ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશીની જેમ ‘નો મેકઅપ લૂક’ અપનાવવું છે તો કામ આવશે આ મેકઅપ ટિપ્સ.

જાણો શું છે નો મેકઅપ લૂક, જાણો કઈ-કઈ વસ્તુઓનું રાખવું પડે છે ધ્યાન અને શું છે તેની પ્રો-ટિપ્સ. મોટાભાગની છોકરીઓને નાનપણથી જ મેકઅપ કરવાનો ઘણો શોખ હોય છે. મેકઅપ ટ્રેન્ડ દર વર્ષે બદલાઈ જાય છે. પહેલા જે ઘણો હેવી મેકઅપ પસંદ કરવામાં આવતો હતો, તો હવે એકદમ લાઈટ કે ‘નો મેકઅપ લુક’ નો ટ્રેન્ડ વધી ગયો છે. આજકાલ મોટાભાગની સેલિબ્રિટીઓ તેમના ‘નો મેકઅપ લુક’ ને ઘણા વિશ્વાસ સાથે કેરી કરતા જોવા મળે છે. નાના પડદાની ટોપ સીરીયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં ‘નાયરા’ ની મુખ્ય ભૂમિકા ભજવનારી હિરોઈન શિવાંગી જોશીનો ‘નો મેકઅપ લુક’ ઘણો પસંદ કરવામાં આવે છે.

શું છે નો મેકઅપ લુક? મેકઅપ કરવો એક કળા છે અને તમે સમય સાથે તેમાં પારંગત થઇ જાવ છો. અને ‘નો મેકઅપ લુક’ નો અર્થ છે ઓછા મેકઅપમાં પોતાની સુંદરતામાં નિખાર લાવવો. જો તમે નાયરાની જેમ નેચરલ ગ્લોઈંગ સ્કીન સાથે સિમ્પલ અને સોબર લુક મેળવવા માગો છો, તો મેકઅપ નિષ્ણાત સલોની ગુપ્તા પાસે જાણો તેને કેરી કરવાની બેસ્ટ રીત.

ચહેરાથી કરો શરુઆત : તમે હેવી મેકઅપ કરી રહ્યા છો કે ‘નો મેકઅપ લુક’ કેરી કરી રહ્યા છો, સૌથી પહેલા જરૂરી છે તમારી સ્કીન સાફ કરવી. ઘરમાં રહેવા છતાં પણ ચહેરા ઉપર ગંદકી જામી જવાની ઘણી શક્યતા હોય છે. એટલા માટે ચહેરા ઉપર કાંઈ પણ લગાવતા પહેલા તેને સારી રીતે સાફ જરૂર કરો. સ્કીન ટાઈપ ઉપર સુટ કરતા કલિંઝરથી ચહેરો સાફ કરી લો, જેથી પ્રદુષણ કે કોઈ પણ પ્રકારની ગંદકી દુર થઇ જાય.

ત્યાર પછી ટોનર અને પછી મોઈશ્ચરાઈઝર લગાવી લો. તેનાથી ચહેરા ઉપર જરૂરી ભેજ જળવાઈ રહે છે. પછી તમે હળવું એવું પ્રાઈમર અને ઈચ્છો તો થોડું એવું ફાઉંડેશન પણ લગાવી શકો છો.

જળવાઈ રહે આંખોની આકર્ષક અદાઓ : ‘નો મેકઅપ લુક’ માં આઈબ્રોનો અનુભવ થવો અને યોગ્ય શેપમાં હોવું જરૂરી છે. ખાસ કરીને આઈબ્રો તમારા ચહેરાને લીફ્ટ કરવામાં મદદ કરે છે. એટલા માટે આઈબ્રોને શેપ કરવાનું ન ભૂલશો. ત્યાર પછી અપર અને લોઅર લેશ ઉપર મસ્કારા લગાવો. તમે ધારો તો ન્યુડ આઈશેડો પણ એપ્લાઈ કરી શકો છો, જે તમારા બાકી મેકઅપ સાથે મેચ કરી રહ્યો હોય.

હોઠોની પણ સમજો ભાષા : સામાન્ય રીતે મેકઅપનો નિયમ હોય છે કે, જો આઈ મેકઅપ લાઈટ કરવામાં આવે તો લીપ મેકઅપને ડાર્ક કરી દેવામાં આવે છે. પરંતુ ‘નો મેકઅપ લુક’ માં આપણે સંપૂર્ણ મેકઅપને એક જેવો આછો જ રાખીએ છીએ. એટલા માટે તમારા હોઠો ઉપર બેઝ કે પિંક શેડનો ન્યુડ લીપ કલર લગાવો. તમે ધારો તો ન્યુડ લીપ ગ્લોસ પણ લગાવી શકાય છે. આ લુક ઉપર ભૂલથી પણ ગ્લિટર વાળા કે કોઈ ડાર્ક શેડ ટ્રાઈ ન કરો.

વાળમાં ન કરો કોઈ પ્રયોગ : કોરોના કાળમાં હેયરસ્ટાઈલ અને મેકઅપ કરતી વખતે એ ધ્યાન રાખવું ઘણું જરૂરી છે કે, તમારે માસ્ક પણ લગાવવાનું છે. તમારા વાળનો અંબોડો બાંધી લો કે ટાઈટ ચોટલો બનાવી લો. તેનાથી વાળ વિખાશે નહિ અને તમારા ‘નો મેકઅપ લુક’ સાથે પણ ઘણો સુટ કરશે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.