રોગપ્રતિકારક શક્તિ જ નહિ ભોજનનો સ્વાદ પણ વધારી આપે છે તુલસીની ચટણી, નોંધી લો આ ટેસ્ટી રેસિપી

તમે ઘણી બધી ચટણીઓનો સ્વાદ લીધો હશે, પણ આ ચટણી સ્વાદથી લઈને રોગપ્રતિકારક શક્તિ માટે પણ છે ઉત્તમ

શરદી-ખાંસીથી રાહત મેળવવા માટે તમે તુલસીની ચા તો ઘણી વાર પીધી હશે. પણ શું તમે જાણો છો કે તુલસીનો ઉપયોગ ભોજનની સાથે પીરસવામાં આવતી ચટણી બનાવવામાં પણ કરવામાં આવે છે.

તુલસીના પાનથી બનેલી ચટણી ભોજનનો સ્વાદ વધારવાની સાથે રોજિંદા જીવનમાં થનારી તમારી ઘણી નાની-મોટી સમસ્યાઓને પણ ઝટથી દૂર કરી દે છે. તો રાહ કોની જોવી, આવો જાણીએ કઈ રીતે બનાવવામાં આવે છે તુલસીની ચટણી.

તુલસીની ચટણી બનાવવા માટે સામગ્રી :

તુલસીના પાંદડા – 1/4 કપ,

લીલા ધાણા – 1 કપ,

આદુ – અડધો ઇંચ,

મીઠું – સ્વાદ અનુસાર,

લાલ મરચા – 2,

લીલા મરચા – 2,

ઓલિવ ઓઇલ – 2 નાની ચમચી,

લીંબુનો રસ – 1 નાની ચમચી,

ટામેટા – 2.

તુલસીની ચટણી બનાવવાની રીત :

તુલસીની ચટણી બનાવવા માટે સૌથી પહેલા લીલા ધાણા અને તુલસીના પાંદડાને સારી રીતે ધોઈ લો. પછી એક બાઉલમાં લીલા ધાણા, તુલસીના પાંદડા, લાલ મરચા, આદુ, લીલા મરચા, ઓલિવ ઓઇલ નાખો. ત્યારબાદ તેમાં લીબુંનો રસ અને મીઠું પણ મિક્સ કરો.

દરેક સામગ્રીને સારી રીતે પીસી લો. તમારી તુલસીની ચટણી બનીને તૈયાર છે. તમે આ ચટણીને પકોડા, સમોસા અથવા અન્ય ભોજન સાથે પણ સર્વ કરી શકો છો.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઈન્ટરનેટ દ્વારા આપવામાં આવેલ માહિતી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)