ટીવીના આ કલાકાર છે ભણવામાં નંબર 1, જાણો નાયરા-કાર્તિક ભણવામાં ફેલ છે કે પાસ?

ટીવી પર આવતી તમામ સીરીયલ જેટલી વધુ પોપ્યુલર હોય છે, તેનાથી ઘણા વધુ તેમાં કામ કરતા કલાકારો હોય છે. સીરીયલમાં કામ કરતા કલાકારો સાથે લોકો હસવા અને ગાવા લાગે છે. તે જ કારણ છે કે જયારે તમારા ફેવરેટ સ્ટાર ટીવી પર દુ:ખી હોય છે, તો તમારી આંખોમાં પણ આંસુ આવી જાય છે. અને ત્યાં જ જો તે ખુશ હોય છે, તો તમે પણ ખુશ થઇ જાઓ છો. એવું જ કંઈક ટીવી સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ ની સાથે પણ થાય છે. જી હા, સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ ના પણ કલાકાર ઘણા વધુ ફેમસ છે. તેથી અમે તમારા માટે તેમના સંબંધિત જાણકારી લઈને આવ્યા છીએ.

આજે અમે તમને સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ ના પોપ્યુલર સ્ટારના અભ્યાસ એટલે કે શિક્ષણ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. અરે ભાઈ તમને આ જાણવાનો પૂરો અધિકાર છે, કે તમારા આ ફેવરેટ સ્ટાર કેટલા ભણેલા છે? તો ચાલો જાણીએ કે સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ ના સ્ટાર કેટલા ભણેલા છે અને કેટલા સફળ છે?

ઋષિ દેવ :

સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ માં નક્ષનું પાત્ર ભજવી ચુકેલા ઋષિ દેવ ઘણા વધુ પોપ્યુલર છે. નક્ષના પાત્રમાં લોકોએ તેમને ખુબ પસંદ કર્યા. જણાવી દઈએ કે ઋષિ દેવ પંજાબ વિશ્વવિદ્યાલય માંથી ગ્રેજ્યુએટ છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી સફળ સીરીયલમાં કામ કર્યુ છે, પણ તેમને લોકપ્રિયતા સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ માંથી મળી. હવે તેમણે આ સીરીયલ છોડી દીધી છે.

મોહેના સિંહ :

સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ માં કીર્તિનું પાત્ર ભજવનારી મોહેના સિંહની લોકપ્રિયતા કોઈનાથી છુપાઈ નથી. એવામાં હવે મોહેના સિંહ પણ સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ ને છોડવાની તૈયારીમાં છે. જણાવી દઈએ કે શોના લેટેસ્ટ એપિસોડને જોઇને તે જ લાગી રહ્યું છે, કે મોહેના સિંહ શો છોડી દેશે. જણાવી દઈએ કે મોહેના સિંહ મુંબઈના જય હિંદ કોલેજમાંથી ગ્રેજ્યુએટ છે અને હવે તે લગ્ન કરવાના છે.

હીના ખાન :

સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ માં ક્યારેક લીડ રોલ નિભાવનારી હીના ખાન હવે શો માં નથી, એટલે કે તેમણે શો કેટલાક વર્ષો પહેલા જ છોડી દીધો હતો. એવામાં જો તેમના અભ્યાસની વાત કરીએ તો તેમણે એમબીએ કર્યુ છે. હવે હીના ખાન ‘કસૌટી ઝીંદગી કી 2’ માં નજર આવે છે. હીનાને લોકો અક્ષરાના નામથી જ જાણે છે.

મોહસીન ખાન :

સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ માં લીડ રોલ નિભાવી રહેલા મોહસીન ખાનને તમે કાર્તિકના નામે જાણતા હશો. મોહસીન ખાને મુંબઈમાંથી એન્જીનીયરીંગ કર્યુ હતું. મોહસીન ખાનનું એક્ટિંગ કરિયર પણ ઘણું સારું રહ્યું છે. ઓછા સમયમાં તેમણે ટીવી જગત પર રાજ કર્યુ છે.

શિવાંગી જોશી :

સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ માં નાયરાનું પાત્ર ભજવતી શિવાંગી જોશી ખુબ જ વધુ પોપ્યુલર છે. શિવાંગી જોશી એક્ટ્રેસ હોવાની સાથે સાથે એક ડાન્સર પણ છે. શિવાંગી જોશીના અભ્યાસની વાત કરીએ તો તે માત્ર બારમું પાસ છે અને ત્યાર પછીની જાણકારી કોઈની પાસે નથી.