તુલા વાર્ષિક રાશિફળ 2020 : માર્ચમાં ગુરુના રાશિ ગોચરથી વધી શકે છે કષ્ટ, જાણો શું કહે છે તમારા સ્ટાર.

તુલા રાશી : આ વર્ષ તમારો કુટુંબનો આનંદ વધારશે. નવું વાહન ખરીદવાના પ્રબળ યોગ ઉભા થઇ રહ્યા છે. રોમાન્ટિક લાઈફમાં પણ રીલેશનશીપની બાબતમાં આ વર્ષ સારું રહેશે. તમારી રાશી ધન ભાવમાં મંગલના હોવાથી ધન પ્રાપ્તિના યોગ ઉભા થઇ રહ્યા છે. પિતૃક સંપત્તિના લાભ મળવાની આશા છે.

વર્ષની શરુઆતમાં રાહુ ભાગ્ય અને કાર્યક્ષેત્રમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. પરંતુ સપ્ટેમ્બરમાં રાહુના રાશી પરિવર્તન સાથે તમારા તમામ કામ પુરા થવા લાગશે.

તુલા રાશી વાળા માટે નવું વર્ષ ૨૦૨૦ ઘણું સારું રહેવાની શક્યતા છે. વર્ષ કુંડળી ૨૦૨૦ મુજબ શુક્ર તમારી રાશીમાં ચોથા ભાવમાં બેઠા છે. જે તમારા કુટુંબીક સુખોમાં વૃદ્ધીના સંકેતો આપી રહ્યા છે. નવું વાહન તે દરમિયાન ખરીદી શકાય છે. લવ લાઈફ માટે નવું વર્ષ ઘણી સારું સાબિત થશે. તમારી રાશીમાં પરાક્રમના ભાવમાં પંચગ્રહી યોગ ઉભા થવાથી તમને સફળતાઓ પ્રાપ્ત થશે. કુટુંબીજનોનો ઘણો સહકાર મળશે.

તમારી રાશી ધન ભાવમાં મંગળ ન હોવાથી ધનની પ્રાપ્તિના અસાર છે. અચાનક પિતૃક સંપત્તિથી પણ લાભ મળી શકે છે. જાન્યુઆરીમાં શનીનું રાશી પરિવર્તન તમારા સુખોમાં વૃદ્ધી કરશે. સંતાન દ્વારા સુખની પ્રાપ્તિ થશે. ૩૦ માર્ચના રોજ બૃહસ્પતી મકર રાશીમાં પ્રવેશ કરી રહ્યા છે. જે તમારી રાશીમાં સુખનું સ્થાન છે. પરંતુ સુખ રાશીમાં નીચી રાશી હોવાથી નકારાત્મક અસર પડી શકે છે.

પરંતુ શનીનું પહેલેથી જ ત્યાં હોવાથી નીચભંગ રાજયોગ ઉભા થશે જે તમને ભૌતીક સુખમાં વૃદ્ધીનું સૂચક બનશે. ૧૧ મે ના તોજ શનીનું વક્રી થવાથી તમારા માન સન્માનમાં ઘટાડો આવી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ શનીની વક્રી દ્રષ્ટિ પડી રહી છે. જે તમને એક નવી ઉર્જા આપશે. પછી ભલે તમારી સામે કેટલી પણ મુશ્કેલીઓ આવે પરંતુ તમે બધાનો મક્કમતાપૂર્વક સામનો કરશો.

૧૪ મે બૃહસ્પતી વક્રી થઇ જશે. જે તમારા માટે વિદેશ યાત્રાના યોગ ઉભા કરી રહી છે. કુટુંબ વાળા સાથે ધાર્મિક પ્રવાસ ઉપર પણ જઈ શકો છો. વિવાહના યોગ પણ ઉભા થશે. સાહસ વધશે. ૩૦ જુનના રોજ ગુરુ ધન રાશીમાં પરિવર્તન ભાગ્ય માટે સારું રહેવાનું છે. જેમાં તમારા અટકેલુ ધન પાછું મળી શકે છે.

૧૩ સપ્ટેમ્બરથી ગુરુના માર્ગી થવાથી તમે તમારા કાર્યોને સારી રીતે પુરા કરી શકશો. દુશ્મન પ્રબળ થશે જેની ઉપર તમે ધ્યાન રાખવું પડશે. વર્ષની શરુઆતમાં રાહુ તમારા ભાગ્ય અને કાર્યક્ષેત્રમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. પરંતુ સપ્ટેમ્બરમાં રાહુનું રાશી પરિવર્તન સાથે તમારા તમામ કામ પુરા થવા લાગશે. પરંતુ કોઈ પણ કામમાં ઉતાવળ કરવાથી દુર રહો સાથે જ આરોગ્યનું પણ સારી રીતે ધ્યાન રાખો.

કેતુ વર્ષની શરુઆતમાં મિશ્ર પરિણામ આપશે. પરંતુ વર્ષની મધ્યમાં તમને તે ધન લાભના યોગ ઉભા કરી દેશે. ગુપ્ત ધનથી લાભ થઇ શકે છે. કાયદા વિવાદો માંથી છુટકારો મળી શકે છે. ૨૯ સપ્ટેમ્બરના રોજ શની માર્ગી થવાથી સારા પરિણામ જોવા મળશે. ૨૦ નવેમ્બરના રોજ ગુરુને મકર રાશીમાં જતા જ તમને સુખ સ્થાન ઉપર નીચ રાશીના હોવાથી તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ શનીનું ત્યાં હોવાથી નીચભંગ યોગ બનશે જે તમારા માટે લાભદાયક સાબિત થશે. બધું મળીને નવી વર્ષ તમારા માટે સફળદાયક રહેવાની શક્યતા છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.