એક સાચા હનુમાન ભક્તમાં હોય છે આ 5 આદતો, જાણો શું તમે એમાં શામેલ છો

હનુમાનજી એ ગણ્યા ગાંઠ્યા દેવતાઓમાંથી છે જેમને સદા અમર રહેવાનું વરદાન મળ્યું છે. આજ કારણ છે કે, હનુમાનજી ભક્તોની પ્રાર્થના જલ્દી સાંભળી લે છે. એવું કહેવામાં આવે છે કે, જે વ્યક્તિ હનુમાનજીને પ્રસન્ન કરી દે છે, એમના બધા સંકટ દુર થઈ જાય છે. એવામાં દરેક વ્યક્તિ એમના ફેવરેટ ભક્ત બનવા પ્રયત્ન કરે છે. પણ શું તમે જાણો છો કે એક સાચો હનુમાન ભક્ત કોણ હોય છે? અને એમાં કઈ કઈ ખાસિયત હોય છે?

આજે અમે તમને આ વિષયમાં વિસ્તારથી જણાવવાં જઈ રહ્યા છીએ. જો તમે આ આદતોને અપનાવો છો, તો એક સાચા હનુમાન ભક્ત બની શકો છો. આ પ્રકારના ભકતોથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થાય છે. તો ચાલો વિલંબ કર્યા વગર જાણી લઈએ કે આ આદતો કઈ કઈ છે?

(1) નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ :

દરેક સાચો હનુમાન ભક્ત એ વાત સારી રીતે જાણે છે કે, દર શનિવાર અને મંગળવારે હનુમાન ચાલીસા વાંચવાનું શું મહત્વ હોય છે. તે બજરંગબલી સુધી તમારી વાત પહોંચાડવાનું સૌથી ઉત્તમ માધ્યમ હોય છે. એનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની રક્ષા કરે છે. સાથે જ નિયમિત હનુમાન ચાલીસા વાંચવાથી તમારું મન સકારાત્મક રહે છે.

(2) સવાર સાંજ પૂજા :

જો તમે એક સાચા હનુમાન ભક્ત છો, તો સવારે અને સાંજે રોજ હનુમાનજીને હાથ જોડીને એમનો આશીર્વાદ લેશો. સાથે જ એમની સામે તેલનો દીવો પ્રગટાવશો અથવા અગરબત્તી સળગાવશો. એક મોટો ભક્ત હનુમાનજીને યાદ કરવાં માટે શનિવાર અથવા મંગલવારની રાહ નથી જોતો. પણ તે તો રોજ સવાર સાંજ પોતાની સેવા આપે છે.

(3) મહિલાઓનું સમ્માન :

એક હનુમાન ભક્ત ક્યારેય પણ મહિલાઓનું અપમાન નથી કરતો. એમના પર હિંસા કરવાનું તો વિચારી પણ નથી શકતો. તે હંમેશા પરસ્ત્રીને પોતાની બહેન અથવા માં સમજે છે. એમની સાથે સારો વ્યવહાર કરે છે. હનુમાનજી પોતે માતા સીતાનો ઘણો આદર અને સમ્માન કરતા હતા.

(4) દાન ધર્મ :

એક હનુમાન ભક્ત બીજાને દાન કરવામાં ક્યારેય પાછળ નથી પડતો. દાનનો એ અર્થ નથી થતો કે તમારે ઘણા બધા પૈસા આપવાના છે. તમે પોતાની આર્થિક સ્થિતિ અનુસાર કાંઈ પણ દાન કરી શકો છો. આ દાન મંદિરમાં અથવા કોઈ જરૂરિયાતમંદ માટે હોઈ શકે છે. બસ દાન કરતા સમયે પોતાનું મન સાફ હોવું જોઈએ. એવું નથી કે તમે મન મારીને મજબૂરીમાં દાન ધર્મ કરો. એનો તમને કોઈ લાભ નહીં મળે.

(5) બીજાની મદદ :

એક હનુમાન ભક્ત બીજાની મદદ માટે હંમેશા તત્પર રહે છે. ખાસ કરીને ત્યારે જયારે કોઈ મહિલા, બાળક અથવા વૃદ્ધ વ્યક્તિને મદદની જરૂર હોય છે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી એક સાચા હનુમાન ભક્તની નિશાની છે.

એ સિવાય ઈમાનદાર રહેવું, બીજાને દગો ન આપવો અને કોઈ પણ એવું ખોટું કામ ન કરવું જેનાથી બીજાને દુઃખ પહોંચે, આ બધા પણ હનુમાન ભક્તના ગુણ હોય છે. એટલા માટે જો તમે હનુમાનજીને ગમે એવા ભક્ત બનવા માંગો છો, તો તમારે આ ગુણો અને આદતોને અપનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો અને શેયર જરૂર કરો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.