ઘઉં, ડાંગર, બાજરી ઉગાડવા ની કરી બંદ અને હવે કરે છે આ વસ્તુયો નું ઉત્પાદન

તુલસી નો અર્ક કાઢી ને વેચે છે મોઘા ભાવે દર એકરે કમાય છે વર્ષે ૬ થી ૭ લાખ રૂપિયા

એવું ખેતર જ્યાં પરંપરાગત ખેતી નથી કરતા. એક એકરમાં છ પ્રકારની તુલસી ઉગાડવામાં આવે છે. તુલસી ઉપર ઉડતા પતંગિયા જાણે કેહતી હોય કે આવા જ ખેડૂતો હરિતક્રાંતિ પેહલા હતા. હવે સુ થઇ ગયું જે બધા ધાન્ય – ઘઉં ની પાછળ પડી ગયા.

તુલસીનો અર્ક કાઢવા માટે કારખાનું પણ ખેડૂતે પોતાના ઘરમાં જ ચાલુ કરી દીધું. ઓર્ડર મલતા જ દેશભરમાં તુલસી નો અર્ક મોકલવામાં આવે છે. આટલું જ નહિ ખેડૂતો એ જાતે પેકિંગ કરીને બજારમાં પણ ઉતારી દીધું છે. ગામડામાં ખેડૂતની ઓળખાણ જડીબુટીવાળાના રૂપમાં થઇ ગઈ છે.

કેટલીક વાર ઘર ની બહાર નીકળતા જ ખેડૂત પર કેટલીક પ્રકારના સવાલો પૂછવામાં આવે છે, જેના તે સહજતાથી જવાબ પણ આપી દે છે. આ ખેડૂત છે યમુનાનગર જિલ્લાના દામલા ગામનો નિવાસી ધર્મવીર કાંબોજ. હવે તેમના પુત્ર પ્રિન્સે દવાના છોડથી બનતા ઉત્પાદન નાં વેચાણ ની જવાબદારી સંભાળી લીધી છે.

યુવાન ખેડૂતનું કહેવું છે કે આપણે પરંપરાંગત ઉત્પાદનની જગ્યાએ દવાઓની ખેતી કરવી જોઈએ. જે ખેડૂતો આ રીતે ખેતી કરે છે તેમનો નફો બીજા ખેડૂતો કરતા પણ વધારે હોય છે.

એવું ખેતર છે જ્યાં ૬ અલગ અલગ પ્રકાર ની તુલસી નું ઉત્પાદન થાય છે નામી મોટી મોટી કંપનીઓ લઇ જાય છે.

2006 થી કરી રહ્યા છે જડીબુટીની ખેતી >>

પ્રિન્સ કાંબોજના કહેવા અનુસાર તે તુલસીની ચા પણ બનાવે છે તે મગજના ડેન્ગ્યુ માટે ખુબ લાભકારી માનવામાં આવે છે. આ એન્ટિબાયોટિક છે અને ઇન્ફેકશન વગેરેને રોકે છે.નાના બાળકોને પણ આપણે આ આપી શકીએ છીએ. હર્બલ હોવાની સાથે સાથે કેટલાક અન્ય ફાયદા પણ છે.

એલોવેરા, સ્ટીવિયા અને અશ્વગંધા પણ ઉગાડ્યા >>

ધર્મવીર કાંબોજે એલોવેરા, સ્ટીવિયા, અશ્વગંધા ઉગાડ્યા છે. ગિલાઈ નો રસ, એલોવેરાનું જ્યુસ, એલોવેરાનું જેલ, એલોવેરાનું શેમ્પુ, જાંબુ, કેરી પર શોધ ચાલી રહી છે. જાબું, કેરી, ને ડી-ફ્રિઝર કરીને આખું વર્ષ બજારમાં વેચવા ની યોજના છે.

આ છે તુલસીના છોડના પ્રકાર >>

કપૂર તુલસી, લેમન તુલસી, વન તુલસી, મરવા તુલસી, કાળી તુલસી, શ્યામ તુલસીના છોડ, લગભગ એક એકર માં ઉગાડ્યા છે. આ ગયા વર્ષે ખેતરોમાં લગાવ્યા ગયા હતા. તેના બીજ નૌની વિશ્વવિદ્યાલયમાંથી લાવ્યા હતા. તેના અર્ક મલ્ટીપર્પઝ મશીનમાંથી કાઢવામાં આવે છે. આ 700 થી 800 લીટર સુધી ખુલ્લું વેચાય જાય છે. સાઉદી આરબથી પણ શેખ ખેતરને જોવા માટે ગયા હતા.

બધી જાણકારી લખી શકવી સંભવ નહોતી માટે વધુ જાણકારી લેવી હોય તો વિડીયો માં સાંભળો

વિડીયો