તૂટેલ હાડકાઓને જલ્દી જોડવાવાળી રામબાણ ઔષધિ છે હડજોડ

હાડકા જોડવાના ઘરેલું ઉપાય અને આયુર્વેદિક દવા : હાડકા આપણા શરીરમાં એક મુખ્ય ભાગ હોય છે. હાડકા મજબુત હોય તો શરીર ફીટ અને સ્વસ્થ રહે છે પરંતુ ખાવાની વસ્તુમાં મિલાવત અને આપણી ખાવા પીવાની ખરાબ આદતોના લીધે શરીરને જરૂરી પોષક તત્વો નથી મળતા જેના લીધે હાડકાઓ નબળા પડવા લાગે છે. કેટલીક વાર હાડકાની સુગમતા ઓછી હોવાના લીધે કે પછી હાડકા પર વાગવાના લીધે હાડકા ફ્રેકચર થઇ જાય છે. નાના બાળકોના હાડકા મોટા ની સરખામણીમાં નાજુક હોય છે જેના લીધે બાળકોના હાડકા ખસવાની અને ફ્રેકચર થવાની સમભાવના વધારે હોય છે. આ લેખમાં અમે તૂટેલા હાડકાઓનો ઇલાજના ઘરેલું ઉપાય, નુસ્ખા અને દવાના વિષે જાણીશું,

હાડકા જોડવા માટે ટ્રીટમેન્ટ સરખી રીતે ડોક્ટર જ કરી શકે છે પણ કૈક વાતોનું ધ્યાન રાખીને મુશ્કેલીઓને વધતી અટકાવી શકાય છે. હાડકા ઉપર વાગવા કે ફ્રેકચર થવા પર સૌથી પહેલા ફર્સ્ટ એડ શું આપવા ની છે આ વાતની જાણકારી હોવી જરૂરી છે.

હાડકાની ઈજાને કેવી રીતે ઓળખીએ

હાથ,પગના હાડકા જો ખસી જાય તો તે જગ્યા પર વણાંક દેખાવા લાગે છે.

હાડકા ફ્રેકચર થવા પર ઇજાવાળી જગ્યાની આસપાસ લોહી જમા થવા લાગે છે અને ત્યાં સોજો આવવા લાગે છે.
કેટલીક વાર હાડકાનું ફ્રેકચર થવા પર શરીરનો તે અંગ લટકી જાય છે અને તે અંગ લીલો પડી જાય છે અને તેમાં અનુભવ થવો ઓછો થઇ જાય છે.

હાડકા ફ્રેકચર થવા પર શું કરીએ

જો કોઈ કારણથી હાડકું ફ્રેકચર થઇ જાય તો તમે સૌથી પહેલા તેને સહારો આપો અને હલવા ન દો. હાડકાના હલવા પર દુઃખાવો વધારે થાય છે અને હાડકાના ટુકડા પણ દુર થઇ શેક છે. હાડકાને સહારો દેવા માટે કોઈક કઠણ વસ્તુનો ઉપયોગ કરો જેમ કે કોઈ લાકડી કે પછી પાઈપ. જો સહારો દેવા માટે કઈ ન મળે તો હાથથી સહારો આપો.
ખભાનું હાડકું તુટવા પર કોઈ કપડા કે પટ્ટીથી ખભાને સહારો આપો અને જો હાથનું હાડકું તૂટી જાય તો છાતીની સાથે હાથને બાંધીને સહારો આપો. ઘુટણ, સાથળ કે પછી પગનું હાડકું તુટવા પર કોઈ કઠણ તકિયા કે લાકડીનો ઉપયોગ કરો.

હાડકું તૂટ્યા બાદ જો બહાર દેખાવા લાગે તો ધૂળ માટી પડી શકે છે જેનાથી ઇન્ફેકશનનો ખતરો વધી જાય છે.
હાડકું જોડવાના ઘરેલું ઉપાય અને દેસી ઉપચાર

૧. બે ચમચી દેસી ઘી, એક ચમચી જુનો ગોળ અને એક ચમચી હળદર. હાડકું જોડવા માટે આ બધાને ભેળવીને એક કપ પાણીમાં ઉકાળી લો અને જયારે પાણી અડધું રહી જાય ત્યારે ઠંડું થાય પછી પીઓ. આ ઘરેલું નુંસ્ખાથી હાડકું ઝડપથી જોડવામાં મદદ મળે છે.

૨. એક ચમચી હળદર, એક પીસેલી ડુંગળીમાં મેળવીને એક સાફ કપડામાં બાંધી લો. હવે આ કપડાને તલ ના તેલમાં ગરમ કરો અને ઇજાવાળી જગ્યા પર સેક કરો.

૩. તૂટેલા હાડકાને સહારો દેતી વખતે આ વાતનું ધ્યાન રહે કે હાડકા પર વધારે બળ ન લગાવો, તેનાથી લોહીનો પ્રવાહ અટકી જશે અને મુશ્કેલી વધી શકે છે.

૪. શરીરની કોઈ પણ જગ્યાએ હાડકા પર જો ઘા આવે તો આનો ઈલાજ કરવો જરૂરી છે. હાડકું તૂટ્યા બાદ ઘાને સારી રીતે સાફ કરો અને દવા લગાવો.

૫. ઈજા થવા પર કેટલીક વાર હાડકાનો ટુકડો અલગ થઈને નીકળી જાય છે. આવામાં આ ટુકડાને ફેકો નહી, આને સાફ કરીને કોઈ કપડામાં બાંધીને ઈજા થયેલી વ્યક્તિની સાથે હોસ્પિટલ મોકલો.

કેલ્સિયમની ઉણપ કેવી રીતે દુર કરીએ – કેલ્સિયમ કેવી રીતે વધારવું

હાડકાના વિકાસ અને ઈલાજ માટે કેલ્સિયમ સૌથી જરૂરી છે. શરીરમાં કેલ્સિયમ ન બનવા કે પછી ઓછુ થવાના કારણે સોજો અને હાડકાના રોગ થવાની સંભાવના વધી જાય છે. તૂટેલા હાડકા જલ્દી જોડવા માટે કેલ્સિયમ વધારવાવાળી વસ્તુનું સેવન કરો.

કેલ્સિયમ લીલા પત્તા વાળી શાકભાજીઓમાં પણ વધારે હોય છે. દૂધમાંથી બનેલી વસ્તુઓ અને દુધમાં કેલ્સિયમ વધારે હોય છે, જેમ કે પનીર, દહીં.

પ્રેગનન્સીના સમયે હાડકા મજબુત કરવા માટે મહિલાઓને કેલ્શિયમ ની જરૂર વધારે હોય છે.
શરીરમાં કેલ્સિયમને પચાવવા માટે વિટામીન ડી ની આવશ્યકતા પડે છે. આથી ભોજન એવું કરો જે પોષક તત્વોથી ભરપુર હોય.

હાડકા જોડવાની દવા અને આયુર્વેદિક ઉપચાર

હાડજોડ એક હાડકા જોડવાની જડી બુટી છે જે તૂટેલા હાડકા જોડવા અને શરીરને રોગોથી બચાવવામાં મદદગાર છે. હાડજોડ આયુર્વેદિક દવાને લેપ બનાવીને કે પછી પાણી જેવા બે પ્રકારથી લઇ શકાય છે.

આવો જાણીએ તૂટેલા હાડકા જોડવા માટે હાડજોડ નો કેવી રીતે પ્રયોગ કરીએ.

પહેલા હાડજોડ ની જડી બુટીને સુકવીને એમાં અડદની દાળ મેળવી લો અને પીસીને તેનો પેસ્ટ બનાવી લો. હાડકું તુટવા પર આ લેપ લગાવો અને સાફ કપડા સાથે તેને બાંધી દો. આ લેપને બે દિવસમાં ફરીથી લગાવો. એક મહિના સુધી સતત આ ઉપાયને કરવા પર તમને ઝડપથી સુધારો દેખાશે.

હાડકાને જોડવા સિવાય હાડમારીના દુઃખાવાના ઇલાજમાં પણ અસરકારક છે. હાડમારીનો રસ ઘીની સાથે સેવન કરવાથી પણ ઝડપથી ફાયદો મળે છે.

હાડકા મજબુત કરવાના ઉપાય

નિયમિત યોગ કે એકસરસાઈઝ કરો.

કોફી અને ચાની જગ્યાએ દૂધ પીઓ.

કોઈ પણ પ્રકારના સપ્લીમેન્ટ ખાવાથી બચો, લીલા શાકભાજી ખાઓ.

સવારે થોડી વાર સુરજની રોશનીમાં બેસવાથી વિટામીન ડી મળે છે. ડુંગળી અને લસણમાં સલ્ફર મળી આવે છે જે હાડકાની મજબુતી માટે જરૂરી છે.

ડબ્બો બંધ જમવા ના પદાર્થ અને કોલ્ડ ડ્રીંક્સથી દુર રહો. આ ડ્રીંક હાડકાને નબળા બનાવે છે.