તુલસીથી ઘરમાં આવે છે સુખ સમૃદ્ધી, જાણો કઈ દિશામાં મુકવાનું રહેશે શુભ

તુલસીના છોડના ધાર્મિક અને આયુર્વેદિક મહત્વ છે. એક તરફ હિંદુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે, તો બીજી બીજી તરફ તેના પાંદડાથી ઘણી બીમારીઓ ઠીક થઇ જાય છે. જુના સમયમાં તુલસીને ઘરના આંગણામાં ઉગાડવામાં આવતી હતી. તુલસીને હિંદુ ધર્મમાં પવિત્ર અને ધાર્મિક છોડ માનવામાં આવે છે. ઘણી ધાર્મિક કથાઓમાં તુલસીના છોડનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. જયોતિષીઓનું કહેવું છે કે તુલસીનો છોડ ઘરમાં શુભ હોય છે. તુલસીના છોડને ભગવાન કૃષ્ણના ભોગમાં રાખવામાં પણ જરૂરી ગણાવેલ છે. કહેવામાં આવે છે કે જો શક્ય હોય તો આગણામાં અથવા ઘરમાં તુલસીનો છોડ ઉગાડો અને રોજ તેની નીચે દીવો સળગાવો, તો સુખ સમૃદ્ધી આવે છે. તો આવો જણાવીએ આ છોડ વિષે જરૂરી વાતો.

ઉત્તર પૂર્વ દિશામાં મુકવો ઉત્તમ

માનવામાં આવે છે કે તુલસીના છોડ ઘરમાં ઉત્તર દિશા, પૂર્વ દિશા કે પછી ઉત્તર-પૂર્વ દિશામાં મુકવો જોઈએ. દક્ષીણ દિશામાં તુલસીનો છોડ ક્યારેય ન મુકવો જોઈએ. તુલસીનો સુકો છોડ ક્યારેય પણ ઘરમાં ન રાખવો જોઈએ. સાથે જ સુકો છોડ ક્યાય ઘરમાં જ્યાં ત્યાં ફેકવો ન જોઈએ, પણ તેને કોઈ કુવામાં કે કોઈ પવિત્ર સ્થાન ઉપર ચડાવી દેવો જોઈએ. તેની જગ્યાએ નવો છોડ લગાવવો જોઈએ. જો છોડના અમુક પાંદડા ખરાબ છે, તો તેને છોડમાંથી તોડીને જુદા કરી દો.

પાંદડામાં રોગ પ્રતિકારક શક્તિ

તુલસીના પાંદડામાં રોગ પ્રતિકારક શક્તિ હોય છે. તે પાંદડાનું સેવન કરવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ મજબુત થાય છે નિયમિત રીતે તુલસીનું સેવન કરવાથી શરદી જુકામ અને ફ્લુ જેવી બીમારીઓ ઠીક થી જાય છે. તુલસીના છોડ ઉપર થયેલા સંશોધન મુજબ, તુલસીના પાંદડામાં કેન્સર જેવી ગંભીર બીમારીઓ દુર કરવાના ગુણ છે. કહેવામાં આવે છે કે તુલસીના પાંદડા અને બીજ ના સેવન કરવાથી નપુંસકતા પણ દુર થાય છે.

સવારના સમયે જ તોડવા પાંદડા

એવી માન્યતા છે કે તુલસીના પાંદડા સવારના સમયે જ તોડવા જોઈએ. કોઈ બીજા સમયે તેને તોડવા સારું માનવામાં આવતું નથી. એટલું જ નહી, કહેવામાં આવે છે કે તુલસીના પાંદડા ક્યારે પણ વાસી નથી થતા, તોડ્યા પછી ઘણા દિવસો પછી પણ તે પાંદડાને પૂજામાં લેવામાં આવે છે. તેને વારંવાર ધોઈને પણ દેવતાઓને ચડાવી શકાય છે.એવું કહેવામાં આવે છે કે રવિવારના દિવસે તુલસીને જળ ચડાવી શકાય છે, પણ તેની નીચે દીવો ન સળગાવવો જોઈએ.

તેવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશ અને માં દુર્ગાને તુલસીના પાંદડા ન ચડાવવા જોઈએ. તે ઉપરાંત તે ધ્યાન રાખો જ્યાં પણ તુલસીનો છોડ રાખેલ છે, ત્યાં ક્યારેય ગંદકી ન કરવી.

સૌથી અગત્ય ની વાત તુલસી ૨૪ કલાક ઓક્સીજન આપે છે એટલે ખાસ તમે ધાર્મિક મહત્વ નાં સમજો તો પણ તેનું આયુર્વેદિક અને આપણ ને જરૂરી ઓક્સીજન મેળવવા માટે પણ ઘરમાં ઉગાડો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.