટકાઉ અને ઝડપથી કામ કરવાવાળા મશીનને જન્મ આપ્યો છે, જેનો ફાયદો હવે ખેડૂતોને ઘણો થઇ રહ્યો છે.

40 વર્ષના મનસુખભાઇ જગાની નાના ખેડૂત છે અને ગુજરાતના અમરેલી જિલ્લાના રહેવાવાળા છે.

મનસુખભાઇ પ્રાથમિક સ્તરથી આગળ ભણી શક્યા નહિ. જબરદસ્ત આર્થિક તંગીના દિવસોમાં મનસુખભાઇએ મજૂરના રૂપે પણ કામ કર્યું છે.

22 વર્ષ પહેલા તેમણે ગામમાં પાછા જઈને સમારકામ અને નિર્માણનું નાનું કામ શરુ કર્યું અને ખેતીમાં કામમાં આવે તેવા ઓજાર બનાવવા લાગ્યા. આ કામમાં કૌશલ પ્રાપ્ત કાર્ય બાદ હવે મનસુખભાઈએ પાક પર સ્પ્રે કરવાવાળી સરળ અને ખુબ જ સસ્તી મશીન બનાવી નાખી. તેનાથી ન માત્ર કામ ખુબ જ ઝડપથી થાય છે પરંતુ કિંમત પણ કેટલાય ગણી ઓછી થઇ જાય છે.

મનસુખભાઈએ સાઇકલમાં સ્પ્રે મશીનને કૈક એવી રીતે જોડી દીધી જેનાથી સ્પ્રે કરવાવાળા વ્યક્તિના શરીરને કોઈ થાક લાગે નહિ. સાથે જ સ્પ્રે કરતા સમયે નીકળવાવાળા રાસાયણિક પદાર્થથી શરીરને પણ નુકસાનનો ખતરો ઘણો ઓછો થઇ જાય છે.

મનસુખભાઈએ સાઈકલના સેન્ટ્રલ સ્પ્રોકેટને પાછળના પૈડાં અને પાછળના પૈડાંને સેન્ટ્રલ સ્પ્રોકેટથી બદલી દીધું. તેમને પેંડલને સેન્ટ્રલ સ્પ્રોકેટ પરથી દૂર કર્યું. પેંડલની જગ્યાએ તેમણે બંને તરફથી પિસ્ટન રોડ લગાવી દીધું. બંને તરફથી આ પિસ્ટન રોડ પિત્તળના કિલેન્ડરથી જોડાયેલ છે.

30 લીટરના PVC સ્ટોરેજની એક ટાંકી તેમને સાઈકલના કેરિયર પર રાખી દીધી, જો કે કિલેન્ડર પમ્પથી જોડાયેલ હતી. બેલેન્સ જાળવી રાખવા માટે તેમણે સાઇકલના કેરિયરની બંને તરફ ચાર ફુટ લાબી છટકાવ કરવાવાળી એક નળી પણ લગાવી.

8 દિવસની મહેનત બાદ મનસુખભાઇ જબરદસ્ત પધ્ધતિથી કામ કરવાવાળી સ્પ્રે મશીન બનાવવામાં સફળ થઇ ગયા. સાઇકલ સ્પ્રે મશીનથી એક એકર ખેતરમાં છટકાવ કરવામાં 45 મિનિટનો સમય લાગે છે. તેની કિંમત 2200 રૂપિયા છે. તેમાં સાઈકલની કિંમતનો સમાવેશ કરેલ નથી.

વિડિઓ