ટ્રોલરે અનન્યા પાંડેને પૂછ્યું : પ્રેગ્નન્ટ છો કે, હિરોઈને આપ્યો આવો જવાબ કે બોલતી બંધ થઈ ગઈ

અનન્યા પાંડે ભલે એક ફિલ્મમાં જોવા મળી હોય પરંતુ એક ફિલ્મ કરીને તે ઇન્ડસ્ટ્રીમાં જાણીતી અભિનેત્રી બની ગઈ છે. અનન્યાએ હાલમાં જ કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડેંટ ઓફ ધ યર ૨’ થી ડેબ્યુ કર્યું હતું, આ ફિલ્મમાં તેની સાથે ટાઈગર શ્રોફ અને તારા સુતારીયા જોવા મળ્યા હતા. આમ તો આ ફિલ્મ કાંઈ ખાસ ચાલી ન શકી હતી પરંતુ દર્શકોએ અનન્યાના કામને ઘણું પસંદ કર્યું.

હાલમાં જ બોક્સ ઓફીસ ઉપર અનન્યાની ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ રીલીઝ થઇ છે, જે ઘણું સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મ વર્ષ ૧૯૭૧માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ ની રીમેક છે. ફિલ્મમાં અનન્યા ઉપરાંત કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર પણ જોવા મળે છે.

અવાર નવાર સેલીબ્રેટીઝ પોતાના ફેંસ માટે પોતાના ફોટા કે વિડીયો શેર કરતા રહે છે પરંતુ લોકો ક્યારે કેવું રીએક્ટ કરે તે વાતની કાંઈ ખબર નથી હોતી. પોતાના ફોટા કે વિડીયો માટે ક્યારેક તેને પ્રસંશા મળે છે તો ક્યારેક તે એવી રીતે ટ્રોલ થઇ જાય છે જેનો જવાબ નથી.

હવે તો ટ્રોલ કરવું જેમ કે સામાન્ય વાત બની ગઈ છે. ક્યારેક ક્યારેક લોકો આ કલાકારોને કારણ વગર ટ્રોલ કરવા લાગે છે. બોલીવુડના ઘણા મોટા સેલીબ્રેટીઝ અવાર નવાર ટ્રોલિંગનો ભોગ બનતા રહે છે. તેવામાં હાલમાં જ અનન્યા પાંડેને પણ ટ્રોલિંગનો ભોગ બનવું પડ્યું. ખાસ કરીને હાલમાં જ અનન્યાએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાના થોડા ગ્લેમરસ ફોટા શેર કર્યા જેની ઉપર યુઝરની ઘણી જ અટપટી કમેન્ટ આવી.

આમ તો આ પહેલી વખત નથી જયારે એક હિરોઈનને ટ્રોલ કરવામાં આવી હોય, તે પહેલા પણ તે ઘણી વખત ટ્રોલ થઇ ચુકી છે, પરંતુ આ વખતે ટ્રોલ કરવા વાળા યુઝરે હદ પાર કરી દીધી જયારે તેમણે અનન્યાને પૂછ્યું કે, શું તે પ્રેગ્નન્ટ  છે, આ કમેન્ટ વાંચીને અનન્યાનો ગુસ્સો આવી ગયો અને તેણે ટ્રોલરને જોરદાર જવાબ આપ્યો. અનન્યાના એ જવાબની પ્રશંસા દરેક જગ્યાએ થઇ રહી છે. કદાચ આ જવાબ પછી હવે કોઈપણ તેને આવી રીતે ટ્રોલ નહિ કરે.

અનન્યા પાંડેએ ટ્રોલનો જવાબ આપતા જણાવ્યું કે, શું લોકોને એવું લાગે છે હું પ્રેગ્નેન્ટ છું? પરંતુ કેમ? શું વાસ્તવમાં વજન કાંઈક એવું પણ છે? વાત આગળ કહેતા અનન્યાએ કહ્યું, મને તેના વિષે હા કે ના માં કન્ફર્મેશન આપવાની પણ જરૂર નથી. શું નકામો પ્રશ્ન છે આ.

મળેલી જાણકારી મુજબ અનન્યા હાલના દિવસોમાં કાર્તિક આર્યનને ડેટ કરી રહી છે, બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળે છે, હાલમાં જ કાર્તિકનો જન્મ દિવસ હતો જ્યાં તે પોતાની પાર્ટીમાં અનન્યાનું ખાસ ધ્યાન રાખતા જોવા મળ્યા હતા.

એટલું જ નહિ ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ ના પ્રમોશન દરમિયાન બંને વચ્ચે પ્રેમ જોવા મળ્યો. આમ તો બંનેએ હજુ સુધી સત્તાવાર પોતાના સંબંધનો સ્વીકાર નથી કર્યો. તે પહેલા કાર્તિક સારાને ડેટ કરી રહ્યો હતો. વાત કરીએ વર્ક ફ્રન્ટની તો વહેલી તકે અનન્યા ઇશાન ખટ્ટર સાથે ફિલ્મ ‘ખાલી પીલી’ માં જોવા મળશે, સુત્રોના જણાવ્યા મુજબ તે એક ટપોરીનું પાત્ર ભજવશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.