તુલસી વિવાહના દિવસે કરો આ ઉપાય, મળી જશે મનગમતો જીવનસાથી

દેવઉઠી અગિયારસ(એકાદશી) ની સાથે જ શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે, અને આ દિવસે તુલસી વિવાહ પણ કરવામાં આવે છે. તુલસીના વિવાહ કરાવવા ઘણા શુભ માનવામાં આવે છે, અને એવું કહેવામાં આવે છે કે, તુલસી વિવાહ કરવાથી સાચો જીવનસાથી મેળવી શકાય છે. એટલા માટે જે લોકો સાચા જીવનસાથીની શોધ કરી રહ્યા છે, એ લોકો તુલસી વિવાહના દિવસે નીચે જણાવેલા ઉપાયો કરો. આ ઉપાયોને કરવાથી જલ્દી જ તમારા લગ્ન થઈ જશે અને તમને મનગમતા જીવનસાથી મળી જશે.

કયારે છે તુલસી વિવાહ :

તુલસી વિવાહ 8 તારીખે આવી રહ્યા છે, અને આ દિવસે દેવઉઠી અગિયારસ પણ છે. હકીકતમાં દેવઉઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ આરામની મુદ્રામાંથી જાગી જાય છે, એની સાથે જ શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે. અને આ દિવસે તુલસીના વિવાહ કરવામાં આવે છે. તેમજ તમે તુલસી વિવાહના દિવસે નીચે જણાવેલા પાંચ ઉપાયો જરૂર કરો.

તુલસી વિવાહના દિવસે કરો આ ઉપાય, મળી જશે મનગમતા જીવનસાથી :

દીવો પ્રગટાવો :

તુલસી વિવાહના દિવસે તમે સાંજના સમયે તુલસીના છોડની પૂજા કરો અને આ છોડની સામે બે સરસવના તેલના દીવા પ્રગટાવો. આ દીવડાને પ્રગટાવતા સમયે તમે તુલસી માં પાસે મનગમતા જીવનસાથીની કામના કરો. તમે ઈચ્છો તો સરસવના તેલ સિવાય ગાયના ઘી નો પણ દીવડો પ્રગટાવી શકો છો.

કરો આ મંત્રનો જાપ :

તુલસી વિવાહના દિવસે તમે તુલસી માં ને સુહાગન વાળો સામાન અર્પણ કરો અને તુલસીની સામે બેસીને નીચે જણાવેલ મંત્રનો જાપ 21 વાર કરો.

તુલસી વિવાહના દિવસે “ॐ नमों भगवते वासुदेवाय नम: ” મંત્રનો જાપ કરો.

ચમેલીના તેલનો દીવો પ્રગટાવો :

તુલસી વિવાહના દિવસે કન્યાઓ દિવસમાં બે વાર, એકવાર સવારે અને એકવાર સાંજે ચેમલીના તેલનો દીવો જરૂર કરો. એવું માનવામાં આવે છે કે, ચમેલીના તેલનો દીવો તુલસીની સામે પ્રગટાવવાથી જલ્દી લગ્ન થઈ જાય છે.

મંદિરમાં અર્પણ કરો આ વસ્તુ :

દેવ ઉઠી અગિયારસના દિવસે તમે ગોળ, કેસર અને સાત આખી અડદની ગાંઠને એક લાલ રંગના કપડામાં બાંધી દો. પછી આ કપડાંને વિષ્ણુ ભગવાનના મંદિરમાં જઈને એમને અર્પણ કરો. અને એને અર્પણ કરતા સમયે ભગવાન વિષ્ણુ પાસે જલ્દી લગ્ન થવાની કામના કરો. આ ઉપાય કરવાથી લગ્ન જલ્દી થઇ જાય છે.

પીપળાના ઝાડની પૂજા કરો :

તમે સાંજના સમયે પીપળાના ઝાડની પૂજા કરો અને ઝાડની સામે ત્રણ દીવા પ્રગટાવો. જે ઘી, સરસવ, ચમેલીના હોવા જોઈએ. આ દીવાને પ્રગટાવ્યા પછી તમે ઝાડની પ્રદક્ષિણા કરો અને પોતાની મનોકામના મનમાં બોલી દો.

અર્પણ કરો લાલ સાડી :

સાંજના સમયે તુલસીની પૂજા કરો અને પૂજા કર્યા પછી તુલસીના છોડ પર લાલ રંગની સાડી ચઢાવો. સાડી સિવાય તમે લીલા રંગની બંગડી પણ તુલસીને ચઢાવી શકો છો. એવું કરવાથી પણ એક વર્ષની અંદર લગ્ન થઈ જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.