ટીવી સિરિયલની આ અભિનેત્રીઓની ઉમર છે 35 કરતા વધારે, પણ સુંદરતામાં સૌને પાછળ છોડે છે

એક સમય હોય છે જયારે મનુષ્ય યુવાનીના ઊમરા પર પગ રાખે છે. જયારે મનુષ્ય યુવાન થાય છે તો એની સુંદરતા જોવા લાયક હોય છે. પરંતુ જેમ- જેમ સમય પસાર થાય છે તેમ તેમ એની ઉંમર પર વધવા લાગે છે. એવી જ રીતે છોકરીઓની સુંદરતા પણ ઓછી થવા લાગે છે. અને એમનામાં ઘણા બધા પરિવર્તન જોવા મળે છે. વધતી ઉંમરને કારણે મોટાભાગની છોકરીઓનું વજન વધવા લાગે છે, અને ચહેરો ખરાબ થવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. પરંતુ જો આપણે ટીવી જગતની અભિનેત્રીઓ વિષે વાત કરીએ તો આ ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી બધી અભિનેત્રીઓ છે, જેમની ઉંમર ઘણી વધારે થઈ ગઈ છે પરંતુ એમની સુંદરતામાં આજે પણ કોઈ કમી નથી આવી.

જી હાં, જે રીતે આ અભિનેત્રીઓની ઉંમર વધતી જઈ રહી છે, એમની સુંદરતામાં પણ વધારે નિખાર આવવા લાગ્યો છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી ટીવી જગતની એવી જ થોડી અભિનેત્રીઓ વિષે જાણકારી આપવાના છીએ, જેમની ઉંમર 35 વર્ષ કરતા વધારે થઈ ગઈ છે, પણ આજે પણ એમની સુંદરતા યથાવત છે અને તેઓ સુંદરતાની બાબતમાં કોઈને પણ ટક્કર આપી શકે છે.

શિલ્પા શિંદે :

ટીવી જગતની પ્રખ્યાત અભિનેત્રી અને ટીવીના વિવાદિત શો બિગ બોસની વિજેતા રહેલી અભિનેત્રી શિલ્પા શિંદેને તો તમે લોકો ઓળખો જ છો. એમની ઉંમર 41 વર્ષ છે. પરંતુ એમની સુંદરતામાં કોઈ કમી નથી આવી. અભિનેત્રી શિલ્પા શિંદે ભલે 41 વર્ષની થઈ ગઈ હોય, તેમ છતાંપણ તે એકદમ ફિટ અને સુંદરતાની બાબતમાં ઘણી સારી દેખાઈ છે.

સાક્ષી તનવાર :

તમે બધા લોકોએ ટીવી પર આવનાર સૌથી પ્રખ્યાત સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈ’ તો જોઈ જ હશે. ટીવીની આ સિરિયલે બધા લોકોના દિલો પર પોતાની એક અલગ જગ્યા બનાવી લીધી છે. આ સીરીયલમાં સાક્ષી તનવારએ કામ કર્યુ છે અને એમની ઉંમર 45 વર્ષ થઇ ગઈ છે. પરંતુ આટલી ઉંમર થઈ ગઈ હોવા છતાં પણ તે સુંદરતાની બાબતમાં કોઈનાથી ઓછી નથી. સાક્ષી તનવાર દેખાવમાં ઘણી સુંદર છે.

શ્વેતા તિવારી :

ટીવી જગતની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારીએ ટીવીના પ્રખ્યાત શો ‘કસોટી ઝીંદગી કી’ માં ઘણો ઉત્તમ રોલ ભજવ્યો છે. વર્તમાન સમયમાં શ્વેતા તિવારીની ઉંમર 37 વર્ષ થઈ ગઈ છે. પરંતુ હાલમાં પણ તે ઘણી સુંદર દેખાઈ છે.

અનીતા હસનંદાની :

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી અનીતા હસનંદાની ઘણી સુંદર દેખાય છે, અને તે એટલી ફિટ દેખાઈ છે કે એમની ઉંમર 23 વર્ષ કરતા ઓછી નથી દેખાતી. પણ અનીતા હસનંદાનીની સાચી ઉંમર 37વર્ષ છે. આટલી ઉંમર થઈ ગઈ હોવા છતાંપણ તે ઘણી સુંદર અને ફિટ છે.

ઉર્વશી ઢોલકિયા :

તમે બધા લોકો ટીવીની પ્રખ્યાત અભિનેતી ઉર્વશી ઢોલકિયાને તો સારી રીતે ઓળખતા જ હશો. એમણે ટીવી પર આવનાર સૌથી પ્રખ્યાત સિરિયલ ‘કસોટી ઝીંદગી કી’ માં ઘણી મહત્વની ભૂમિકા ભજવી છે. એમના દ્વારા કરેલા અભિનયને લોકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવ્યો છે. જો આપણે એમની સુંદરતાની વાત કરીએ તો તે ઘણી સુંદર દેખાય છે. એમની ઉંમર 39 વર્ષ થઈ ગઈ છે, પણ આજે પણ એમની સુંદરતામાં કોઈ કમી નથી આવી. આટલી ઉંમરમાં પણ તે સુંદરતા અને સ્ટાઈલની બાબતમાં કોઈનાથી ઓછી નથી.