કોઈની પાસે છે BMW તો કોઈ છે Jaguar નો માલિક, આ ટીવી સ્ટાર્સ પાસે છે મોંઘી ગાડીઓ

આજકાલ મીડિયા ઉપર ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે. અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

દરેક માણસ ઈચ્છે છે કે તેના જીવનમાં સારું ઘર, ગાડી અને બેંક બેલેન્સ હોય. પરંતુ આ સપનું તેમનું જ સાકાર થાય છે જે મેહનત કરીને પોતાને તે ઉંચાઈ સુધી લઇ જાય છે. ફિલ્મી સ્ટાર્સના વિષે તો તમે સાંભળ્યું જ હશે કે, તેમની પાસે કેટલા પૈસા, ઘર અથવા કઇ ગાડી છે. પરંતુ અહિયાં અમે ટીવી સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ટીવી સ્ટાર્સની પાસે છે મોંઘી ગાડીઓ, આમાં તમારા પ્રિય સ્ટાર્સનો પણ સમાવેશ થાય છે.

આ ટીવી સ્ટાર્સની પાસે છે મોંઘી ગાડીઓ :

બોલીવુડ સ્ટાર્સ પાસે લગ્ઝરી ગાડીઓનું કલેક્શન તો તમે ઘણી વાર જોયું જ હશે. પરંતુ આ બાબતમાં ટીવી સ્ટાર્સ પણ ફિલ્મી સ્ટાર્સથી ઓછા નથી. કેટલાક ટીવી સ્ટાર્સ પાસે દુનિયાની મોટી મોટી બ્રેન્ડસની ગાડીઓ છે, જેમાં તમારા પ્રિય સિદ્ધાર્થ શુક્લાનું નામ પણ શામેલ છે. તો આવો જણાવીએ કે કયા ફેમસ સ્ટાર્સ પાસે કઇ ગાડી છે?

સિદ્ધાર્થ શુક્લા :

બીગ બોસ-૧૩માં ધમાલ મચાવવાવાળા સ્પર્ધક સિદ્ધાર્થ શુક્લાની પાસે પણ ઘણી લગ્ઝરી ગાડી છે, અને તેમની લાઈફસ્ટાઇલ પણ ખુબ મોંઘી છે. સિદ્ધાર્થ શુકલા પાસે BMW X5 ગાડી છે, અને તેમની આ કારનો એક વાર અકસ્માત પણ થઇ ચુક્યો છે. સિદ્ધાર્થની વિરુદ્ધ રૈશ ડ્રાઈવીંગનો કેસ પણ નોંધાયેલો હતો જે હાલમાં પણ ચાલી રહ્યો છે.

પાર્થ સમથાન :

કસૌટી ઝીંદગી કી-૨ના અનુરાગ બાસુ પાસે પણ મર્સિડીઝ બેંઝ છે. તેમની પાસે સફેદ રંગની આ લગ્ઝરી કાર છે, જેનો ફોટો તે ઈંસ્ટાગ્રામ પર પોતાના ફેંસ માટે શેયર કરી ચુક્યા છે.

દીપિકા કક્કડ :

બીગ બોસ-૧૨ ની વિનર દીપિકા કક્કડ પણ ઓછા પૈસાવાળી નથી. તેમની પાસે બ્લુ BMW કાર છે અને એક રેડ કલરની BMW 4 પણ છે. લાલવાળી ગાડીને દીપિકાએ પોતાના પતિ અને એક્ટર શોએબ ઈબ્રાહીમની સાથે મળીને પહેલી એનીવર્સરી પર લીધી હતી.

શિવાંગી જોશી :

ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશીને તમે પોપ્યુલર સીરીયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં જોઈ હશે. હાલમાં જ શિવાંગીએ પોતે જ જૈગુઆરનું લેટેસ્ટ મોડલ ખરીદ્યું છે. આ ગાડીની કિંમત ૧ કરોડ રૂપિયા છે, અને આ તેમની પહેલી મોંઘી ગાડી છે.

ભારતી સિંહ :

ઇન્ડસ્ટ્રીની ફેમસ કોમેડિયન ભારતી સિંહે લોકોને હસાવી હસાવીને એટલી સંપતિ કમાઈ લીધી છે, જેના પર તમને આશ્ચર્ય થઇ શકે છે. ભારતી પાસે બ્લેક કલરની BMW X7 છે અને આના સિવાય તેમની પાસે Mercedez Benz GL-350 પણ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.