તુલસીના બીજ ખાવાના અચૂક ફાયદા, જેનાથી ઘણા રોગો થઇ જાય છે દૂર, જાણો કેવી રીતે

હિંદુ ધર્મમાં તુલસીનો છોડ ઘણો જ પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. તુલસીના પાંદડા વિષે એવું કહેવામાં આવે છે કે આ માત્ર પાંદડા નથી પરંતુ એક વરદાન છે. ભલે તુલસીના છોડને આયુર્વેદની દ્રષ્ટિથી લેવામાં આવે કે પછી જ્યોતિષમાં લઇ લેવામાં આવે, કે પછી પૂજામાં લેવામાં આવે. તેનું તમામ જગ્યાએ ઘણું જ મહત્વ હોય છે. તુલસીના છોડ વિષે ઘણા ગ્રંથોમાં ઘણી બધી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને એ કારણ છે કે તુલસીના છોડને ઔષધીની સંજ્ઞા પણ આપવામાં આવે છે. અને મોટાભાગે લોકો રોજ તુલસીના છોડના દર્શન જરૂર કરે છે, અને તેના પાંદડાનું સેવન પણ કરે છે.

તુલસીના બિજના ઔષધીય ઉપયોગ !!

જયારે પણ તુલસીમાં ઘણા ફૂલ કે બીજ લાગી જાય અને તે પાકે એટલે તોડી લેવા જોઈએ. નહી તો તુલસીના છોડમાં કીડી અને મકોડા લાગી જાય છે અને તેને ખરાબ કરી દે છે.

આ પાકેલ બીજને રાખી લો, તેમાંથી કાળા કાળા બીજ જુદા કરી લો, તેને માંજાણી હિન્દીમાં સબ્જા કહે છે. જો તમારા ઘરમાં તુલસીના છોડ નથી તો બજારમાં ગાંધી કે આયુર્વેદ દવાઓની દુકાનમાંથી તુલસીના બીજ લાવી શકો છો, તે જગ્યાએ પણ તે સરળતાથી મળી જશે.

શીઘ્રપતન અને વીર્યની ઉણપ :

તુલસીના બીજ પાંચ ગ્રામ રોજ રાત્રે ગરમ દૂધ સાથે લેવાથી તકલીફ દુર થાય છે.

નપુંસકતા :

તુલસીના બીજ પાંચ ગ્રામ રોજ રાત્રે ગરમ દૂધ સાથે લેવાથી નપુંસકતા દુર થાય છે અને યૌન શક્તિમાં વધારો થાય છે.

માસિક ધર્મમાં અનિયમિતતા :

જે દિવસે માસિક આવે તે દિવસથી જ્યાં સુધી માસિક રહે, તે દિવસ સુધી તુલસીના બીજ પાંચ પાંચ ગ્રામ સવારે અને સાંજે પાણી કે દૂધ સાથે લેવાથી માસિકની તકલીફ સારી થાય છે, અને જે મહિલાઓને ગર્ભધારણની તકલીફ હોય તો પણ દુર થઇ જાય છે.

તુલસીના પાંદડા ગરમ પ્રકૃતિના હોય છે પણ બીજ ઠંડા હોય છે, તેને ફાલુદામાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે પલાળીને જેલી જેવા ફૂલી જાય છે, તેને આપણે દૂધ કે લસ્સી સાથે થોડા દેશી ગુલાબના પાંદડા નાખીને લેવામાં આવે તો ગરમીમાં ઘણી ઠંડક આપે છે. તે ઉપરાંત તે પાચન સંબંધી ગડબડને પણ દુર કરે છે અને તે પિત્ત ઘટાડે છે. તે ત્રિદોષનાશક અને ક્ષુધાવર્ધક છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.