ટીવી સિરિયલ વાળા ભૂલ્યા ભાન, દેખાડ્યા એવા સીન કે લોકો પોતાના હાસ્ય પર નિયંત્રણ ના રાખી શક્યા.

પતિનો પગ લપસ્યો અને પત્નીના સેંઠામાં સિંદૂર પુરાઈ ગયું, ભારતની ટીવી સિરિયલનો આ સીન જોઇને તમે કહેશો આ કેવું ગાંડપણ છે…

ભારતમાં ટીવી સિરિયલો ખૂબ જ લોકપ્રિય છે. આ સિરિયલોને કારણે મહિલાઓ કલાકો સુધી ટીવી પર ચોંટી જાય છે. આ ટીવી સિરિયલો ખૂબ લાંબી છે. વર્ષો સુધી તેનું પ્રસારણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણી વખત લેખકોને સારી સ્ટોરી મળતી નથી અને તેઓ કંઈપણ દેખાડે ઠેકાણાં વગરની વસ્તુ છે. કેટલીક બાબતો એટલી ફાલતું હોય છે કે તેનો કોઈ તર્ક હોતો નથી. હવે થોડા સમય પહેલા એક સિરિયલમાં બે છોકરાઓને એક છોકરી માટે ચંદ્રનો ટુકડો તોડતા દેખાડવામાં આવ્યા હતા. એ આઘાતમાંથી લોકો હજી માંડ બહાર આવ્યા હતા કે હવે બીજો તર્ક વગરનો સીન આવી ગયો.

સિંદૂર લગાવવાની આવી રીત તમે પહેલા નહીં જોઈ હોય :

સિંદૂર પરિણીત મહિલાઓ માટે ઘણું મહત્વ ધરાવે છે. દરેક પત્ની પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પોતાના સેંઠામાં સિંદૂર ભરે છે. ઘણી વખત પતિ પણ પત્નીના સેંઠામાં સિંદુર પુરે છે. પરંતુ આજે અમે તમને સેંઠામાં સિંદૂર લગાવવાની એક એવી રીત દેખાડવા જઈ રહ્યા છીએ, જે તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય. સેંઠામાં સિંદૂર ભરવાની આ રીત ‘થપકી પ્યાર કી’ નામની સિરિયલમાં જોવા મળી છે.

પગ લપસી ગયો અને સેંઠામાં સિંદૂર પુરાઈ ગયું :

આ સીનની વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે, પતિ જ્યારે રૂમમાં પ્રવેશે છે ત્યારે તેનો પગ લપસી જાય છે. તે પછી તે પોતાનું સંતુલન જાળવવા ટેબલ પર પોતાનો હાથ મૂકે છે જ્યાં સિંદૂરનું બોક્સ પહેલેથી જ રાખવામાં આવ્યું હોય છે. પતિની આંગળીઓ તે સિંદૂરમાં પડે છે અને તેની આંગળી પર સિંદૂર લાગી જાય છે. તે પછી પતિ સીધા ઉભા રહેવાનો પ્રયત્ન કરે છે અને તેની આંગળીઓ પત્નીના સેંઠાને સ્પર્શે છે અને આપમેળે જ પત્નીના સેંઠામાં સિંદૂર પુરાઈ જાય છે. આ પછી પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક પળો સર્જાય છે.

લોકોએ ખૂબ મજાક ઉડાવી :

સેંઠામાં સિંદૂર પુરવાની આ રીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જેણે પણ આ વીડિયો જોયો તે પોતાના હાસ્યને કાબૂમાં રાખી શક્યા નહીં. લોકો વીડિયો પર કોમેન્ટ કરીને ખૂબ મજા લઇ રહ્યા છે. જેમ કે એક યુઝરે લખ્યું કે, ‘ટીવી સિરિયલોમાં આજકાલ શું શું બતાવવામાં આવે છે.’

એમજ એક કોમેન્ટ એવી આવી છે કે, ‘એવું લાગે છે કે ટીવી સિરિયલના લેખકો ગાં-જા-ફૂં-કીને વાર્તા લખે છે.’ તો એક યુઝર કહે છે કે, ‘સિંદૂર લગાવવાની આ રીત અદ્ભુત છે.’ બીજા એક યુઝર લખે છે કે, ‘જો હું પણ આ સ્ટાઇલમાં સિંદૂર લગાવું તો મારા હાડકા અને પાંસળી તૂટવા નક્કી છે.’ બસ, આવી જ બીજી ઘણી રમુજી કોમેન્ટ કરવામાં આવી છે.

વીડિયો જુઓ :

જણાવી દઈએ કે ‘થપકી પ્યારી કી’ સિરિયલ કલર્સ ટીવી પર આવે છે. આ શો 14 જુલાઈ 2017 ના રોજ શરૂ થયો હતો. આ શોમાં જીગ્યાસા સિંહ, મનીષ ગોપલાણી, અંકિત બાટલા, જયા ભટ્ટાચાર્ય મુખ્ય ભૂમિકામાં છે. તમને આ સિરિયલની આ ફની ક્લિપ કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવવો. અને આ આર્ટીકલને લાઈક અને શેર જરૂર કરજો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.