તુલસી છે ઘણા બધા રોગો ઉપર ઉપયોગમાં આવતી ઔષધી જેના દરેક ભાગ આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાકારક છે

તુલસી ગુણકારી છોડ છે, તેના ખુબ જ ફાયદા છે. હિંદુ ઘરોમાં તેની પૂજા પણ કરવામાં આવે છે માટે જ તેનું ધાર્મિક મહત્વ ઘણું છે, પરંતુ પૌરાણિક મહત્વ ઉપરાંત તુલસી એક ખુબ જ જાણીતી ઔષધી પણ છે, જેનો ઉપયોગ ઘણી બીમારીઓમાં કરવામાં આવે છે. શરદી-ખાંસી થી લઈને ઘણી મોટી અને ભયંકર બીમારીઓમાં પણ કામમાં આવતી ઔષધી છે.

આયુર્વેદિકમાં તુલસીના છોડના દરેક ભાગને આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાકારક ગણવામાં આવે છે. તુલસીનું થડ, તેની ડાળીઓ, પાંદડા અને બીજ બધાનું પોતપોતાની રીતે મહત્વ છે. સામાન્ય રીતે ઘરમાં બે જાતની તુલસી જોવા મળે છે. એક જેના પાંદડા નો રંગ થોડો ઘાટ્ટો હોય છે(શ્યામ તુલસી) અને બીજી જેના પાંદડાનો રંગ આછો હોય છે.(રામ તુલસી)

તુલસી ઘર માં જરૂર વાવો કારણ કે તે તમને ૨૪ કલાક ઓક્સીજન આપે છે. અને નીચે વાંચો બીજા ઘણા રોગો નો ઈલાજ પણ છે તુલસી

યોનીના રોગના ઇલાજમાં : પુરુષોમાં શારીરિક નબળાઈ હોય ત્યારે તુલસીના બીજ નો ઉપયોગ ખુબ જ ફાયદાકારક રહે છે. તે સિવાય યોનીની નબળાઈ અને નપુંસકતામાં પણ તેના બીજ નિયમિત ઉપયોગ ફાયદાકારક રહે છે. અનિયમિત પીરીયડ ની તકલીફમાં : હમેશા મહિલાઓને પીરીયડમાં અનિયમિતતા ની ફરીયાદ રહેતી હોય છે. તે સમયે તુલસીના બીજ નો ઉપયોગ ફાયદાકારક રહે છે. માસિકચક્રની અનિયમિતતા દુર કરવા માટે તુલસીના પાંદડાનો ઉપયોગ નિયમિત કરવામાં આવે છે.

શરદીમાં ખાંસી : જો તમને શરદી કે પછી હળવો તાવ છે તો ખાંડ, કાળા મરી અને તુલસીના પાંદડાને પાણીમાં સારી રીતે પલાળીને તેનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે. તમે ધારો તો તેની ગોળીઓ પણ બનાવીને ખાઈ શકો છો.

ઝાડા થાય ત્યારે : જો તમે ઝાડા(દસ્ત) થી પરેશાન છો તો તુલસીના પાંદડાનો ઈલાજ તમને ફાયદો કરશે. તુલસીના પાંદડાને જીરું સાથે ભેળવીને વાટીલો. ત્યાર પછી તેને દિવસમાં ૩-૪ વખત ચાટતા રહો. આમ કરવાથી દસ્ત અટકી જાય છે.

શ્વાસની દુર્ગંધ દુર કરવા માટે : શ્વાસની દુર્ગંધ ને દુર કરવા માટે તુલસીના પાંદડા ખુબ જ ફાયદાકારક રહે છે. અને કુદરતી હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી. જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવી રહી છે તો તુલસીના થોડા પાંદડા ચાવો. આમ કરવાથી મોઢાની દુર્ગંધ દુર થાય છે.

શરીર ઉપર કઈ વાગવાથી : જો તમને શરીર ઉપર કઈ પણ વાગ્યું હોય તુલસીના પાંદડામાં ફટકડી ભેળવીને લગાડવાથી ઘા જલ્દી ઠીક થઇ જાય છે તુલસીમાં એન્ટી બેક્ટેરીયલ તત્વ હોય છે જે ઘા ને પાકવા નહી દે. આ સિવાય તુલસીના પાંદડામાં તેલમાં ભેળવીને લગાવવાથી બળતરા ઓછી થાય છે.

ચહેરાની ચમક માટે : ત્વચાને લગતા રોગો માટે તુલસી ખુબ જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી ખીલ ફોડકી ઓ દુર થઇ જાય છે અને ચહેરો સ્વચ્છ થાય છે.

કેન્સરના ઇલાજમાં : ઘણી શોધોમાં તુલસીના બીજ ને કેન્સરના રોગોમા ફાયદાકારક બતાવવામાં આવે છે. આમ તો હજુ સુધી તે પુરવાર થયું નથી.