આ નામ ઘણા એ પહેલીવાર સાભળ્યું હશે આજે શીખો કાઠીયાવાડી રેસીપી તૂવેરનાં ટોઠા બનાવવાનની રીત

આજે આપણે બનાવીશું તુવેરના ટોઠા. આ એક ગુજરાતી કાઠીયાવાડી રેસિપી છે. આ જનરલી ગુજરાતી કાઠીયાવાળી હોટલ કે ઢાબા ઉપર ખુબજ ટેસ્ટી અને ફ્લેવર ફૂલ ખાવા મળતા હોય છે. એવાજ ટેસ્ટી અને ફ્લેવર ફૂલ તુવેરના ટોઠા ઘરે કેવી રીતે બનાવવા તે આજે આપણે જોઈશું.

સામગ્રી

200 ગ્રામ સૂકી તુવેર

4 થી 5 મોટી ચમચી તેલ

1 નાની ચમચી રાઈ

1 નાની ચમચી જીરું

1 તમાલ પત્ર

1 સૂકું લાલ મરચું

1 નાની ચમચી હિંગ

1.5 નાની ચમચી હળદળ

2 થી 3 મોટી ચમચી કોથમીર અને મરચાનું ક્રશ

2 થી 3 લીલા મરચા (નાના ટુકડા કરેલા)

3 મીડીયમ ટામેટાને છીણી લેવાના

સ્વાદ અનુસાર મીઠું

1.5 નાની ચમચી ઘણા જીરું

2 નાની ચમચી લાલ મરચું

1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું

1.5 નાની ચમચી ગરમ મસાલો

2 નાની ચમચી લીંબુનો રસ

રીત :

તુવેર ને સાફ કરી લેવાની છે. પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે થોડું પાણી ગરમ થાય એટલે એમાં તુવેર મૂકી દેશું. અને ગેસ બંધ કરી તેને ઢાંકીને 6 થી 8 કલાક અથવા આખી રાત ઢાંકીને મૂકી રાખો. 6 થી 8 કલાક બાદ તેનું જે પાણી હોય તેને નિતારી લેવાનું છે અને તેને 4 થી 5 વાર તેને ચોખ્ખા પાણીથી તેને સાફ કરી દેવાનું છે અને જ્યાં સુધી પાણી માં તુવેર સારી ના દેખાય ત્યાં સુધી તેને ધોઈને સાફ કરી દેવાનું છે. ત્યાર બાદ જે છેલ્લું પાણી હોય તેને નિતારીને તુવેરને કૂકરમાં એડ કરી દેવાનું છે. અને તેની સાથે લગભગ 600 ml જેટલું પાણી એડ કરી દેવાનું છે. હવે એમાં થોડું મીઠું એડ કરી દેવાનું છે. હવે તેનું ઢાંકણું બંધ કરી તેને 8 થી 10 સીટી અથવા તુવેર એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી તેને બાફી લેવાની છે.

શાક બનાવવા માટે કે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો. તમે જો સીંગ તેલનો ઉપયોગ કરો તો શાકનું ટેસ્ટ ખુબજ સરસ આવે છે. તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં રાઈ એડ કરવાની છે, રાઈ થઇ જાય એટલે જીરું, એક તમાલ પત્ર, સૂકું લાલ મરચું, હિંગ, હળદળ, કોથમીર અને મરચાનું ક્રશ(લસણ ખાતા હોય તો તેમાં 50 ગ્રામ લસણ ક્રશ કરતી સમયે એડ કરી નાખવાનું), મરચા (નાના ટુકડા કરેલા) એડ કરીશું અને તેને 2 થી 3 મિનિટ તેને હલાવી દેવાનું છે. ત્યારબાદ છીણેલા ટામેટાને એડ કરી નાખવાના છે. (જો તમારે ડુંગરી એડ કરવી હોય તો એક મોટી ડુંગરી લઇ તેને છીણી ને આ સમય તેને એડ કરી લેવાની છે) હવે તેને એક વાર ફરી તેને હલાવી નાખવાનું છે અને તેમાં સ્વાદ અનુસાર મીઠું, ઘણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો અને કાશ્મીરી લાલ મરચું એડ કરી નાખવાનું છે. અને આ બધાને એક વાર સારી રીતે મિક્ષ કરી નાખવાનો છે.

મીક્ષરમાં જે કોથમીર મરચા ક્રશ કરેલા હતા એમાં 2 થી 3 મોટી ચમચી પાણી એડ કરી લેવાનું છે અને એ પાણી ગ્રેવીમાં એડ કરી નાખવાનું છે. દર બે-ત્રણ મિનિટમાં તેને હલાવતા રહેવાનું છે. પાણી એડ કરવાથી મસાલા અને ટમેટા બધું સરસ રીતે ચડી જશે. આને ધીમા ગેસ ઉપર ચડવા દેવાનું છે. જયારે શાકમાં તેલ ઉપર આવે ત્યારે તેને એક વાર હલાવી નાખો, લગભગ 7 થી 8 મિનિટ લાગે ટમેટાને શેકવાના છે.

હવે તેમાં જે બાફેલી તુવેરને એડ કરવાની છે અને તુવેરને હાથથી દબાવો ત્યારે એ તરત દબાય જાય તેવી તુવેર બાફેલી જોઈએ. તુવેર એડ થઇ ગયા બાદ તેને સારી રીતે હલાવી નાખવાનું છે અને તેમાં લગભગ 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે અને તેને સારી રીતે મિક્ષ કરી નાખવાની છે. 3- 4 મોટી ચમચી બાફેલી તુવેરને મીક્ષરમાં ક્રશ કરી નાખવાનું છે અને તેને પણ આમાં એડ કરી નાખવાની છે. અને મીક્ષરના જારમાં 2-3 નાની ચમચી પાણી એડ કરી દેવાનું છે અને તે પાણી પણ શાકમાં એડ કરી દેવાનું છે. આ રીત તુવેરને ક્રશ કરીને શાકમાં એડ કરવાથી શાકમાં પાણી જેવો રસો નહિ રહે અને શાકનો ટેસ્ટ પણ સારો આવશે. બધું સરસ રીતે મિક્ષ કરી લેવાનું છે. અને ગેસને મીડીયમ કરી દેવાનું છે. અને તેને દર 3-4 મિનિટમાં તેને હલાવતા રહેવાનું છે,

શાક થોડું ઠીક થવા લાગે ત્યારે સમારેલી કોથમીર એડ કરવાનું છે. અને તેને એક વાર હલાવી નાખો. થોડા સમય બાદ શાકમાં તેલ ધીરે ધીરે તેલ ઉપર આવા માંડ્યું છે. તમને શાકમાં જેવો રસો જોઈતો હોય તે પ્રમાણે પાણી એડ કરીશું. અને તમારે જેવું શાક રસા વાળું જોઈતું હોય તે પ્રમાણે પાણી એડ કરવાનું, તે સારી રીતે ઉકળી જાય અને તેનું તેલ ઉપર આવે ત્યારે ગેસ બંધ કરી દઈશું. આ શાક બનાવતા લગભગ 25 થી 30 મિનિટ લાગે છે હવે ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ એડ કરી લો અને શાક ને એકવાર મિક્ષ કરી નાખો. અને એને ઢાંકીને ૧૦ મિનીટ રહેવા દઈશું. ૧૦ મિનીટ પછી આ શાક સીજીને તૈયાર છે. અને તેને એક બાઉલમાં લઇ લેવાનું છે. હવે આપણા કાઠિયાવાડી ટોઠા સર્વિંગ માટે તૈયાર છે. તુવેરના ટોઠા જનરલી બાજરીના રોટલા કે બ્રેડ સાથે સર્વ થાય છે, આ ટોઠા ટેસ્ટમાં ખુબજ સરસ લગતા હોય છે. જો લસણ ડુંગરી ન ખાતા હોય તો આ રીતે જો તમે લસણ ડુંગરી ખાતા હોય તો 50 ગ્રામ લીલું લસણ અને 1 ડુંગરી એડ કરી શકો છો.

વિડીયો