તુવેરના દાણાને આખું વર્ષ ફ્રેશ રાખવા માટે કરો આ રીતે સ્ટોર જાણો રીત ને ઉઠાવો લાભ

આજે આપણે જોઈશું કે જે તાજા તુવેરના દાણા હોય છે એને લાંબા સમય માટે કે પુરા વર્ષ માટે કેવી રીતે સ્ટોર કે પ્રિઝર્વ કરવા. જે રીતે આપણે લીલા વટાણા ને આખા વર્ષ સુધી સ્ટોર કરીયે તેજ રીતે તુવેરના દાણાને પણ આખા વર્ષ માટે સ્ટોર કરી શકીયે છીએ. એને સ્ટોર કરવા માટે કઈ કઈ વસ્તુઓનું દયાન રાખવું તે અમે તમને રેસિપીની વચ્ચે બતાવતા જવાના છે. તો ચાલો આને કેવી રીતે સ્ટોર કરવા તે આપણે જોઈ લઈએ. (તમે નીચે વિડીયો માં પણ જોઈ શકો છો)

સામગ્રી

2 લિટર પાણી

1/2 નાની ચમચી સાકર

1/2 નાની ચમચી મીઠું

1/4 નાની ચમચી ખાવા ના સોડા

500 ગ્રામ તુવેરના દાણા

રીત

સૌથી પહેલા 2 લીટર પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. અને જયારે પાણી ગરમ થાય એટલે એમાં સાકર, મીઠું અને સોડા ઉમેરી દેવાના છે. સાકરથી આનો કલર મેન્ટેન રહે છે અને મીઠું પ્રીઝવ વેટિવ નું કામ કરે અને સોડાથી દાણા સરસ ચડી જાય, ફરી પાણીને ઢાંકી દેવાનું છે અને પાણીને ઉકળવા દેવાનું છે. જયારે પાણી ઉકળી જાય ત્યારે એમાં તુવેરના દાણા એડ કરી દેવાના છે.

અમે અત્યારે 500 ગ્રામ તુવેરના દાણા લઈને એડ કર્યા છે. ફરીથી આનું ઢાંકણું ઢાંકીને ગેસને ફૂલ કરી દેવાનું છે. અને દાણા ઉકળે ત્યાંસુધી બરફનું ઠંડુ પાણી અને સ્ટ્રેનર તૈયાર કરી દેવાનું છે. 5 મિનિટ પછી ઢાંકણું ખોલો ત્યારે બધા તુવેરના દાણા ઉપર આવી જશે. ત્યારબાદ ગેસ બંધ કરી દેવાનું છે. ત્યારબાદ આ દાણાને સ્ટ્રેનરમાં લઇ લેવાના છે દાણાને તરતજ બરફના ઠંડા પાણીમાં એડ કરી દેવાનું છે. જેથી એની કુકીંગ પ્રોસેસ બંધ થઇ જાય. એને 2 મિનિટ પાણી માં રહેવા દેવાનું છે જેથી તે રૂમ ટેમ્પરેચર પર આવી જશે.

2 મિનિટ બાદ દાણાને સ્ટ્રેનરમાં લઈને તરત કોટનના કપડામાં લઇ લેવાનું છે. બીજું કોઈ કોટનનું કપડું લઇ એને સરસ રીતે લૂછી લેવાના છે. સેજ પણ ક્યાય ઉપર પાણી ના રહે એનું ધ્યાન રાખવાનું છે. દાણા લુછાઈ જાય એ પછી એને ઝીપ પાઉચમાં ભરી દેવાના છે. ઝીપ પાઉચમાં દાણા ભરીની સાઈડમાં એક સ્ટ્રો મૂકીને ઝીપ પાઉચને લોક કરતા જવાનું છે સ્ટ્રો ની નજીક આવે ત્યારે જે પાઉચમાં હવા રહેલી હોય એને ખેચી લેવાની છે અને પાઉચ બંધ કરી લેવાના છે. એ રીતે વેક્યુમ પેક જેમ તમારા દાણા સ્ટોર થઇ જશે નાના પાઉચમાં તમે સ્ટોર કરસો તો એને ઉપયોગમાં લેવામાં વધારે સરળ બને છે અને તેને વારે વાર ખોલ બંધ કરવું ના પડે.

ડબ્બા કરતા જો તમે પાઉચમાં દાણા સ્ટોર કરો તો એ વધારે સારું રહે છે. આ રીતે સ્ટ્રો નો ઉપયોગ કરવાથી હવા સહેલાઇથી નીકળી જાય છે. અને તેનાથી બરફ ખુબજ ઓછો જામે છે. આ રીતે સ્ટોર કરેલા દાણાં ને તમે આખું વર્ષ ઉપયોગમાં લઇ શકો છો.

વિડીયો