આ ટીવી અભિનેત્રીઓ પાસે છે ટીવી જગતમાં સૌથી જાડી હોવાની તાજ, મોટપો એમના માટે વરદાન સાબિત થયો

આજના સમયમાં દરેક વ્યક્તિ ફીટ રહેવા માંગે છે. અને આ સમયમાં પોતાને ફીટ અને તંદુરસ્ત રાખવા માટે લોકો જીમ, યોગ, ઝુમ્બા અને ન જાણે કેટલા પ્રકારની કસરતો કરે છે, જેથી તે સુંદર અને પરફેક્ટ દેખાઈ શકે. વાત જો બોલીવુડ કે ટીવી જગતની કરીએ તો ત્યાં પણ તમારે ફિગર મેન્ટેન રાખવું ઘણું મહત્વનું હોય છે. કેમેરાની સામે દેખાવા માટે દરેક છોકરીઓ પોતાને ફીટ રાખે છે. પરંતુ ટીવી જગતમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમનું વજન ઘણું વધુ છે, પરંતુ તેમ છતાંપણ તે ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતા નામો છે.

અક્ષરા નાયક :

સ્ટાર પ્લસની ફેમસ સીરીયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હે’ તો તમને યાદ જ હશે. આ સીરીયલમાં અનન્યાના પાત્રમાં જોવા મળતી અક્ષરા નાયક ખરેખરમાં એટલી જ જાડી છે. અક્ષરાનું વજન લગભગ ૬૩ કિલોગ્રામ છે. પરંતુ તેના અભિનયની વાત કરીએ તો તે એક ઉત્તમ કલાકાર છે. અક્ષરાનું નામ પણ ટીવી જગતમાં જાડી હિરોઈનોમાં ગણવામાં આવે છે.

અંજલિ આનંદ :

ટીવી સીરીયલ ‘ઢાઈ કિલો ઈશ્ક’ થી ટીવી જગતમાં એન્ટ્રી કરવા વાળી અંજલિ સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે, અને ઘણા એવોર્ડ્સ પણ જીતી ચુકી છે. ત્યાર પછી તેને ટીવી સીરીયલ ‘ઢાઈ કિલો ઈશ્ક’ માં કામ કરવાની તક મળી. અંજલિનું વજન ૯૨ કિલો છે અને આ સીરીયલમાં કામ કરવા માટે તેને પોતાનું વજન વધારવું પડ્યું હતું, જે વધારીને તેણે ૧૦૮ કિલો કરી લીધું હતું.

વાહબીજ દોરાબાજી :

‘પ્યાર કી યે કહાની’ અને ‘સરસ્વતી ચન્દ્ર’ જેવી સુપરહિટ સીરીયલોમાં કામ કરી ચુકેલી વાહબીજ દોરાબાજી ટીવી જગતની એક જાણીતી અભિનેત્રી છે. તેનું વજન ભલે વધુ હોય પરંતુ સુંદરતા અને અભિનયમાં તે ઘણી અભિનેત્રીઓને પાછી પાડી દે છે. વાહબીજ દોરાબાજીનું વજન 68 કિલો છે.

ભારતી સિંહ :

ટીવી જગતની જાણીતી કોમેડિયન ભારતી સિંહએ જ્યારથી કોમેડીની દુનિયામાં પ્રવેશ કર્યો છે, ત્યારથી તે પોતાની મજાક ઉડાવવામાં પણ પાછી નથી પડતી. ભારતીએ પોતાના કેરિયરની શરૂઆત ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી કરી હતી. ત્યાર પછી એક પછી એક તેમણે ઘણા કોમેડી શો માં ભાગ લીધો અને વિનર પણ રહી. આ દિવસોમાં ભારતી એક સફળ કોમેડિયન બની ગઈ છે. અને હવે તે ઘણા મોટા શો ને હોસ્ટ પણ કરે છે. ભારતી ભલે ઘણી જાડી હોય પરંતુ તેમ છતાંપણ તે એક ઉત્તમ ડાન્સર છે. આ દિવસોમાં ભારતી સિંહ કપિલ શર્માના શો માં જોવા મળી રહી છે. ભારતીનું વજન ૭૮ કિલો છે.

રીતિશા રાઠોર :

એમટીવી શો ‘રોડીજ ઓર બીગ બોસ’ ના વિનર પ્રિંસ નરુલા સાથે સીરીયલ ‘બઢો બહુ’ માં જોવા મળેલી રીતિશા રાઠોરને આ સીરીયલથી ટીવી જગતમાં એક નવી ઓળખ મળી. અને ત્યાર પછી તેને બીજી પણ ઘણી સીરીયલોમાં કામ કરવાની તક મળી. રીતિશાનું વજન ૯૪ કિલો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.