અહીં હનીમૂન એન્જોય કરી રહી છે “યે રિશ્તા ક્યા કહલાતા હૈ”ની પારુલ, શેયર કરી ખુબ રોમાન્ટિક ફોટો

લગ્નની આ સીઝનમાં બોલીવુડ, રમત અને ટીવી જગતના ઘણા પોપ્યુલર કલાકારોએ લગ્ન કર્યા છે. તે ટીવી હિરોઈન પારુલ ચોહાણએ પણ પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ ચિરાગ ઠક્કર સાથે કોર્ટ મેરેજ કર્યા છે. ૧૨ ડીસેમ્બર ના રોજ તેમણે કોર્ટ મેરેજ કર્યા પછી સોશિયલ મીડિયા ઉપર તેની જાણકારી આપી. હવે પારુલ અને ચિરાગ પોતાના હનીમુનનો આનંદ ઉઠાવી રહ્યા છે. પહેલા તે નવ પરણિત જોડકું નેપાળ ગયું અને ત્યાં ફર્યા પછી માલદ્વીપમાં રજાઓ પસાર કરી રહ્યા છે.

પારુલ અને ચિરાગ દ્વીપ વચ્ચેના કિનારે ક્યારેક શીપ ઉપર રોમાન્ટિક પોઝ આપે છે તો ક્યારેક સ્કાઈ ડ્રાઈવિંગ કરતા જોવા મળ્યા. પારુલની જેમ ચિરાગ પણ ટીવી કલાકાર છે. હવે લગ્ન પછી અહિયાં હનીમુન એન્જોય કરી રહી છે ‘યે રિશ્તા ક્યા કહલાતા હે’ ની પારુલ ચોહાણ, તેમણે પોતાના ફોટા સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યા છે.

અહિયાં હનીમુન એન્જોય કરી રહી છે ‘યે રિશ્તા ક્યા કહલાતા હે’ ની પારુલ ચોહાણ :

પારુલ ચોહાણ અને ચિરાગ ઠક્કરની પહેલી મુલાકાત વર્ષ ૨૦૧૫ માં કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. ત્યાર પછી તેમની દોસ્તી થઇ અને પછી દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. લગભગ ત્રણ વર્ષ રીલેશનશીપમાં રહ્યા પછી પારુલ અને ચિરાગએ ૧૨ ડીસેમ્બરના રોજ કોર્ટ મેરેજ કર્યા છે. આજકાલ પારુલ સ્ટાર પ્લસના પોપ્યુલર શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હે’ માં કામ કરી રહ્યા છે. તે ઉપરાંત પણ પારુલના થોડા ટીવી શો આવ્યા જેમાં તેમણે યાદગાર પાત્ર નિભાવ્યા હતા.

પારુલ નો સૌથી પોપ્યુલર શો ‘બીડાઈ – સપના બાબુલ કા’ માં એક સામળી છોકરી બનીને આવી હતી. તે સીરીયલ લગભગ ૫ વર્ષ સુધી ચાલી ત્યાર પછી તેને સફળતાપૂર્વક જ બંધ કરી દેવામાં આવી. આ સીરીયલ પછી પારુલને ઘણી સીરીયલ તેના સામળાપણાને કારણથી જ મળી હતી. વર્ષ ૨૦૦૭ માં પારુલએ પોતાનો અભિનય શરુ કર્યો પરંતુ ત્યાં સુધી પહોચવું તેમના માટે સરળ ન હતું.

સામળાપણાની ઉડાવતા હતા મજાક :

૧૯ માર્ચ, ૧૯૮૮ ના રોજ યુપીના લખીમપુર ખીરીમાં જન્મેલી પારુલ ચોહાણ જયારે મુંબઈ પહોચી ત્યારે તેને સામળાપણાને કારણે કામ મળતું ન હતું. સામળાપણાને કારણે તેને ઘણી જગ્યાએ રીજેકશન સહન કરવું પડ્યું હતું. ત્યાં સુધી કે ઓડીશન્સ દરમિયાન પણ લોકો તેના સામળાપણાને કારણે મજાક બનાવતા હતા. પારુલએ પોતાના એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું, કે પોતાના સંઘર્ષના દિવસોમાં તેને કેટલી તકલીફો થઇ.

તેમણે જણાવ્યું ૪ મહિના હોસ્ટેલમાં રહેવા દરમિયાન એક સમયે જ ટીફીન મંગાવતી હતી, જેમાં બે રોટલી સવારે અને બે સાંજે ખાઈને કામ ચલાવતી હતી. તે પહેલા રીલેટીવના કહેવાથી માં એ લગ્ન માટે બચાવીને રાખેલા પૈસા આપ્યા અને અભિનય કરવા માટે પ્રોત્સાહિત કરી. તેણે આગળ જણાવ્યું કે, ૪ મહિનાના સ્ટ્રગલ પછી મને બાલાજીમાં એક નાનો એવો રોલ ઓફર થયો. મુંબઈમાં ગોરેગાંવની એનએનપી સોસાયટીણે સ્ટ્રગલ સોસાયટી માનવામાં આવે છે. જ્યાં દેશભરના લોકો આવે છે અને સંઘર્ષના દિવસોમાં રહે છે.