તુલસીના છોડ નો નાનો એવો ઉપાય, કાલસર્પ દોષ માંથી મળશે છુટકારો, મળશે ધન લાભ

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ઘણો જ પવિત્ર છોડ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરના આંગણામાં તુલસીનો છોડ ઉગાડેલો હોય છે, તે ઘર માંથી નકારાત્મક શક્તિઓ દુર રહે છે, અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. ઘરના આંગણામાં તુલસીના છોડને કારણે ઘર પરિવારના લોકો ઉપર કોઈપણ પ્રકારના દુ:ખ આવતા નથી. તેની સાથે જ પરિવારના તમામ સભ્ય પ્રગતી તરફ આગળ વધે છે. .

ઘણા બધા લોકોની કુંડળીમાં ઘણા બધા દોષ જોવા મળે છે. તે દોષો માંથી એક કાલસર્પ દોષ છે. તેનાથી છુટકારો મેળવવા માટે હંમેશા લોકો મોંઘા મોંઘા રત્નો ધારણ કરે છે, તેની સાથે જ પૂજા પાઠ પણ કરે છે પરંતુ તેમને આ સમસ્યા માંથી છુટકારો નથી મળી શકતો.

જો તમારા જીવનમાં પણ કાલસર્પ દોષની અસર છે, તો આજે અમે તમને આ લેખ દ્વારા જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા તુલસીના છોડના થોડા ખાસ ઉપાય જણાવવાના છીએ. જેને અપનાવીને તમે કાલસર્પ દોષ માંથી છુટકારો પ્રાપ્ત કરી શકો છો. તેની સાથે સાથે તમારી ઘણી બધી સમસ્યાઓનું પણ સમાધાન થશે.

આવો જાણીએ તુલસીના છોડના ઉપાય :

જો કોઈ વ્યક્તિ કાલસર્પ દોષથી પીડિત છે, અને તેનાથી છુટકારો મેળવવા માટે છે, તો તેના માટે તુલસીના છોડમાં ચાંદીના નાના સાંપને દબાવી દો, અને તેની રોજ નિયમિત રીતે પૂજા કરો. તુલસીના છોડને ધૂપ દીવા કરો. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી ઘણું જ ઝડપથી કાલસર્પ દોષ માંથી છુટકારો પ્રાપ્ત થશે. તે ઉપરાંત તુલસીના છોડની નીચે એક નાનું એવું શિવલિંગ મૂકીને તેની ઉપર એકમુખી રુદ્રાક્ષ અર્પણ કરો. આમ કરવાથી કાલસર્પ દોષની અસર ઓછી થાય છે.

જો કોઈ વ્યક્તિ સૌભાગ્યની પ્રાપ્તિ કરવા માંગે છે, તો તેના માટે તુલસીના છોડમાં રોજ જળ અર્પણ કરો. તેની સાથે જ સાંજના સમયે દેશી ઘી નો દીવડો જરૂર પ્રગટાવો. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી ધનની દેવી માતા લક્ષ્મીજી તમારાથી પ્રસન્ન થાય છે.

જો તમે ધન લાભ પ્રાપ્ત કરવા માંગો છો, તો તેના માટે ગુરુવારના દિવસે તુલસીના છોડની માટીમાં ૧ રૂપિયાનો સિક્કો દબાવી અને તુલસીજીને લાલ ચુંદડી ઓઢાડો. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી ભગવાન વિષ્ણુજીની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર હંમેશા જળવાયેલી રહેશે, અને તમે તમારા જીવનમાં વધુ ધન પ્રાપ્ત કરશો.

જો તમે તુલસીના છોડમાં શાલીગ્રામની મૂર્તિ કે પથ્થર મૂકીને તેની નિયમિત રીતે પૂજા કરો છો, તો તેનાથી તમારા તમામ દોષો દુર થાય છે. કેમ કે શાલીગ્રામના લગ્ન તુલસી સાથે થયા હતા એટલા માટે તેની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ ઉપાયથી ઘર પરિવારમાં સુખ શાંતિ જળવાયેલા રહે છે. જો તમારા ઘર પરિવારમાં કોઈ પ્રકારના કલેશ થઇ રહ્યા છે તો તે પણ શાંત થઇ જશે.

જો કોઈ વ્યક્તિએ પોતાના વેપારમાં નુકશાનનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેના માટે ઘરના આંગણામાં દક્ષીણ પશ્ચિમ દિશામાં તુલસીનો છોડ લગાવી દો, અને દર શુક્રવારે સવારના સમયે સ્નાન કર્યા પછી કાચું દૂધ અર્પણ કરો. તેની સાથે જ તુલસીના છોડ ઉપર કોઈ મીઠાઈ મુકો. જો સફેદ રંગની મીઠાઈ હોય તો તે ઘણું ઉત્તમ માનવામાં આવે છે. હવે આ મીઠાઈને કોઈ પરણિત મહિલાને આપી દો. તમારે આ ઉપાય ૩ થી ૪ અઠવાડિયા સુધી કરવાનો છે. તેનાથી તમારી આર્થિક તંગી દુર થશે અને વેપારમાં લાભ મળવા લાગશે.