ઘરમાં રાખવામાં આવેલા ફ્રીજ સાથે જોડાયેલા આ ૫ સત્ય વિષે નથી જાણતા ૯૯% લોકો, શું તમને ખબર છે?

મોર્ડન જમાનામાં ટેકનોલોજી ડગલે ને પગલે આગળ વધી રહી છે. દરેકના જીવનમાં લોકો ઓછા અને ટેકનોલોજી વધુ છે. ટેકનોલોજીના આ વધતા સમયમાં માનવ શક્તિ પણ ઓછી થતી જતી જોવા મળે છે. આપણે જે પણ કામ કરીએ છીએ, તેમાં આપણે તરત જ સાધનોનો ઉપયોગ કરી લઈએ છીએ. વાત એટલેથી નથી અટકતી, પરંતુ જો આપણને કોઈને મળવાનું છે તો પણ આપણે આજકાલ વિડીયો કોલિંગનો સાહારો લઈએ છીએ. તેવામાં આજે અમે તમને ફ્રીઝની વાત કરવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

આજે લગભગ દરેક ઘરમાં ફ્રીઝ છે. ગરમીમાં પાણીથી લઇને શાકભાજી સુધી લોકો ફ્રીઝમાં રાખે છે. આઈસ્ક્રીમથી લઇને કીલ્ડ ડ્રીંકનો ફાયદો પણ આપણે ફ્રીઝ દ્વારા લઈએ છીએ. ફ્રીઝ આજે ઘણું જ વધુ ઉપયોગી સાધન બની ગયું છે. જે ઘરમાં ફ્રીઝ નથી હોતું, તે ઘરમાં એવું લાગે છે, જેમ કે કોઈ ખામી છે. આપણે આપણી જરૂર કરતા પણ વધુ વસ્તુ ઘરમાં લઇ આવીએ છીએ. તેવામાં ફ્રીઝ સૌથી મહત્વનું માનવામાં આવે છે, પરંતુ તેના વિષે આપણને સંપૂર્ણ જાણકારી નથી હોતી. તેવામાં અમે તમને આજે ફ્રીઝ સાથે જોડાયેલી થોડી મહત્વની જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

ફ્રીઝ સાથે જોડાયેલી મહત્વની વાતો :

આપણે બધા જાણીએ છીએ કે આપણું ફ્રીઝ લાંબા સમય સુધી ચાલે, પરંતુ જાણકારીના અભાવે ફ્રીઝ જલ્દીથી બંધ થઇ જાય છે. ખાસ કરીને ફ્રીઝ સાથે જોડાયેલી એવી જાણકારી તમને ન તો દુકાનદાર આપે છે, અને ન તો કંપની વાળા આપે છે. પરંતુ તેના વિષે તમારે જાણકાર જરૂર હોવું જોઈએ. તો આવો અમે તમને જણાવીએ છીએ કે ખરેખર તમે તમારા ફ્રીઝને લાંબો સમય સુધી સુરક્ષિત કેવી રીતે રાખી શકો છો?

ફ્રીઝમાં બટેટા ભૂલથી પણ ન રાખવા :

આમ તો ફ્રીઝમાં બધા શાકભાજી રાખવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ફ્રીઝમાં બટેટા ન રાખવા જોઈએ? એટલું જ નહિ, ફ્રીઝમાં કેળા પણ ન રાખવા જોઈએ. ફ્રીઝમાં કેળા અને બટેટા રાખવાથી તે વસ્તુ ખરાબ થઇ જાય છે. એટલું જ નહિ જો તમે ફ્રીઝમાં બિન જરૂરી વસ્તુ રાખશો તો તે પણ જલ્દીથી ખરાબ થઇ જશે.

ફ્રીઝમાં ગરમ વસ્તુ ન રાખો :

ઘણી વખત લોકો જલ્દી ખાવાનું કે વસ્તુ રાંધે છે અને થોડી જ વારમાં ફ્રીઝમાં મૂકી દે છે. પરંતુ એવું કરવાથી ફ્રીઝ જલ્દીથી ખરાબ થઇ જાય છે. એટલા માટે જયારે પણ તમે કોઈ ગરમ વસ્તુ ફ્રીઝમાં રાખો છો તો તેને બહાર ઠંડુ કરી લો, જેથી ફ્રીઝમાં સામાન્ય તાપમાન વાળી જ વસ્તુ રાખવામાં આવે.

ફ્રીઝ ચાલુ રહેવા પર દરવાજો વધુ સમય સુધી ન ખોલો :

જયારે પણ તમે ફ્રીઝનો દરવાજો ખોલો તો જલ્દીથી બંધ કરી દો. ખાસ કરીને ત્યારે જયારે તમારું ફ્રીઝ ચાલુ હોય. ખાસ કરીને ફ્રીઝનો દરવાજો વધુ સમય સુધી ખુલ્લો રાખવાથી અંદરનું તાપમાન વધી જાય છે. અને પછી વીજળી વધુ પ્રમાણમાં વપરાય છે.

ફ્રીઝને હંમેશા સમતલ સ્થાન ઉપર જ રાખો :

ફ્રીઝ હંમેશા સમતલ સ્થાન ઉપર જ રાખવું જોઈએ, તેનાથી કમ્પ્રેસર સારી રીતે કાર્ય કરે છે. તે ઉપરાંત હલવાની પણ સમસ્યા નથી રહેતી અને ફ્રીઝ વર્ષો સુધી સારું રહે છે.

ફ્રીઝને દીવાલથી હંમેશા એક દોઢ ફૂટ દુર જ રાખો :

ફ્રીઝ હંમેશા ખુલ્લી જગ્યા ઉપર જ રાખવું જોઈએ. સાથે જ જણાવી દઈએ કે ફ્રીઝ દીવાલથી હંમેશા એક કે દોઢ ફૂટ દુર રાખવું જોઈએ. તેનાથી કમ્પ્રેસરની હવા દીવાલ ઉપર અથડાઈને પાછી નથી આવતી અને તેનાથી ફ્રીઝનું તાપમાન વારંવાર બદલાતું નથી. આ સાવચેતીથી તમે તમારા ફ્રીઝને જલ્દી ખરાબ થવાથી બચાવી શકશો.