ઈલાજ છોડીને કેન્સર પીડીતાએ ખાવાની શરુ કરી ‘હળદળની ગોળી’, પરિણામ જોઈને ડોક્ટર પણ રહી ગયા દંગ

આજના સમયમાં ભલે અંગ્રેજી દવાઓ અને ચિકિત્સકીય વિધિનું પ્રચલન વધી ગયું છે. પણ આજે પણ આપણી જૂની આયુર્વેદિક પદ્ધતિ ખુબ જ ઉપયોગી છે. આયુર્વેદમાં માત્ર અસાધ્ય રોગોનો જ ઈલાજ શક્ય નથી પણ તે પૂર્ણ રીતે સુરક્ષિત પણ મનાય છે. ઘણી વાર કેટલાક ગંભીર રોગોમાં અંગ્રેજી દવાઓ અસર નથી કરતી, ત્યારે તેનું નિદાન આયુર્વેદમાં જ મળે છે. અને હાલમાં જ કઈક એવું જ જોવા મળ્યું છે, જ્યાં કેન્સર પીડિત એક મહિલા જયારે ઈલાજ કરાવીને થાકી ગઈ તો તેણે ‘હળદરની ગોળી’ લેવાનું શરુ કર્યુ. અને પછી થોડા જ દિવસોમાં તે પરિણામ જોવા મળ્યું જે પાછલા પાંચ વર્ષોમાં ઈલાજ દરમિયાન ન મળી શક્યું.

આ બાબત બ્રિટેનની છે જ્યાં એક મહિલાએ માત્ર ઘરેલું દવાઓના ઉપયોગથી જીવલેણ બીમારી ‘બ્લડ કેન્સર’ ને હરાવી દીધી. જી હા, તે પણ તે ગંભીર સ્થિતિમાં જયારે તેનો ઈલાજ કરી રહેલા ડોક્ટર પણ હાર માની ચુક્યા હતા. ઉત્તરી બ્રિટેનમાં રહેતા 67 વર્ષીય ડીએનેક ફેર્ગસન પાછલા પાંચ વર્ષથી બ્લડ કેન્સરથી ગ્રસિત હતી. તેમણે તેનો ઈલાજ કરાવ્યો પણ કોઈ ફાયદો નહોતો થઇ રહ્યો. છેલ્લે જયારે તેમણે પોતે જ પોતાનો ઈલાજ બંધ કરાવીને હળદરની ગોળી ખાવાની શરુ કરી, તો તેની હાલતમાં ઘણો સુધાર થઇ ગયો. અને છેલ્લે તેમણે કેન્સરને હરાવી દીધો.

મીડિયા રીપોર્ટ મુજબ અપંગ કરી દેતું બ્લડ કેન્સર ‘માએલોમા’ થી ગ્રસિત ફેર્ગસનની ત્રણ વાર કીમોથેરેપી કરવામાં આવી હતી. પણ તેનાથી લાભ મળવા કરતા તેનું દુ:ખ વધી ગયું. એવામાં ડોક્ટર પણ તે વાતને લઈને ડરવા લાગ્યા, કે હવે ફેર્ગસનની સ્થિતિમાં કેવી રીતે સુધારો થઇ શકે અને તેનો જીવ બચી શકે.

માએલોમામાં પ્લાઝમા સેલ અસામાન્ય અને અનિયંત્રિત રીતે વધે છે. પણ હવે હાલમાં ફેર્ગસનના પ્લાઝમા સેલ ઘણા ઓછો થઇ ગયા, અને આ ઈલાજથી નહી પણ ઘરેલું દવાથી સંભવ થઇ શક્યું.

અસલમાં જયારે ફેર્ગસનને ઈલાજથી કોઈ ફાયદો થતો ન દેખાયો, તો તેણે ઈલાજ કરાવવાનો બંધ કરી દરરોજ આંઠ ગ્રામની હળદરની એક ગોળી લેવાની શરુ કરી દીધી. એવું તેણે લાંબા સમય સુધી કર્યુ અને તેનું પરિણામ આ આવ્યું કે જયારે તે કેટલાક વર્ષ પછી ડોક્ટર પાસે પહોંચી, તો તેની સ્થિતિમાં સુધારો જોઈને તે હેરાન રહી ગયા. બાર્તસ હેલ્થ એનએચએસ ટ્રસ્ટના ડોક્ટર જે ફેર્ગસનનો ઈલાજ કરી રહ્યા હતા, તેનું કહેવું છે કે તેની જાણકારીમાં આ પહેલી વાર થયું છે કે જરૂરી ઈલાજ બંધ થયા છતાય સતત વધતી બીમારી સાજી થઇ ગઈ.

તમને જણાવી દઈએ કે આ ગોળી રસોઈમાં ઉપયોગ થતી સામાન્ય હળદરની નથી. પણ તે તેનાથી અલગ છે. અર્થ એ છે કે દસ દિવસની આ ગોળીની કિંમત લગભગ 4297 રૂપિયા છે. તેમાં રસોઈમાં ઉપયોગ થતા હળદરની અપેક્ષા વધુ પ્રમાણમાં કરકયુંમીન થાય છે. અસલમાં કરકયુંમીન એક પ્રકારનું તત્વ છે જે હળદરમાં મળે છે, અને તે કારણે જ હળદરની ગોળી મહિલાના કેન્સરનો નાશ કરવામાં કાર્યરત સાબિત થઇ શકી. તમે એના માટે આયુર્વેદના નિષ્ણાંતની સલાહ જરૂર લો.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.