ટીવી સિરિયલ્સની હસીન ખલનાયિકાઓ જેને ભૂલવી મુશ્કેલ છે, નંબર 1 છે બધાની ફેવરેટ

તમે બધા લોકોએ બોલીવુડની ફિલ્મોમાં હીરો હિરોઈન અને વિલનને જોયા જ હશે, અને તમને લોકોને તેમના દ્વારા નિભાવવામાં આવેલા પાત્રો સારી રીતે યાદ પણ હશે. પરંતુ જો અમે ટીવી સીરીયલ્સની વાત કરીએ, તો તેમાં પણ બોલીવુડની જેમ હીરો હિરોઈન અને વિલન હોય છે. પરંતુ બોલીવુડની ફિલ્મોની જેમ ટીવી સીરીયલ્સમાં વિલન ખૂંખાર નથી હોતા, પરંતુ ટીવી સીરીયલ્સમાં વિલનના પાત્ર સુંદર હસીનાઓ નિભાવે છે. જો આ ખલનાઈકાઓ ટીવી સીરીયલ્સમાં ન હોય તો આ સીરીયલ્સની વાર્તા લગભગ અધુરી જ રહી જાય. ટીવી સીરીયલને વધુ સારી અને બધાને ગમે એવી બનાવવા માટે આ સુંદર ખલનાઈકાઓનો રોલ સૌથી મહત્વનો માનવામાં આવે છે. ટીવી સીરીયલ્સની ખલનાઈકાઓ ઘણી સુંદર અને ગ્લેમરસ લાગે છે.

આજે અમે તમને ટીવી સીરીયલ્સની એવી થોડી ખલનાઈકાઓ વિષે જાણકારી આપવાના છીએ, જેમના વગર ટીવી સીરીયલ જોવી તમને જરાપણ ગમશે નહિ. એના લીધે જ ટીવી સીરીયલ્સમાં એક જોશ આવી જાય છે અને બધા લોકો તેની સીરીયલ જોવાનું પસંદ પણ કરે છે.

ઉર્વશી ધોળકિયા :

આપણે બધા લોકો ટીવી સીરીયલની સૌથી જાણીતી કમોલીકાને તો જાણીએ જ છીએ. ટીવી સીરીયલમાં કમોલીકાનું પાત્ર ઉર્વશી ધોળકિયાએ નિભાવ્યું હતું. તેમણે ટીવી સીરીયલ ‘કસોટી જિંદગી કી’ માં નેગેટીવ પાત્ર નિભાવ્યું હતું જે લોકો દ્વારા ઘણું પસંદ કરવામાં આવ્યું છે. જયારે ઉર્વશી ધોળકિયા પડદા ઉપર આવે છે તો લોકોની નજર તેની ઉપરથી દુર થતી નથી. ભલે તેણે ખલનાયિકાનું પાત્ર નિભાવ્યું છે, પરંતુ તેમ છતાંપણ ઉર્વશી ધોળકિયાને લોકોનો પ્રેમ મળ્યો છે. એટલું જ નહિ તેમણે બીગ બોસ ૬ નું ઇનામ પણ પોતાના નામે કર્યુ છે.

કામ્યા પંજાબી :

ટીવી સીરીયલની જાણીતી અભિનેત્રી કામ્યા પંજાબી પોતાના નેગેટીવ રોલ માટે જાણીતી છે. તેમણે ટીવીની ઘણી સીરીયલ્સમાં નકારાત્મક પાત્ર ભજવ્યા છે. હાલના દિવસોમાં કલર્સના શો ‘શક્તિ એક અહેસાસ કી’ માં તે નેગેટીવ પાત્ર ભજવી રહી છે. તમને બધાને તેમની સીરીયલ ‘બનું મેં તેરી દુલ્હન’ માં સિંદુરા પ્રતાપ સિંહનું પાત્ર તો યાદ જ હશે. હમણાં પણ એમના દ્વારા ભજવવામાં આવેલા રોલને લોકો ઘણો યાદ કરે છે. તેમણે આ શો માં ઘણો જ સારો નેગેટીવ રોલ નિભાવ્યો છે જેના માટે એમને એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

અનીતા હંસનંદાની :

તમે બધા લોકો સ્ટાર પ્લસના સૌથી પ્રસિદ્ધ શો ‘યે હે મોહબ્બતે’ વિષે તો જાણતા જ હશો. આ ટીવી સીરીયલમાં રમણ અને ઈશિતાના જીવનમાં તોફાન મચાવનારી અનીતા હંસનંદાની એ ઘણો જ સારો રોલ કર્યો છે. તેમણે પડદા ઉપર ભલે નકારાત્મક પાત્ર નિભાવ્યું છે પરંતુ તે વાસ્તવિક જીવનમાં ઘણી સારી છે. તે પોતાના ગ્લેમરસ અંદાજ માટે હંમેશા સમાચારોમાં છવાયેલી રહે છે. અનીતા હંસનંદાનીની સ્ટાઈલ લોકોને શો ની અંદર ઘણી પસંદ પડી છે.

રશ્મી દેસાઈ :

ટીવી સીરીયલ્સની જાણીતી અભિનેત્રી રશ્મી દેસાઈની સુંદરતાથી લોકો ઘાયલ થઇ ગયા છે. રશ્મી દેસાઈને લાખો કરોડો લોકો પસંદ કરે છે. રશ્મી દેસાઈ પોતાની સુંદરતાને કારણે જ ટીવી સીરીયલની મુખ્ય અભિનેત્રી ઉપર ભારે પડે છે. રશ્મી દેસાઈ સીરીયલ ‘ઉતરન’ માં તપસ્યાનું પાત્ર નિભાવી રહી છે, જેને લોકો દ્વારા ઘણું પસંદ પણ કરવામાં આવી રહ્યું છે. ટીવી સીરીયલ ‘ઉતરન’ ઉપરાંત રશ્મી દેસાઈ ટીવી સીરીયલ ‘અધુરી કહાની હમારી’ માં એક ડાયનનું પાત્ર નિભાવી રહી છે.