ટૂંકા કપડાં અને ઊંચા વિચારને લઈને તેજપ્રતાપ પછી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ(DM)ના ઘરમાં નાટક, રસ્તા પર સુઈ ગઈ પત્ની

આઈએએસ (વર્તમાનમાં જમુઈના જિલ્લાધિકારી) ધર્મેન્દ્ર કુમારની પત્ની વત્સલા સિંહ પોતાનીમાં સાથે સવારે લગભગ સાડા આઠ વાગ્યે એમના સરકારી આવાસના મુખ્ય દરવાજા પર પહોંચી અને અંદર જવાનો પ્રયત્ન કર્યો. સુરક્ષા કર્મીએ એમને થોડીવાર રોકયા પણ ગુસ્સાથી લાલચોળ વત્સલાને વધારે વાર સુધી નહિ રોકી શક્યા. તે પોતાની માં સાથે આવાસ પરિસર પહોંચી ગઈ, જ્યાં બંનેને જણાવવામાં આવ્યું કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જમુઈની બહાર ગયા છે. પણ તે ત્યાં અડગ રહી. જોત જોતામાં ત્યાં લોકોની ભીડ જમા થઈ ગઈ.

હકીકતમાં 2013 ના બેચના આઈએએસ ઘર્મન્દ્ર કુમાર અને એમની 26 વર્ષીય પત્ની વત્સલા સિંહ વચ્ચે એમના લગ્ન જીવનમાં ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. બંનેના લગ્ન 11 માર્ચ 2015 ના રોજ થયા હતા. લગ્નના 2 વર્ષની અંદર જ પતિ-પત્ની વચ્ચે વિવાદ એટલો બધો વધી ગયો છે કે હવે છૂટાછેડા લેવા સુધીની પરિસ્થિતિ ઉભી થઈ છે. આ વર્ષે માર્ચ મહિનામાં ધર્મેન્દ્ર કુમારે પટનાની ફેમેલી કોર્ટમાં વત્સલા સાથે છૂટાછેડા માટેની અરજી પણ દાખલ કરી છે. જેના પર સુનાવણી ચાલી રહી છે.

જમુઈમાં પોતાના પતિના ઘરની બહાર ધરણા પર બેસેલી વત્સલા સિંહનું કહેવું છે, કે એમને એ વાતની કોઈ જાણકારી નથી કે એમના પતિએ એમની સાથે છૂટાછેડા લેવા માટે કયા કારણથી આપી છે. એમનું કહેવું છે કે એમના સાસરા પક્ષ વાળા હંમેશા ધર્મેન્દ્ર કુમારનો પક્ષ લેતા હતા, અને એમના પર આરોપ લગાવતા હતા કે તે ફક્ત અંગ્રેજીમાં જ વાત કરે છે અને ટૂંકા કપડાં પહેરે છે. વત્સલા પટનાના પાટલીપુત્ર વિસ્તારમાં સ્થિત એક મોટા બિઝનેસમેનની છોકરી છે.

વત્સલાનો આરોપ છે કે તે પોતાના પતિ સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કરી રહી છે, પણ એમના પતિ ધર્મેન્દ્ર કુમાર એમનો સાથ નથી આપી રહ્યા. હવે એવું કહેવામાં આવું રહ્યું છે, કે બંને વચ્ચેના વિવાદ ઉકેલવા માટે ફેમેલી કોર્ટ સહીત રાષ્ટ્રીય મહિલા આયોગે ઘણી વાર સલાહ માટે બોલાવ્યા પણ તે હાજર થયા નહિ.

જો કે, જાણકારી પ્રમાણે ધર્મેન્દ્ર કુમારે આ મુદ્દે વાત કરવાની ના પાડી દીધી છે. અને કહ્યું છે કે, આ બાબતે કોર્ટમાં વાત ચાલી રહી છે, માટે તે ફક્ત કોર્ટના આદેશનું પાલન કરશે. એમણે વત્સલા પર ત્રાસ ગુજારવાનો આરોપ પણ લગાવ્યો છે. વત્સલા સાથે એમની માં પણ ધરણા પર બેસી છે.