ટીવીના આ સ્ટાર કપલે કાયમ કરી સફળતાની મિસાલ, જણાવ્યું કે અરેન્જ મેરેજ પણ થાય છે સફળ

લવ મેરેજ અને એરેંજ મેરેજના ઘણો મોટો ફરક હોય છે, જેમાં લવ મેરેજમાં બે લોકો એક બીજાને સારી રીતે ઓળખે છે અને એરેંજ મેરેજમાં એક બીજાને જાણવા થોડા મુશ્કેલ બની જાય છે. એક બીજાને જાણવાની આ કામગીરી લગ્ન પછી જ શુરુ થાય છે. ઘણા લોકોનું માનવું હોય છે કે એરેંજ મેરેજમાં બે લોકો એક બીજાને સારી રીતે ઓળખતા નથી, તેવામાં આગળ જતા લગ્ન તુટવાની શક્યતા વધુ રહે છે.

અને અમુક લોકોની વિચારસરણી એવી છે કે લવ મેરેજની સરખામણીમાં એરેંજ મેરેજ ઓછા સફળ થાય છે. પરંતુ તે વિચારસરણી એકદમ ખોટી છે. આજની આ પોસ્ટમાં અમે તમને થોડા એવા જ જાણીતા કલાકારોનો પરિચય કરાવિશુ જેમણે અરેંજ મેરેજ કર્યા અને સાબિત કર્યું કે દિલમાં પ્રેમ અને એક બીજા પ્રત્યે સન્માન હોય તો કોઈ પણ સંબંધ તૂટી નથી શકતા પછી ભલે તે લવ મેરેજ હોય કે અરેંજ મેરેજ.

કરણ પટેલ અને અંકિતા ભાર્ગવ :-

સીરીયલ ‘યે હે મોહબ્બતે’ ના મુખ અભિનેતા કરણ પટેલ આજે ટીવી ઇન્ડસ્ટ્રી ઉપર રાજ કરે છે. તે કહેવું ખોટું નહિ હોય કે કરણ ટીવીના શાહરૂખ ખાન છે, કરણના લગ્ન વર્ષ ૨૦૧૫માં ટીવી હિરોઈન અંકિતા ભાર્ગવ સાથે થયા હતા. અંકિતા પણ એક ટીવી હિરોઈન છે. બંનેના આ લગ્ન અરેંજ મેરેજ છે. અંકિતાના મમ્મી પપ્પાને કરણ ઘણો સારો લાગતો હતો. હાલમાં જ કરણ અને અંકિતા એક વ્હાલી એવી દીકરીના પેરન્ટસ બન્યા છે.

કૃતિકા સેંગર અને નીકીતન ધીર :-

નિકિતન ધીરે પોતાની કારકિર્દીની શરુઆત બોલીવુડ ફિલ્મ ‘જોધા અકબર’ થી કરી હતી. ત્યાર પછી તે ‘રેડી’, ‘દબંગ ૨’, ‘હાઉસફૂલ 3’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા. નિકિતને વર્ષ ૨૦૧૪માં ટીવી હિરોઈન કૃતિકા સેંગર સાથે લગ્ન કર્યા છે. કૃતિકા ‘પુનર્વિવાહ’, ‘ઝાંસી કી રાની’ જેવી ઘણી સીરીયલોમાં કામ કરી ચુકી છે. કૃતિકા ટીવીની જાણીતી હિરોઈન છે.

નિકેતનના પપ્પાને કૃતિકા જોતા જ પસંદ આવી ગઈ હતી અને તેમણે કૃતિકાને પોતાના ઘરની વહુ બનાવવાનું નક્કી કરી લીધું. પાછળથી બંનેના લગ્નની વાત ચાલી અને લગ્ન પૂર્ણ થયા. આજે બંને એક આનંદમય જીવન પસાર કરી રહ્યા છે.

પૂજા શાહ અને જય સોની :-

જય સોનીને ઓળખાણ સ્ટાર પ્લસની ફેમસ સીરીયલ ‘સસુરાલ ગેંદા ફૂલ’ થી મળી હતી, તેમાં તેની સાથે રાગીની ખન્ના જોવા મળી હતી. ત્યાર પછી જય સોની ‘ભાગ બકુલ ક’ માં જોવા મળ્યા. જયના લગ્ન પૂજા શાહ સાથે થયા છે. જયે પોતાના માતા પિતાની પસંદ કરેલી છોકરી સાથે અરેંજ મેરેજ કર્યા છે. બંનેના લગ્ન વર્ષ ૨૦૧૪માં થયા હતા. ભલે પૂજા ગ્લેમરસ ઇન્ડસ્ટ્રીની ન હોય પરંતુ તેની સુંદરતા કોઈ હિરોઈનથી ઓછી નથી. પૂજા અને જય આનંદથી એક સાથે કુટુંબ સાથે રહે છે.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા :-

દીવ્યંકા ત્રિપાઠીનું નામ ટીવીની પ્રસિદ્ધ અભિનેત્રીઓમાં જોડાયેલું છે. આજે તેની ફેન ફોલોઈંગ કોઈ પ્રસિદ્ધ બોલીવુડ અભિનેત્રીથી ઓછું નથી. દીવ્યંકા ત્રિપાઠીએ પોતાની કારકિર્દીની શરુઆત ‘બનું મેં તેરી દુલ્હન’ સીરીયલથી કરી હતી. વર્ષ ૨૦૧૬માં દીવ્યંકાએ ટીવી કલાકાર વિવેક દહિયા સાથે લગ્ન કર્યા છે અને આજે બંને એક બીજા સાથે આનંદમય જીવન પસાર કરી રહ્યા છે. ઘણા લોકોને ખબર હશે કે દિવ્યાંકા અને વિવેકના આ લગ્ન અરેંજ મેરેજ છે. બંનેની જોડી ફેંસને ઘણી પસંદ છે અને બંનેને પરફેક્ટ કપલમાં ગણવામાં આવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.