જાણો તુલસી વિવાહની કથા, પૂજા વિધિ અને મહત્વ, એ પણ જાણો કે આ દિવસે શું કરવું જોઈએ?

દર વર્ષે કારતક માસના સુદ પક્ષની અગિયારસે તુલસી વિવાહનો પર્વ આવે છે. અને આ અગિયારસના દિવસે ધામધૂમથી તુલસીના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે કરવામાં આવે છે. આ વર્ષે તુલસી વિવાહ ૦૮ નવેમ્બર ૨૦૧૯ના દિવસે આવી રહ્યા છે. તુલસી વિવાહને બીજા પણ ઘણા નામોથી ઓળખવામાં આવે છે, અને રાજસ્થાનમાં તેને ‘બટુઆ ફિરાના'(એક અનુવાદ : પાકીટ ફેરવવું) કહેવામાં આવે છે.

તુલસી વિવાહની કથા :

તુલસી વિવાહ સાથે એક કથા જોડાયેલી છે અને એ કથા મુજબ વૃંદા નામની એક મહિલાને શાલીગ્રામ પથ્થર સાથે લગ્ન કરવાનું વરદાન મળ્યું હતું. આમ તો લગ્ન માટે વૃંદા સામે એક શરત મુકવામાં આવી હતી. જે મુજબ વૃંદાએ ભગવાન શાલીગ્રામની પત્ની બનવા માટે તુલસીનું સ્વરૂપ લેવાનું હતું. એ મુજબ શાલીગ્રામ સાથે લગ્ન કરવા માટે વૃંદાએ તુલસીનું સ્વરૂપ લીધું હતું. શાલીગ્રામ પથ્થરને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે.

તુલસી વિવાહનું મહત્વ :

તુલસી વિવાહ સાથે જ દેવઉઠી અગિયારસ પણ આવે છે, અને દેવઉઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રા અવસ્થામાંથી જાગી જાય છે. દેવઉઠી અગિયારસના દિવસે સૌથી પહેલા ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, અને એમની પૂજા કર્યા પછી તુલસી વિવાહ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં તુલસીના વિવાહનું ઘણું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે, અને શાસ્ત્રો મુજબ અગિયારસના દિવસે તુલસી અને ભગવાન શાલીગ્રામના લગ્ન કરવાથી જીવનની તકલીફો દુર થઇ જાય છે.

એટલું જ નહીં જે લોકોના લગ્ન નથી થઇ રહ્યા, જો તે સાચા મનથી તુલસીના વિવાહ કરાવે છે, તો તેના લગ્ન પણ વહેલી તકે જ થઈ જાય છે. સાથે જ તે પણ કહેવામાં આવે છે કે, જે લોકોને કોઈ દીકરી નથી જો તે તુલસીના વિવાહ કરે છે તો તેને કન્યાદાન જેવું પુણ્ય પ્રાપ્ત થાય છે. અરે એટલું જ નહિ એવું પણ માનવામાં આવે છે કે, તુલસી વિવાહ કરવાથી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે.

તુલસી વિવાહની વિધિ :

તુલસી વિવાહ અગિયારસની સાંજે કરવામાં આવે છે. વિવાહ કરતા પહેલા તમે વિષ્ણુજીની પૂજા કરો.

વિષ્ણુજીની પૂજા કર્યા પછી તુલસીના છોડને સારી રીતે શણગારો અને કુંડાની પાસે મંડપ બનાવો.

તુલસીને તમે સુહાગનો સામાન અર્પણ કરો અને કુંડા ઉપર સાડી લપેટી દો. કુંડાનો તમે સારી રીતે શૃંગાર પણ કરો.

ત્યાર પછી તમે વિવાહની વિધિ શરુ કરો અને સૌથી પહેલા ભગવાન ગણેશનું નામ લો. પછી શાલીગ્રામની મૂર્તિ અને તુલસીજીની સાત પરિક્રમા કરાવો અને છેલ્લે આરતી કરી વિવાહ પૂર્ણ કરો.

તુલસી વિવાહમાં તમે તે તમામ વિધિ કરો, જે કોઈ પણ છોકરીના વિવાહમાં કરવામાં આવે છે.

તુલસી વિવાહ ઉપરાંત ૦૮ નવેમ્બર દેવઉઠી અગિયારસ પણ છે, અને દેવઉઠી અગિયારસના દિવસે વ્રત રાખવું શુભ હોય છે. એટલા માટે દેવઉઠી અગિયારસનું વ્રત પણ તે દિવસે જરૂર રાખો અને એ દિવસે ચોખાનું સેવન ન કરશો. કેમ કે દેવ ઉઠી અગિયારસના દિવસે ચોખાનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.