હવે ટ્રૈનમાં પોતાના ચોક્કસ ડબા ઉપર જ મળશે ટીટી લોકો એ શોધવા ભટકવું નહિ પડે

ટીટી નો ડબો કોઈ ચોક્કસ ફાળવેલ ન હોવાથી તેને શોધવા માટે મુસાફરોને આખી ટ્રૈન માં ભટકવું પડતું હતું . રેલ્વેએ એસી અને સ્લીપર કોચમાં ટીટી માટેનો એક ચોક્કસ ડબો ફાળવી દેવાથી મુસાફરોને ટીટીને શોધવામાં ભોગવવી પડતી મુશ્કેલી દુર કરલ છે. રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ સહિત દરેક મેઈલ અને એક્સપ્રેસ ટ્રૈનમાં પણ આ સુવિધા શરુ કરવામાં આવી છે.

ટ્રૈનમાં વેઈટીંગ કે પછી આરએસી ટીકીટ સાથે મુસાફરી કરવાવાળા મુસાફરોની મુશ્કેલી ઓછી કરવા માટે રેલ્વેએ મહત્વની કામગીરી કરેલ છે. કેમ કે હવે મુસાફરોએ પોતાની ટીકીટની સ્થિતિ જાણવા માટે ટીટીને આખી ટ્રૈનમાં શોધવા માટે ભટકવું નહી પડે. રેલ્વેએ ટ્રૈનમાં નક્કી કરેલ ડબામાં ટીટીની સીટ નક્કી કરી આપેલ છે. મુસાફરોની ફરિયાદ પછી રેલ્વેએ આ નિર્ણય લીધો છે.

રાજધાની અને એક્સપ્રેસ ટ્રૈનમાં શરુ

રેલ્વેએ આ સુવિધા રાજધાની, શતાબ્દી સહિત મેઈલ એક્સપ્રેસ ટ્રૈનો માં શરુ કરેલ છે. તેના માટે રેલ્વે બોર્ડના ડાયરેક્ટર વિક્રમસિંહે બધા ઝોન અને મંડળોને કોમર્શીયલ સર્ક્યુલર બહાર પડેલ છે. આશા રાખવામાં આવે છે કે આ પત્ર મળ્યા પછી એક અઠવાડિયામાં દરેક ટ્રૈનોમાં ટીટીનો ડબો નક્કી થઇ જશે. આ સુવિધાથી લાખો મુસાફરોને ઘણી રાહત મળશે.

કઈ ટ્રૈનમાં કયો ડબો ફાળવેલ છે

અધિકારીઓ મુજબ મેઈલ એક્સપ્રેસ અને મહામના એક્સપ્રેસનો બીજો એસી ડબો એ-ક માં મ નંબરની સીટ, એસી થર્ડમાં બી-ક ડબામાં 7 નંબરની સીટ, સ્લીપર ક્લાસના દરેક બીજા ડબામાં 7 નંબરની સીટ ટીટી માટે રિજર્વ કરી દેવામાં આવેલ છે.

રાજધાની અને શતાબ્દીમાં ટીટીનો ડબો

રાજધાની, દુરંતો, શતાબ્દીમાં સેકન્ડ એસીમાં એ-ક ડબામાં મ નંબરની સીટ, એસી થર્ડમાં બી-ક, બી-મ અને બી-7 ડબામાં 7 નંબરનો ડબો ટીટી માટે એક બુકિંગ રહેશે. ગરીબ રથમાં જી-ક, જી-ફ, જી-મ અને જી-7 ડબામાં 7 નંબરનો ડબો ટીટી માટે રહેશે.

શતાબ્દી સીટીંગમાં સી-1, સી-3, સી-5 અને સી-7 ડબાની 1 નંબરની સીટ ટીટી માટે રિજર્વ રહેશે.

સ્લીપર ડબામાં રહેશે સ્કોર્ટ

રેલ્વેએ ટીટીનો ડબો નક્કી કરવાની સાથે જ મુસાફરો માટે ટ્રૈનમાં ફાળવવામાં આવતા પોલીસો માટેનો ડબો પણ નક્કી કરી દેવામાં આવેલ છે. મેઈલ અને એક્સપ્રેસ ટ્રૈનના સ્લીપર કોચમાં એસ-ક ડબામાં મ્ફ નંબરની સીટ પોલીસ માટે રિજર્વ રાખવામાં આવેલ છે. મુસાફરો મદદ માટે એસ-ક ની મ્ફ નંબરની સીટ ઉપર જઈને પોલીસ પાસે મદદ લઇ શકે છે. આદેશ મુજબ જે ટ્રૈનમાં જીઆરપી અને આરપીએફ બન્ને ની સ્કોર્ટ આવે છે. તે ટ્રૈનમાં સ્કોર્ટ પોલીસો માટે
એક પણ ડબો રિજર્વ નથી કરવામાં આવેલ.

‘મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વે બોર્ડે આ નિર્ણય લીધો છે. મુસાફરી દરમિયાન મુસાફરોને ટીટી અને સ્કોર્ટ પોલીસની મદદ માટે આખી ટ્રૈનમાં તેમને શોધવા પડતા હતા તેનાથી હવે છુટકારો મળી જશે એવું રેલ્વે ડીપાર્ટમેન્ટ નું માનવું છે પણ જોઈએ કેટલી હેલ્પ થશે


Posted

in

,

by

Tags: