શ્યામ તુલસી તાવને દૂર કરવા માટે પેરાસીટામોલથી પણ સારી અસર કરે છે. બંને તુલસી વિશે જાણીએ

નમસ્કાર મિત્રો ! આજ અમે તમને રાજીવ દિક્ષીતજીની લખેલ તુલસીના ફાયદા કહેવા જઈ રહ્યા છીએ. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે તુલસી બે પ્રકારની હોય છે. જેમાંથી એક હોય છે. “રામ તુલસી” વને બીજી છે “શ્યામ તુલસી” મોટા ભાગે તુલસી આપણા સૌના ઘરમાં હોય છે. એવું અમુક જ ઘર હશે જ્યાં તુલસી ન હોય. તો ચાલો જાણીએ આ તુલસીના લાભો વિશે વિસ્તારથી.

તુલસી બધી જ જગ્યાએ જોવા મળે છે.તેને લોકો ઘરોમાં, બગીચા તથા મંદિરોની આજુબાજુ ઉગાડે છે પરંતુ તે જંગલોમાં આપોઆપ ઉગી જાય છે. તુલસી ઘણી જાત ની હોય છે. પણ ગુણધર્મની દ્રષ્ટિએ કાળી તુલસી બધા કરતા વધારે મહત્વપૂર્ણ અને ઉત્તમ હોય છે. સામાન્ય રીતે તુલસીના પાંદડા લીલા અને કાળા હોય છે. તુલસીના છોડ સામાન્ય રીતે 1 થી 4 ફૂટ જેટલા ઊંચા હોય છે. તેના પાંદડા 1 થી 2 ઇંચ લાંબા અંડાકાર, આયાતાકાર, ગ્રંથીયુક્ત તથા સુગંધિત હોય છે. તેમાં ગોળાકાર, રીંગણ જેવા કલર ના કે લાલ જેવા મંજરી (ફૂલ) ઉગે છે.

રામ તુલસી અને શ્યામ તુલસી – વાત જો તુલસીના પ્રકારની કરીએ તો સૌથી વધુ રામ તુલસી મળે છે. રામ તુલસીનો રંગ થોડો લીલો હોય છે. જયારે શ્યામ તુલસી દેખાવમાં ઘાટા લીલા રંગની હોય છે. ક્યારેક શ્યામ તુલસી દેખાવમાં કાળા રંગની પણ જોવા મળે છે તેથી, તેને શ્યામ તુલસી કહે છે. શ્યામ તુલસીમાં ઘણા બધા ઔંષધીય ગુણ જોવા મળે છે. જયારે રામ તુલસીમાં વધુ ગુણ નથી.

ઘરમાં લગાવવાના જરૂરી પ્રકારો

જો તમારે ઘરમાં તુલસી લગાવવી હોય તો શ્યામ તુલસી જ લગાવાય. જેમ કે આપણે જાણીયે જ છીએ કે તુલસીની એક ખાસ વિશેષતા હોય છે. અને તે વિશેષતા એ છે કે તુલસી વર્ષમાં ગમે ત્યારે લગાવી શકાય છે પછી ભલે ઋતુ ગમે તે હોય. તેની એક વધુ વિશેષતા છે કે તુલસી કોઈ પણ સમયમાં મળી શકે છે. તુલસીને ઘરમાં બગીચામાં પણ લગાવી શકાય છે અને જો બગીચો ન હોય તો તેને આપણે કોઈ કુંડામાં લગાવી શકાય છે.

શ્યામ તુલસીના ઉપયોગો

શ્યામ તુલસીના ઘણા બધા ઉપયોગો છે. સૌથી પહેલા ઉપયોગની જો વાત કરીએ તો, શ્યામ તુલસી કોઈ પણ પ્રકારના તાવને મટાડી શકે છે. ભલે તે પછી બેક્ટેરિયલ તાવ હોય કે વાઇરલ તાવ, શ્યામ તુલસીનું સેવન કરવાથી તમને આ બધા તાવમાંથી હંમેશા માટે છુટકારો મળી જશે. તો તમે હંમેશા ઘરમાં તુલસી લગાવો.

શ્યામ તુલસીના ઉપયોગ કરવાની સરળ રીતો

શ્યામ તુલસીનો ઉપયોગ કરવો ખુબ જ સરળ છે. તેના માટે તમારે 15-20 પાંદડાની ચટણી બનાવીને તેને ગરમ કરીને તેનો રસ કાઢવાનો થશે. રસ કાઢ્યા બાદ તેમાં થોડો ગોળ મેળવી લો. જો તમને મધ પસંદ હોય તો તે રસમાં 1-2 ચમચી તમે મધ પણ મેળવી શકો છો. અંગ્રેજી દવા ” પેરાસીટામોલ ” જે કામ કરે છે તે જ કામ આ તુલસી કરે છે. જો તમને 104-105 ડિગ્રી તાવની ફરિયાદ રહેતી હોય તો તેનો ઉકાળો બનાવીને સેવન કરો. ખુબ ઓછા સમયમાં તમારો તાવ ઉતરી જશે.

ઉકાળો બનાવવાની રીત

તુલસીના પાનનો ઉકાળો બનાવવો ખુબ જ સરળ છે. તેના માટે તમારે તુલસીના કેટલાક પત્તા લઈને તેને કોઈ વાસણમાં પાણી મેળવીને તેને ઉકાળવા પડશે. પાનને ત્યાં સુધી પાણીમાં ઉકાળો, જ્યાં સુધી પાણી અડધું ન થઇ જાય. ત્યાર બાદ પાણીમાં થોડો ગોળ ઉમેરો. અને પાણીને પીવા લાયક નવસેકું કરી લો. આ ઉકાળાથી ગમે તેટલો પણ તાવ હોય, તરત ઉતરી જશે.

મહિલાઓ માટે ફાયદાકારક

ઘણી માતાઓને અંદરથી પાણી આવવાની ફરિયાદ હોય છે. જેને અંગ્રેજીમાં લીકોરીયા કહે છે, જેની સૌથી સારી ઔષધ છે આ શ્યામ તુલસી. આ શ્યામ તુલસીનો ભરપૂર ઉપયોગ કરો તમને આ બીમારીથી ખુબ સરળતાથી છુટકારો મળી જશે.

ગુણ ( પ્રોપર્ટી )

આયુર્વેદ અનુસાર : આયુર્વેદ અનુસાર તુલસી, હલ્કી, ગરમ, તીખી, કડવી, શુષ્ક, પાચનશક્તિને વધારવાવાળી હોય છે તુલસી જીવજંતુઓનો નાશ કરવાવાળી, દુર્ગંધને દૂર કરવાવાળી, કફને કાઢવાવાળી તથા વાયુને નષ્ટ કરવાવાળી હોય છે.

આ પાંસળીનો દુખાવો મટાડવા માટે, હૃદય માટે લાભકારી, મુત્રકૃચ્છ ( પેસાબ કરવામાં કસ્ટ થવો ) ને સરખું કરવાવાળી, ઝેર ફેલાતા અટકાવવા વાળી અને ચામડીના રોગને સમાપ્ત કરવાવાળી હોય છે. આ હેડકી,ખાંસી,દમ,માથા નો દુખાવો,મીર્ગી, કરમિયા, વિષ વિકાર,ભોજન માં અરુચિ,લોહી ની અશુદ્ધિ,કમર દર્દ,મોં ની દુર્ગંધ વગેરે દૂર કરે છે.

તેનાથી વીર્ય વધે છે, ઉલટીમાં સારું રહે છે, જૂની કબજિયાત દૂર થાય છે, રુજ જલ્દી આવે છે, સોજાયેલું મટે છે, સાંધાનો દુખાવો, મૂત્રની જલન, પેસાબ કરવામાં દુખાવો, રક્તપિત્ત અને નબળાઈ વગેરે રોગો માં રાહત આપે છે. આ જીવાણુ નષ્ટ કરે છે અને ગર્ભને રોકે છે.

યુનાની ચિકિત્સક અનુસાર

યુનાની ચિકિત્સક અનુસાર તુલસી બળ વધારવાવાળી , હૃદયઉત્તેજક, સોજાયેલું મટાડવા માટે અને માથાના દુખાવાને સાજું કરવાવાળી છે. તુલસીના પાન બેભાનીમાં સૂંઘાડવાથી ભાન માં આવે છે. તેના પાન ચાવવાથી દુર્ગંધ દૂર થાય છે. તુલસીના સેવનથી સૂકી ખાંસી દૂર થાય છે અને વીર્ય જાડુ થાય છે આના બીજ ઝાળા માં લોહી આવવું બંધ કરે છે.

વૈજ્ઞાનિકો અનુસાર

વૈજ્ઞાનિકો દ્વારા તુલસીનું રાસાયણિક વિશ્લેસણ કરવાથી જણાય છે કે તેના બીજ માં લીલા અને પીળા રંગના એક તેલ 17.8 ટકાની માત્રામાં હોય છે. તેના સિવાય બીજ માથી નીકળવાવાળા સ્થિર તેલમાં કેટલાક સીટોસ્ટરાલ, સ્ટિયરિક, લીનોલક, પાંમીટીક, લીનોલેનીક અને ઓલીકવશાઅમ્લ પણ હોય છે તેમાં ગ્લાયકોસાઈડ, ટેનિન, સેવાનીન અને એલ્કેલાઇડ્સ પણ હોય છે.

તુલસીના પાન અને ફૂલો થી લવિંગ ના સમાન ગંધવાળા પીડા અને લીલા રંગવાળા હવા માં ઉડી જાય તેવું તેલ 0.1 થી 0.3 ટકાની માત્રામાં મળે છે. તેમાં યુજિનાલ, 71 ટકા યુજિનાલ મિથાઇલ ઇથર 20 ટકા તથા કાર્વાકોલ 3 ટકા હોય છે. તેના પાનમાં થોડી માત્રામાં કેરોટીન અને વિટામીન સી પણ હોય છે.

હિન્દૂ ધર્મમાં તુલસીને મહત્વ અપાયું છે. તુલસીની પૂજા બધા ઘરોમાં કરાય છે અને તેથી તુલસી ઘર ઘરમાં લગાવાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે ઘરમાં તુલસીના છોડ હોય છે ત્યાં મચ્છર, સાપ, વીંછી જેવા હાનિકારક જીવજંતુઓ વગેરે ઉત્પન્ન થતા નથી.

તુલસીના પાનને હાથ જોડીને કે મનમાં તુલસીના પ્રતિ સમ્માન અને શ્રદ્ધા રાખીને જેટલી આવશ્યકતા હોય તેટલી જ તોડવી જોઈએ. તેના પાન તોડતા સમયે ધ્યાન રાખો કે મંજરીની આસપાસના પાન તોડવાથી છોડ વધારે જલ્દી વધે છે. તેથી મંજરીની આસપાસના પાન તોડવા જોઈએ.

પૂર્ણિમા, અમાસ, સંક્રાંતિકાળ, કાર્તિક, દ્વાદશી, રવિવાર, સાંજનો સમય, રાત અને દિવસના બાર વાગ્યાની આસપાસ તુલસીના પાન ન તોડવા જોઈએ. તેલની માલીસ કરાવ્યા પછી નાયા વિના, સ્ત્રીઓના માસિક ધર્મના સમયે અથવા કોઈ પ્રકારની અન્ય અશુદ્ધતાના સમયે તુલસીના છોડને અડવું નહિ કારણ કે તેનાથી છોડ ના પાન જલ્દી સુકાઈ જાય છે. જો પાનમાં કાણાં દેખાવા લાગે છાણ ની રાખ છાંટવા થી ઉત્તમ ફળ મળે છે.

હાનિકારક પ્રભાવ

ચરકસંહિતા અનુસાર તુલસીની સાથે દૂધનો પ્રયોગ કરવો નહિ કારણ કે તેનાથી રક્તપિત્તનો રોગ થવાની સંભાવના રહે છે. કાર્તકના મહિનામાં તુલસીના પાંદડા પાનની સાથે ખાવા થી શારીરિક કષ્ટ થઇ શકે છે. તુલસીનું વધારે પ્રમાણમાં સેવન કરવું માથા માટે હાનિકારક હોય છે.

વધુ જાણકારી માટે નીચે વિડીયો સાંભળો

વિડીયો