ટીવી સીરિયલમાં ફ્લોપ, પણ બોલીવુડમાં સુપરહિટ રહી આ હિરોઇન, શ્રીદેવી પણ છે આ લિસ્ટમાં

હંમેશા જે અભીનેત્રીઓ નાના પડદા ઉપર કામ કરે છે તે મોટા પડદા ઉપર સફળ નથી થઇ શકતી. પણ આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે નાના પડદા ઉપર સફળ ન થઇ, પણ તે ફિલ્મોમાં સુપરહિટ રહી, આવો જાણીએ આ અભિનેત્રીઓ વિશે.

રવિના ટંડન

બોલીવુડની ફેમસ હિરોઈન રવિના ટંડન ઘણી જ સુંદર અને ટેલેન્ટેડ છે. તેમણે ઘણી બધી સુપર હીટ ફિલ્મોમાં કામ કર્યું છે. આજકાલ ફિલ્મો માંથી દુર થઇ છે. રવિના ટંડને ફિલ્મો સાથે સાથે ટીવી સીરીયલ ‘સાહિબ બીબી ઓર ગુલામ’ માં નાની વહુનું પાત્ર ભજવ્યું હતું. આ સીરીયલ ઘણી નિષ્ફળ રહી હતી.

સોનાલી બેન્દ્રે

સોનાલી બેન્દ્રે પણ બોલીવુડની જાણીતી અને સુંદર અભિનેત્રી છે. તેમણે ફિલ્મી કારકિર્દીમાં એકથી એક
ચડીયાતી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે ઉપરાંત સોનાલી બેન્દ્રેએ નાના પડદા ઉપર ઘણી ધારાવાહિકમાં પણ કામ કર્યું હતું. પરંતુ આ ધારાવાહિક દર્શકોને જરા પણ પસંદ ન આવી. સોનાલી બેન્દ્રે બોલીવુડમાં સુપરહિટ અભિનેત્રી હોવા છતાં પણ નાના પડદા ઉપર સફળ ન થઇ શકી.

ભાગ્યશ્રી

બોલીવુડ અભિનેતા સલમાન ખાન સાથે ‘મેને પ્યાર કિયા’ થી ફિલ્મી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવા વાળી અભિનેત્રી ભાગ્યશ્રીએ કોઈ વધુ ફિલ્મોમાં કામ નથી કર્યું, પરંતુ ભાગ્યશ્રીની પહેલી ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ રાતો રાત હીટ થઇ ગઈ હતી. અને તેમણે લોકો વચ્ચે પોતાની એક અલગ ઓળખાણ ઉભી કરી લીધી હતી. ફિલ્મોથી દુર થયા પછી ભાગ્યશ્રીએ લાઈફ ઓકે ચેનલ ઉપર આવતા શો ‘લોટ આઈ તૃષા’ થી નાના પડદા ઉપર પ્રવેશ કર્યો હતો. આ ધારાવાહિક એક સસ્પેન્સ ફેમીલી ડ્રામા હતી. આ સીરીયલ ઘણા લોકોને પસંદ પણ આવી હતી. પરંતુ પાછળથી દર્શકોનો વધુ રિસ્પોન્સ ન મળવાને કારણે આ સીરીયલ બંધ થઇ ગઈ હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ હોવા છતાં પણ ભાગ્યશ્રી ટીવી સીરીયલમાં સફળ ન થઇ.

શ્રીદેવી

શ્રીદેવીને બોલીવુડની પહેલી સુપરસ્ટાર કહેવામાં આવે છે, ભલે શ્રીદેવી આજે આપણી વચ્ચે નથી. પરંતુ તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક થી એક ચડીયાતી સુપરહિટ ફિલ્મો આપી છે, પણ શું તમને ખબર છે શ્રીદેવી ફિલ્મોમાં જેટલી સફળ રહી છે એટલી ટીવી સીરીયલમાં ન થઇ શકી. શ્રીદેવીએ ટેલીવિઝન ઉપર આવતી ધારાવાહિકમાં ‘માલિની ઐયર’ ની ભૂમિકા નિભાવી હતી. પણ અફસોસ નાના પડદા ઉપર શ્રીદેવીનો જાદુ ન ચાલી શક્યો. તે સીરીયલ હીટ ન થઇ અને ઘણી જલ્દી બંધ થઇ ગઈ.

અમૃતા રાવ

બોલીવુડ અભિનેત્રી અમૃતા રાવે ફિલ્મ ‘ઈશ્ક’ દ્વારા બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ફિલ્મમાં અમૃતા રાવ સાથે શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં સારા અભિનયને કારણે અમૃતા રાવની ઘણી પ્રસંશા થઇ હતી. ત્યારપછી અમૃતા રાવે ‘વિવાહ’ ‘મેં હું ના’ ‘જોલી એલએલબી’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું, ફિલ્મો પછી અમૃતાએ નાના પડદા ઉપર આવનારી ટીવી સીરીયલ ‘મેરી આવાજ હી મેરી પહેચાન હે’ થી પોતાનું નસીબ અજમાવવાનો પ્રયાસ કર્યો. પણ આ સીરીયલ દર્શકોને વધુ પસંદ ન આવી અને અમૃતા રાવ ટીવી ઉપર સફળ ન થઇ શકી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.