તુલસી ના ફાયદા તો તમે જાણો છો જાણો પણ દૂધ સાથે પીવા નાં ફાયદા નહિ જાણતા હોય

તુલસી આપણા ઘરોમાં એક મહત્વનું સ્થાન છે, કારણ કે હિંદુ ઘરોમાં તેની પૂજા પણ કરવામાં આવે છે, પરંતુ તેની સાથે-સાથે તુલસી ઘણા ગુણોથી ભરપુર પણ છે જેનાથી ઘણા પ્રકારના રોગોનો ઉપચાર કરી શકાય છે. તુલસી શરદી-ખાસીથી લઈને કેટલીક મોટી અને ભયંકર બીમારીઓમાં પણ એક કારગર ઔષધિ છે. આયુર્વેદમાં તુલસીના છોડના દરેક ભાગને સ્વાસ્થ્યની દ્રષ્ટીએ ફાયદાકારક કહેવામાં આવ્યું છે. તુલસીના મૂળ, તેની શાખાઓ, પાંદડા અને બીજ બધાનું પોતપોતાનું મહત્વ છે. સામાન્ય રીતે ઘરોમાં બે પ્રકારની તુલસી જોવા મળે છે. એક જેના પાંદડાનો રંગ થોડો ઘાટો હોય છે અને બીજી જેના પાંદડાઓનો રંગ આછો હોય છે. એમ તો તુલસી કેટલીય બીમારીઓનો રામબાણ ઈલાજ છે.

તે એક એવી ઘરગથ્થું ઔષધિ છે જે સ્વાસ્થ્ય સમ્બંધિત કેટલીક બીમારીઓને દુર કરી દે છે. પરંતુ જો તુલસીને દુધમાં નાખીને ઉપયોગ કરવામાં આવે તો તે આનાથી પણ વધારે અસરકારક સાબિત થઇ શકે છે.

તુલસીના ૩-૪ પાંદડાઓને ઉકળતા દુધમાં નાખીને ખાલી પેટે પીવાથી મનુષ્ય કાયમ સ્વસ્થ રહે છે, તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે, તેનાથી તેને કોઈ રોગ સહેલાઈથી થતો નથી.

તણાવમાં મદદ : તુલસીને ગરમ દુધની સાથે લેવાથી આપણી નર્વસ સીસ્ટમને રાહત મળે છે, તે આપણા શરીરમાં સ્ટ્રેસ ઉત્પન્ન કરવાવાળા હોર્મોન્સને કન્ટ્રોલ કરે છે, જેનાથી ડીપ્રેશન સામે લડવામાં મદદ મળે છે, તે એન્ઝાઈટી અને તણાવથી પણ બચાવે છે.

ફ્લુથી બચાવે છે : તુલસીમાં રહેલા એંટીઇન્ફ્લેમેન્ટ્રી તત્વોથી ફ્લુના લક્ષણોને દુર કરવામાં મદદ મળે છે. ફ્લુમાં તેને પીવાથી જલ્દી આરામ મળે છે.

કીડની સ્ટોન થશે દુર : તેનાથી યુરિક એસીડ ઓછુ થાય છે અને કીડની સ્ટોન ધીમેં-ધીમે દુર થવા લાગે છે.

કેન્સરથી બચાવે છે : તુલસી અને દૂધ બન્ને જ એન્ટીઓક્ષીડેંટસ અને પોષક તત્વોથી ભરપુર હોય છે, એન્ટીઓક્ષીડેંટસ શરીરમાં કેન્સરના સેલ્સને બનતા રોકે છે અને સાથે જ આપણી ઈમ્યુન સિસ્ટમને મજબુત કરે છે જેથી કોઈ પણ રોગ સામે લડવાની ક્ષમતામાં વિકાસ થાય છે.

કોલ્ડની સમસ્યા થશે દુર : તુલસી અને દૂધ બન્નેમાં જ એન્ટીબેક્ટેરીયલ તત્વ હોય છે જે સોજાયેલા ગળા, કોલ્ડ અને ડ્રાઈ કફથી લડવામાં ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. તેવામાં ગળામાં ઇન્ફેક્સન, ટોન્સિલ્સ અથવા કોલ્ડ થાય ત્યારે જલ્દી રાહત મળે તે માટે ગરમ દુધમાં તુલસી નાખીને પી શકાય છે.

માથાનો દુખાવો કરશે દુર : દૂધ અને તુલસીનું મિશ્રણ માથાના દુખાવાને દુર કરી શકે છે જો તમારે માથાના દુખાવાની સમસ્યા રહે છે તો તેને તો આ પીતા રહેવાથી જલ્દી જ આ માથાના દુખાવાથી મુક્તિ મળી જશે.

વીડિઓ

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.